શિક્ષકો નીકળ્યા પરીક્ષાના પ્રચારમાં, ઘરે ઘરે જઈને માઈકમાં બૂમો પાડી, વાલીઓને કહ્યું જો જો વર્ષ બગડે બાળકનું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતના કોઈ અંતરિયાળ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષકોએ પરીક્ષા નજીક આવતાં જ જે રીતે ગામના ઘરે ઘરે જઈને આ એક્ઝામનું ટાઈમટેબલ વાલીઓમાં વહેંચ્યું હતું તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ગાડીમાં બેસીને તે શાળામાં ફરજ બજાવતા શિક્ષકોએ વિદ્યાર્થિઓ પરીક્ષા આપવા આવે તે માટે જે પ્રકારનું મિશન હાથ ધર્યું હતું તે જોઈને જ લોકોને નવાઈ પણ લાગી હતી. આ રીતનો પરીક્ષા માટેનો વાલી સંપર્ક  પહેલી નજરે તો અવિશ્વસનીય જ લાગે કેમ કે પરીક્ષા તો વિદ્યાર્થીઓની હોય તો વાલીઓને આ શિડ્યુલ આપીને શું ફાયદો? જો કે એ વાત પણ નજરઅંદાજ ના જ કરી શકાય કે કદાચ વાલીઓ જ તેમના સંતાનોને શાળામાં નહીં મોકલતા હોય. શાળામાં અભ્યાસ કરતા બાળકોનું વાલીઓના વલણના કારણે વર્ષના બગડે તે માટે શિક્ષકોએ આ પ્રયત્ન પણ તેમના અગાઉના અનુભવોને લીધે જ કર્યો હશે તે વાતમાં પણ કોઈ શંકા નથી.