નશામાં ટલ્લી થઈને મહિલા સાથે આપત્તિજનક હાલતમાં ઝડપાયો પોલીસવાળો, શું છે સત્ય?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો ડેસ્ક: મધ્યપ્રદેશના બૈતુલ શહેરમાં આવેલા સર્કિટ હાઉસની સામે જ એક પોલીસકર્મી એક મહિલા સાથે આપત્તિજનક હાલતમાં પકડાયો હતો. નશામાં ધૂત થઈને એક મહિલા સાથે આવી કફોડી હાલતમાં જોઈને લોકો ભયંકર રોષે ભરાયા હતા. ટલ્લી થઈ ગયેલો આ પોલીસવાળો પણ જાણે કે કોઈ કાયદાનો ડર ના હોય તેમ જાહેરમાં જ કારનામું કરતો હતો. જેના કારણે નાછૂટકે લોકોએ પોલીસને બોલાવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તેને બળજબરીપૂર્વક ત્યાંથી ખસેડવા માટે પ્રયત્ન કર્યો હતો. જો કે આ ટલ્લી પોલીસવાળો તેમને પણ મચક નહોતો આપતો. વાઈરલ થયેલા આ વીડિયો વિશે ભલે લોકો દાવો કરતા હોય કે આ 31 ડિસેમ્બરની રાત્રે ઉજવણીમાં મશગૂલ થયેલા પોલીસકર્મીના નવા વર્ષના પ્રથમ દિવસનો હોય પણ એ સાચું નથી. આ વીડિયો તો સાચો જ છે પણ તે પહેલી જાન્યૂઆરી 2019નો નહીં જુલાઈ 2018 એટલે કે ગયા વર્ષનો છે જેના આધારે પોલીસે જે તે સમયે આ દિલીપ નામના પોલીસકર્મી પર પોલીસસ્ટેશનમાં લઇ જઈને કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવી હતી. સાથે જ એ પણ જાણવા મળ્યું હતું કે તેની સાથે રહેલી આ મહિલા માનસિક અસ્થિર હતી જેથી તે જાણતી જ નહોતી કે તેની સાથે શું થઈ રહયું છે. આ કારણે જ વાસ્તવિકતાથી અજાણ મહિલા કહેતી રહી હતી કે એને ન મારો. 

 

બ્રેકઅપ બાદ નેહા કક્કરે આ એક્ટરને કર્યું પ્રપોઝ? આગની જેમ વાઈરલ આ વીડિયો