સોશિયલ મીડિયામાં રહેલા એન્ટી- ટ્રમ્પ યૂઝર્સ એવી વાતો ને લઈને પણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નિશાને લે છે કે જેની કોઈએ કલ્પના પણ ના કરી હોય. તેમની કેલિફોર્નિયાની રિપબ્લિકન ફંડરેઝર સાથેની મુલાકાત સમયનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે વિમાનમાં છત્રી સાથે ચડતા નજરે ચડે છે. આમ તો આ એક સામાન્ય ઘટના જ હતી પણ અંતમાં ટ્રમ્પે છત્રી સાથે જે કર્યું હતું તેના લીધે જ તેમના વિરોધીઓને પણ ગમતું મળી ગયું હતું. ટ્વિટર પર વાઈરલ થયેલા આ વીડિયોને જોઈને યૂઝર્સે જાત જાતની કોમેન્ટ્સ કરી હતી. કોઈએ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પને છત્રી કઈ રીતે કામ કરે અને તેને બંધ કેમ કરાય તે પણ ખબર નથી. તો કોઈએ તેમના આ વર્તનને આળસનું ઉદાહરણ આપ્યું હતું. જોઈલો વીડિયોમાં કે એવું તે શું થયું હતું છત્રી અને ટ્રમ્પ સાથે કે યૂઝરને કહેવું પડ્યું હતું કે આ આળસ નહીં પણ અજ્ઞાનતા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.