કટકીબાજ ટ્રાફિક પોલીસ, કેબિનમાં ઘૂસીને અને ચાલતી ટ્રકમાં ચઢીને રોકડી કરી, ખુલ્લેઆમ રોડ પર જ ખિસ્સાં ભર્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો રોડ પર ખુલ્લેઆમ કટકી કરતાં ટ્રાફિકના પોલીસકર્મીઓનો છે. કેટલાક ટ્રાફિકકર્મીઓ રોડ પર ટ્રકને રોકી રોકીને રોકડી કરી રહ્યા છે. આ કર્મચારીઓ એક-એક ટ્રક ડ્રાઈવર પાસેથી રૂપિયા લઈ સીધા ખિસ્સાં ભરી રહ્યાં છે. હદ તો ત્યારે થાય છે કે, આ કર્મચારીઓ ટ્રકની કેબિનમાં ઘૂસીને અને ચાલતી ટ્રકમાં ચઢી જઈને લાંચ લે છે. રોડ પર જ ઊભેલી બસમાં બેસેલા કોઈ મુસાફર આ દૃશ્યો તેના કેમેરામાં કેદ કરી લે છે.

અન્ય સમાચારો પણ છે...