તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા કલેક્ટરે પુત્રીને ભણવા માટે સરકારી શાળામાં મૂકી, છે એક જ ઈચ્છા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક તરફ જ્યારે વાલીઓમાં પોતાના સંતાનને સરકારી સ્કૂલોના બદલે મોંઘીદાટ પ્રાઈવેટ શાળાઓમાં મૂકવાની જાણે કે હોડ લાગી ત્યારે એવી કલ્પના પણ ના થાય કે કોઈ સરકારી અધિકારી પોતાના બાળકનું એડમિશન સરકારી શાળામાં કરાવે.તમિલનાડુના તિરુનેલવેલીના મહિલા કલેક્ટર શિલ્પા પ્રભાકર સતીશે તેમની પુત્રીને પ્લે-સ્કૂલમાં મૂકવાના બદલે આંગણવાડીમાં તેનું એડમિશન કરાવ્યું છે. શિલ્પા અહીંના પ્રથમ મહિલા કલેક્ટર છે. તેમનું કહેવું છે કે તેમણે પબ્લિસિટી મેળવવા આમ નથી કર્યું પણ તેઓ દીકરીનો સર્વાંગી વિકાસ થતો જોવા ઇચ્છે છે. શિલ્પા ઇચ્છે છે કે તેમની દીકરી દરેક વર્ગના લોકો સાથે હળી-મળીને રહે. તમને એ પણ જણાવી દઈએ કે આ અગાઉ છત્તીસગઢમાં કલેક્ટર રહેલા અવનીશ શરણે પણ તેમના દીકરાના સર્વાંગી વિકાસ માટે તેનું એડમિશન સરકારી સ્કૂલમાં કરાવ્યું હતું.