તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોંઘીદાટ કાર સાથે સાઇકલ અથડાઈ તો કારનું બોનેટ તૂટ્યું પણ સાઈકલને થયું સામાન્ય જ નુકસાન, લોકોએ કાર કંપનીની મજાક ઉડાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેઇજિંગ | ચીનનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સાઇકલ અને કાર વચ્ચે ટક્કર થઇ ગઇ, જેમાં સાઇકલને કોઇ નુકસાન ન થયું  પણ કારના બોનેટને ઘણું નુકસાન પહોંચ્યું.  આ ટક્કરનો ફોટો સામે આવતાં જ લોકોએ કાર કંપનીની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું. કેટલાક લોકોએ કહ્યું કે શું હવે મોબાઇલ કંપની નોકિયા તેના ફોન્સ જેવી મજબૂત સાઇકલો પણ બનાવવા લાગી છે? તો કેટલાક લોકોએ આ ફોટોઝ અને વીડિયોઝને બનાવટી ગણાવતાં પોલીસે નિવેદન જારી કરી કહ્યું કે ફોટો-વીડિયો બનાવટી નથી. તેમની સાથે કોઇ છેડછાડ નથી કરાઇ. ઘટના શેનજાન શહેરની છે અને સંપૂર્ણપણે સાચી છે. પોલીસે એમ પણ જણાવ્યું કે આ દુર્ઘટનામાં કારચાલક સુરક્ષિત છે પણ સાઇકલચાલકને ઇજા થઇ છે. 

 

આ ઈમોશનલ વીડિયો પણ તમને ચોક્કસ ગમશે જેને જોઈને લોકોએ કહ્યું, 'ગાયે ગોદ લઈ લીધાં કૂતરીનાં બચ્ચાં'​