મત માટે નેતાઓ જે પણ કરે એ ઓછું, કોઈ ઘઉં વાઢે તો કોઈ ઢોલ વગાડે, વાહ વાહી મેળવવા જતાં થાય ફિયાસ્કો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેમ ચોમાસું આવે એટલે બિલાડીના ટોપ ફૂટી નીકળે તેમ જ દેશમાં ચૂંટણી આવે ત્યારે નેતા નામની એક આખી ફોજ ઉતરી જ પડે છે. જ્યાં સુધી પ્રચાર પડઘમ શાંત ના થાય ત્યાં સુધી એ તમને પણ ગમે ત્યાં દેખાશે. કોઈ ખરા બપોરે ઘઉંના પાક વાઢવાના નામે મતને લણવાનો પ્રયત્ન કરતું હશે તો કોઈ પક્ષના બધા જ પ્રોટોકોલ પડતા મૂકીને હાથમાં ઢોલ લઈને ઢોલી બની ગયું હશે. હવે જ્યારે ઈલેક્શન આવે ત્યારે ગરીબની થાળીમાં પુલાવ આવે કે ના આવે પણ ગરીબના ઘરની થાળીમાં બે કોળિયા ખાવાવાળા નેતાજી તો પહોંચી જાય. તો જોઈ લો વીડિયોમાં કે 2019ની લોકસભા ચૂંટણીમાં કેવા કેવા દા'ડા મતદારોને જોવા મળ્યા હતા એ.