બહેનજી, બહેનજી કરીને રડતાં રડતાં કલેક્ટરના પગમાં પડી ગયો ખેડૂત, પણ મેડમે સામેય ન જોયું, સીધાં કારમાં બેસી ગયાં, કાચ ખોલીને રુઆબથી કહ્યું- તમે અત્યારે અહીં બેસો...

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીડિયો ડેસ્કઃ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના એક ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ખેડૂત રડતાં રડતાં કલેક્ટર અનુગ્રહ પી.ના પગમાં પડી જાય છે. જો કે મહિલા કલેક્ટર ખેડૂતને ઈગ્નોર કરીને સીધા કારમાં બેસી જાય છે. આ ખેડૂતે સાડા ચાર મહિના પહેલા ખેતરમાં વીજ કનેક્શન માટે 40 હજાર રૂપિયા ભર્યા હોવા છતાં હજુ સુધી કનેક્શન મળ્યું નથી. પાક સુકાતો હોવાથી ખેડૂત કલેક્ટર કચેરીએ મળવા આવ્યો હતો. જો કે, કલેક્ટરે તેને સમય આપ્યો ન હતો.
અન્ય સમાચારો પણ છે...