તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમી સાથે ભાગેલી પત્નીને પકડીને લાવ્યો પતિ, ગામલોકોએ તેના ખભે બેસાડીને કાઢ્યો વરઘોડો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યપ્રદેશના ઝાબુઆ પાસે આવેલા દેવીગઢમાં એક મહિલા તેના પતિને ખભે બેસાડીને આખા ગામમાં ફરી હતી, જેનો વીડિયો વાઈરલ થતાં જ પોલીસખાતાએ પણ હરકતમાં આવીને બે લોકોની ધરપકડ કરી હતી. પોતાના પતિને તરછોડીને પ્રેમી સાથે ફરાર થઈ ગયેલી આ મહિલા ગુજરાતમાં કોઈ સ્થળે રોકાઈ હતી. આ વાતની માહિતી તેના પતિને મળતાં જ તે તેને પરત ગામમાં લઈ આવ્યો હતો જે બાદ ગામલોકોએ તેને આકરી સજા કરી હતી. પ્રેમી સાથે ભાગેલી આ મહિલાને તેના પતિને ખભે બેસાડીને આખા ગામમાં ફરવા માટે મજબૂર કરી હતી. આ આખા ખેલમાં ગામવાળાઓ પણ જાણે કે કોઈ લગ્નમાં જાનૈયા હોય તેમ જોડાઈને ચિચિયારો પાડીને નાચ્યા હતા. મજબૂર મહિલા જેમ જેમ તેના પતિનો ભાર સહન કરીને આગળ વધતી રહી હતી તેમ તેમ લોકોમાં પણ પિશાચી આનંદ બેવડાતો જતો હતો.