તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરફવર્ષામાં ગર્ભવતીને સૈનિકોએ આ રીતે બચાવીને કરાવી દાખલ, ટ્વિન્સને જન્મ આપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાશ્મીરના બાંદીપોર જિલ્લામાં સખત હિમવર્ષા થઈ રહી હતી તેવામાં એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં જ  તેને તરત જ હોસ્પિટલમાં લઈ  જવી જરૂરી હતી. આ મહિલા અને એનો પતિ ભારે બરફવર્ષા હોવાથી ઘરમાં ફસાયાં હતાં. કોઈએ બાદમાં ભારતીય લશ્કરને આની જાણ કરતાં જ  સૈનિકો તાબડતોબ એમના ઘેર પહોંચી ગયા હતા. બાદમાં આ જવાનોએ પોતાની જાંબાઝી બતાવીને માઈનસ સાત ડિગ્રી તાપમાનમાં પણ તેને  દવાખાને લઈ જવાની કવાયત હાથ ધરી હતી. જવાનોએ સ્ટ્રેચર પર સુવડાવીને લગભગ અઢી કિલોમીટર જેટલું આમ જ ચાલીને રસ્તો પાર કર્યો  હતો સાથે જ તેમણે જ દવાખાનામાં પણ આમ ડોક્ટરની વ્યવસ્થા કરી હતી. તેમના આ કાર્યમાં લોકોએ પણ શક્ય એટલી મદદ જવાનોને કરી   હતી. જે બાદ મહિલાએ ત્યાં ડિલિવરી થતાં ટ્વિન્સને જન્મ આપ્યો હતો. જવાનોની આ જિંદાદીલીનો વીડિયો પણ લોકો શેર કરીને તેમને સલામ  કરી રહ્યા છે.