તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે મહિલા પાઇલટે પહેલી વાર ટેક્સી ટ્રેક પર સૈન્ય વિમાન ઉતાર્યું, આ શરૂઆતને જોવાઈ સિદ્ધિ તરીકે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિસાર | ભારતીય હવાઇ દળના વેસ્ટર્ન એર કમાન્ડના 'ઓટર્સ' સ્ક્વોડ્રને ડોર્નિયર ડી-228 વિમાન પેરેલલ ટેક્સી ટ્રેક (પીટીટી) પર ઉતાર્યું. સિરસામાં તેને પહેલી વાર દેશની મહિલા સ્ક્વોડ્રને સફળતાપૂર્વક અંજામ આપ્યો. પાઇલટ સ્ક્વોડ્રન લીડર કમલજીત કૌર અને કો-પાઇલટ સ્ક્વોડ્રન લીડર રાખી ભંડારીએ વિમાન ઉડાવ્યું અને ઉતાર્યું. આ શરૂઆતને સિદ્ધિ તરીકે જોવાઇ રહી છે. બેંગલુરુમાં 20 ફેબ્રુઆરીથી શરૂ થનારા એરો ઇન્ડિયા 2019માં તેનું પ્રદર્શન કરાશે. નોંધનીય છે કે પેરેલલ ટેક્સી ટ્રેક ઓપરેશન અવરોધરહિત કાર્યવાહી માટે ત્યારે ચલાવાય છે કે જ્યારે દુશ્મન કાર્યવાહી કે અન્ય કોઇ કારણથી રનવે ઉપલબ્ધ નથી હોતો. પીટીટી કાર્યવાહી પડકારજનક હોય છે, કેમ કે પાઇલટે રનવેથી ઓછા પહોળા ટેક્સી ટ્રેક પરથી જ વિમાન ઉડાવવાનું અને ઉતારવાનું હોય છે.