મલેશિયાના દરિયામાં પેદા થયું ચક્રવાત, મિની ટોર્નેડો જેવા તોફાને ફેલાવ્યો આતંક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મલેશિયાના પેનંગ પાસે આવેલા તેનજંગ બુન્ગાહમાં દરિયામાં ઉઠેલા ચક્રવાતે જે બિહામણું દૃશ્ય સર્જ્યું હતું.પાણીનું આવું તોફાન જોઈને લોકોએ તો આ જળવંટોળની સરખામણી મિની ટોર્નેડો સાથે કરી દીધી હતી. અંદાજે 20 કિમી/કલાકની સ્પીડમાં આ ચક્રવાત ટાપુ તરફ ફંટાઈને શહેરમાં ત્રાટક્યું હતું જેના લીધે અંદાજે 50થી પણ વધુ ઘરોને નુકસાન થયું હતું. સોશિયલ મીડિયામાં લોકોએ પણ આ ડરામણા નજારાના વીડિયોઝ અને ફોટોઝ શેર કરીને તેની ભયાનકતાના દર્શાવી હતી.