કારની ડેકીમાંથી બહાર પડ્યો બંધક, ડેશ કેમમાં રેકોર્ડ થઈ શોકિંગ ઘટના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેક્સિકો શહેરની ટ્રાફિકથી ધમધમતી ગલીમાં જે શોકિંગ નજારો કારના ડેશ કેમમાં ઝડપાયો હતો તે જોઈને કારચાલક જ પણ ડરી ગયો હતો. તેની કારની આગળ જ જઈ રહેલી એક કારની ડેકી અચાનક  ખુલે છે જે બાદ તરત જ તેમાંથી એક વ્યક્તિ નીચે રોડ પર પડતું મૂકે છે. સદનસીબે પાછળ અન્ય કોઈ વાહન ના આવતાં હોવાથી તેને કોઈ વધુ ઈજા થઈ નહોતી. તેની હાલત જોઈને જ લોકો સમજી ગયા હતા કે તેને કોઈએ કિડનેપ કર્યો હતો, બાદમાં તેના હાથ બાંધીને કારની ડેકીમાં પૂરી દીધો હતો. જાહેરમાં જ આવા ગુનાને અંજામ આપનાર લોકો તો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે પણ તરત જ આખા વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા સઘન કરી હતી જેથી જલદીથી આરોપીઓને પકડી શકાય. જો કે આખા મામલામાં પોલીસે પણ અપહરણની થિયરીને કોઈ સમર્થન નથી આપ્યું. જો કે વીડિયો જોઈને યૂઝર્સે તે યુવકની સલામતી માટે પ્રાર્થના કરી હતી.