તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવતીએ સામેથી આવતા યુવકને અચાનક જ માર્યો લાફો, થપ્પડકાંડનો વીડિયો થયો વાઈરલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હરિયાણાના કૈથલમાં આવેલી એક કોલેજમાં એક યુવતીએ તેની સામે આવેલા યુવકને સીધો જ તમાચો મારી દીધો હતો જે બાદ બંને વચ્ચે જે મારામારી થઈ હતી તેનો વીડિયો વાઈરલ થવા લાગ્યો હતો. કોલેજ કેમ્પસનું આ થપ્પડકાંડ સોશિયલ મીડિયામાં પણ ગૂંજી ઉઠ્યું છે. મળતી વિગતો મુજબ તે યુવક પર યુવતીએ  અશ્લીલ મેસેજ કરવાનો આરોપ મૂક્યો હતો. પોતાના મિત્રોની સામે જ યુવતીના હાથનો માર ખાઈને તે યુવકે પણ તેને સામે લાફો માર્યો હતો જેના લીધે તે સીધી જ નીચે પટકાઈ હતી. વાત વણસતાં તે યુવકે પણ તેના કરેલા મેસેજનો પુરાવો માગ્યો હતો. આખી બબાલમાં બંનેનાં જૂથ આમનેસામને આવી ગયાં હતાં. કોઈએ આખી ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી લીધો હતો જે બાદમાં વાઈરલ થવા લાગ્યો હતો.  જો કે પોલીસે આ મામલે કોઈ ફરિયાદ થઈ હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો.