તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી દવાખાનામાં નર્સોએ ઓન ડ્યૂટીએ માણી થર્ટી ફર્સ્ટની ડાન્સ પાર્ટી, વીડિયો જોઈને હવે જાગ્યા સત્તાવાળાઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ ડાન્સ પાર્ટીએ એ કોઈ પ્રાઇવેટ પ્લેસ પર નહીં પણ એકે સરકારી દવાખાનામાં યોજાઈ હતી.  UPના મુરાદાબાદમાં આવેલી જિલ્લા સરકારી હોસ્પિટલમાં 31 ડિસેમ્બરે રાત્રે ફરજ પર હાજર નર્સોએ આ રીતે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી હતી. મોબાઈલમાં ડીજેના સોંગ ફુલ વોલ્યુમમાં પ્લે કરીને તેઓ ત્યાં દાખલ થયેલા નવજાતોની ચિંતા કર્યા વિના નાચવામાં મશગુલ થઈ ગઈ હતી. સરકારી દવાખાનામાં યોજાયેલી આ પ્રાઇવેટ ડાન્સ પાર્ટીનો વીડિયો વાઈરલ થતાં જ હોસ્પિટલના સત્તાવાળાઓ પણ સફાળા જાગ્યા હતા અને વીડિયોમાં દેખાતી દરેક નર્સને નોટિસો પણ આપી હતી.સૌથી વિચલિત કરી દે તેવી વાત એ હતી કે આ પાર્ટીના સમયે ત્યાં પાંચ બાળકો આઈસીયુમાં દાખલ હતા જેમની તબિયત પણ આ હાઈ વોલ્યુમમાં ગીતો વગાડીને કરેલા નોઈઝથી વધુ લથડી શકતી હતી.