ગરીબોને મફતમાં ઈડલી ખવડાવે છે 70 વર્ષીય અમ્મા, પૈસો જ સર્વસ્વ નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુનિયામાં એક તરફ જ્યાં વેપારમાં પૈસા જ સર્વસ્વ ગણતા હોય તેવા લોકો જોવા મળતા હોય ત્યાં કોઈ ખોટનો ધંધો સાબિત થાય તેવી સેવા કરતું જોવા મળે તો ચોક્કસ તેની સામે આશ્ચર્યની સાથે જ અહોભાવની લાગણી ઉત્પન્ન થાય જ. તમિળનાડુના રામેશ્વરમમાં આવેલા અગ્નિતીર્થમમાં ઈડલી અને અન્ય નાસ્તાની દુકાન ચલાવનારાં 70 વર્ષીય રાની અમ્મા પણ આમાંનાં જ એક કહી શકાય. સામાન્ય રીતે તો તેઓ માર્કેટ ભાવ મુજબ જ ત્રીસ રૂ.ના ભાવે તેમના ગ્રાહકોને ઈડલી આપે છે. જો કે, તેમને કોઈ ગરીબ કે નિરાધાર દેખાય તો તેઓ એક પણ રૂપિયો લેતાં નથી. પોતાની આવી સેવા વિશે વાત કરતાં રાની અમ્માએ જણાવ્યું હતું કે તેમના માટે ક્યારેય પૈસો સર્વસ્વ રહ્યો નથી. તેઓએ ક્યારેય પણ રૂપિયા માટે થઈને કોઈને ભૂખ્યા પેટે પરત પણ મોકલ્યો નથી. આજની તારીખે પણ તેઓ તેમની દુકાનમાં દરેક વસ્તુ ચૂલા પર જ લાકડાં સળગાવીને બનાવે છે. 

અન્ય સમાચારો પણ છે...