ચીન કરતાં વધુ ભારત પર નજર રાખે છે અમેરિકા:તમારી દરેક ચેટ, રીલ અને પોસ્ટ પર દેશમાં જ નહીં વિદેશથી પણ નજર રાખવામાં આવી રહી છે

14 દિવસ પહેલા

ભારતની ગુપ્તચર એજન્સી RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) મોરેશિયસ જઈને લોકોના ઈન્ટરનેટ એકાઉન્ટમાં જાસૂસીને લઈને વિવાદોમાં ફસાઈ ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં જ લોકોનાં ઇન્ટરનેટની સરકારી એજન્સીઓ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે? તમે તેના વિશે સાંભળ્યું હશે…પરંતુ શું તમે તે જાણો છો કે અમેરિકાની ગુપ્તચર સંસ્થા NSA પણ તમારા ઈ-મેલ કે વોટ્સએપ ચેટ પર નજર રાખે છે?

2013માં NSAનાં પૂર્વ કર્મચારી એડવર્ડ સ્નોડેનના લીક થયેલા દસ્તાવેજોમાં બહાર આવ્યું હતું કે અમેરિકા સમગ્ર વિશ્વમાં ફાઈબર ઓપ્ટિક ટેપ દ્વારા લોકોના ઈન્ટરનેટ ટ્રાફિક પર નજર રાખે છે. ખાસ વાત એ છે કે આ દસ્તાવેજોમાં લીક થયેલા નકશા અનુસાર અમેરિકાની ગુપ્તચર એજન્સી પાસે ચીન કરતા પણ વધુ ડેટા ભારત અને પાકિસ્તાન પાસેથી એકત્રિત કરે છે. તે સમયે અમેરિકાની વોચ લિસ્ટમાં ભારત 5મા ક્રમે હોવાનું બહાર આવ્યું હતું. અમેરિકાએ ભારત પાસેથી 63 કરોડની ગુપ્ત માહિતી લીધી હતી. પરંતુ ત્યારથી આજ સુધી કોઈ સરકાર અથવા વિરોધ પક્ષે તેની સામે અવાજ ઉઠાવ્યો નથી. કારણ… સરકાર પોતે પણ તમારા ડેટા પર નજર રાખે છે.

અમેરિકાની ગુપ્તચર એજન્સી પાસે ચીન કરતા પણ વધુ ડેટા ભારત અને પાકિસ્તાન પાસેથી એકત્રિત કરે છે.
અમેરિકાની ગુપ્તચર એજન્સી પાસે ચીન કરતા પણ વધુ ડેટા ભારત અને પાકિસ્તાન પાસેથી એકત્રિત કરે છે.

તમારી ઇન્સ્ટાગ્રામ રીલ અથવા ફેસબુક પોસ્ટ પર કોણ નજર રાખે છે? આ કેવી રીતે થાય છે અને શું આમ કરવું તે કાયદેસર છે? જાણો, તમારા આ બધા સવાલોના જવાબ...

પહેલા જાણી લો, મોરેશિયસને લઈને હોબાળો કેમ થયો છે

ચીન ટેલિકોમ ઈન્ટેલિજન્સ બેઝ બનાવી રહ્યું હતું

પહેલેથી જ વિવોદોમાં ઘેરાયેલી ચીનની ટેલિકોમ કંપની હઆવેઈ પર મોરેશિયસને પણ આશંકા છે.
પહેલેથી જ વિવોદોમાં ઘેરાયેલી ચીનની ટેલિકોમ કંપની હઆવેઈ પર મોરેશિયસને પણ આશંકા છે.

2015માં ચીનની ટેલિકોમ કંપની Huawei ને મોરેશિયસની રાજધાનીમાં સર્વેલન્સ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આમાં મોરેશિયસ ટેલિકોમ કંપનીના સીઈઓ અને વડાપ્રધાન પ્રવિંદ જગનાથના નજીકના શેરી સિંહની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવતી હતી. આ પ્રોજેક્ટ પર કામ દરમિયાન જ હ્યુઆવેઈને મોરેશિયસનું બીજું સૌથી મોટું શહેર રોડ્રિગ્સ સુધી હાઈ સ્પીડ ઈન્ટરનેટ પહોંચાડવા માટે 700 કિમી અંડર-સી ઈન્ટરનેટ કેબલ નાખવાનો કોન્ટ્રાક્ટ પણ મળ્યો હતો. એવી આશંકાઓ થવા લાગી કે આ બહાને ચીન મોરેશિયસમાં પોતાનો ટેલિકોમ્યુનિકેશન ઈન્ટેલિજન્સ બેઝ સ્થાપી શકે છે. સૌથી મોટો ખતરો આગાલેગા ટાપુ પર ભારતના નિર્મિત મેરીટાઇમ ઇન્ટેલિજન્સ બેઝ માટે હતો.

ભારતને સીધુ જોખમ હતુ… RAWની હાજરીના ખુલાસા પર વિવાદ

ગયા મહિને, મોરેશિયસ ટેલિકોમના સીઈઓ શેરી સિંહે રાજીનામું આપી દીધું હતું કે વડાપ્રધાને તેમને આદેશ આપ્યો હતો કે ભારતીય ગુપ્તચર એજન્સીને બેઇ-ડુ-જાકાટે ટાપુ પર બનેલા સબમરીન કેબલ સ્ટેશનની ઍક્સેસ આપવામાં આવે. આ મોરેશિયસના વિરોધ પક્ષોએ તને દેશના સાર્વભૌમત્વ સામે ખતરો દર્શાવીને વડાપ્રધાનના રાજીનામાની માંગણી કરી હતી. વડાપ્રધાન પ્રવિંદ જગુનાથે ખુલ્લેઆમ કહ્યું છે કે ચીનના ઈરાદા પર શંકા હોવાથી તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી હતી. જો કે હજુ સુધી ભારતે આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

હવે જાણો, ઇન્ટરનેટ જાસૂસી કેવી છે અને તેનો ઇતિહાસ કેટલો જૂનો છે

ઈન્ટરનેટ પર દેખરેખ ભારતમાં પણ કોઈ નવી વાત નથી.

શું કાયદા હેઠળ છે ઈન્ટરનેટની દેખરેખ?

રાષ્ટ્રીય સુરક્ષા માટે ગોપનીયતાનું ઉલ્લંઘન
​​​​​​​ઈન્ટરનેટ પર નજર રાખનારા તમામ દેશો દાવો કરે છે કે તે રાષ્ટ્રીય સુરક્ષા માટે આ જરૂરી છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે ડેટાના દરિયામાંથી મળેલા મેસેજના આધારે ઘણી મોટી આતંકી ઘટનાઓને પણ અટકાવવામાં આવી છે. જો કે, આમાંથી કોઈ નક્કર ડેટા ઉપલબ્ધ નથી.

અન્ય સમાચારો પણ છે...