કરિયર ફંડા10 મિનિટમાં દૈનિક ઉપયોગના 7 ઇંગ્લિશ વાક્ય:નાના વાક્યોથી પ્રેક્ટિસ શરૂ કરીને ઇંગ્લિશ પર સારી પકડ બનાવી શકો છો

15 દિવસ પહેલા

કરિયર ફંડામાં સ્વાગત છે!

ઇંગ્લિશ ફની (funny) લેન્ગવેજ છે - ‘fat chance’( એટલે કોઈ વસ્તુની ન હોવાની સંભાવના) અને ‘slim chance’બંનેનો અર્થ એક જ છે - જે ગુસ્તાવ વ્હાઇટ

... યુ સી સર, આઈ કેન ટોક ઇંગ્લિશ, આઈ કેન વોક ઇંગ્લિશ, આઈ કેન લાફ ઇંગ્લિશ, આઈ કેન રન ઇંગ્લિશ, બિકોઝ ઇંગ્લિશ ઇઝ અ ફની લેન્ગવેજ...

આ સંવાદ 1982માં 'પ્રકાશ મહેરા' દ્વારા નિર્દેશિત ફિલ્મ 'નમક હલાલ'નો છે, જેમાં 'અમિતાભ બચ્ચન' દ્વારા ભજવવામાં આવેલ પાત્ર અર્જુન સિંહ નોકરી મેળવવા માટે તેના એમ્પ્લોયરને અંગ્રેજીમાં બોલીને સંભળાવે છે. લેખક ગુસ્તાવ વ્હાઇટ પણ અમિતાભ બચ્ચન સાથે સહમત જણાય છે. તો શું તમે બધા આ ફની ભાષા શીખવા માટે તૈયાર છો?

ઇંગ્લિશ શીખવાની સિરીઝની સફળતાને જોતા, ફંડા '10 મિનિટમાં દૈનિક ઉપયોગના 7 અંગ્રેજી વાક્યો' સિરીઝનો આગામી અંક છે. પાછલા લેખમાં આપણે જોયું કે કેવી રીતે કોઈની અલગ અલગ રીતે માફી માગવી, પ્રથમ વખત મળવા પર તેની સુખાકારી વિશે કેવી રીતે પૂછવું, ખોરાક અને આવશ્યક વસ્તુઓ કેવી રીતે પૂછવી, હવે આગળ...

સાત ઉપયોગી ઇંગ્લિશ વાક્ય
1) પહેલું વાક્ય

How was your day?
એટલે કે "તમારો દિવસ કેવો રહ્યો"? આ પ્રકારના વાક્યોનો ઉપયોગ કંઈક અથવા કોઈનો અનુભવ પૂછવા માટે થઈ શકે છે. ઉદાહરણ તરીકે -
1. How was the movie? - મૂવી કેવી હતી?
2. How was the place? Did you like it? - એ જગ્યા કેવી હતી જે તમને પસંદ આવી?

2) બીજું વાક્ય
What’s for lunch?
આ પ્રકારના વાક્યનો ઉપયોગ લંચ, ડિનર, નાસ્તો અથવા અન્ય કંઈપણ માટે 'ત્યાં શું છે' પૂછવા માટે થઈ શકે છે. ઉદાહરણ તરીકે -

1. What’s in there? - ત્યાં અંદર શું છે?
2. What’s up? - શું ચાલી રહ્યું છે?

3) ત્રીજું વાક્ય
Is Dixit sir available? Or Can I meet Dixit sir?

આ પ્રકારના વાક્યનો ઉપયોગ કોઈને મળવા માટે, કોઈ વસ્તુની ઉપલબ્ધતા વિશે પૂછવા માટે થાય છે. ઉદાહરણ તરીકે -

1. Is ‘confirm reservation’ available in train tonight? - શું આજની રાતની ટ્રેનમાં કન્ફર્મ રિઝર્વેશન અવેલેબલ છે?
2. Is exercise allowed in your campus? - શું તમારા કેમ્પસમાં કસરત કરી શકાય છે?

4) ચોથું વાક્ય
Rahul, go to market and bring vegetables.

એટલે કે રાહુલ બજારમાં જઈને શાકભાજી લઈ આવ. આ પ્રકારના વાક્યનો ઉપયોગ 'ક્યાંકથી' 'કંઈક લાવો' કહેવા માટે થાય છે. ઉદાહરણ તરીકે -

1. Montu, go to kitchen and bring the knife. - મોન્ટુ રસોડામાં જઈને છરી લઈ આવ.
2. Ritu, go to Mumbai and bring back the furniture. - રીતુ, મુંબઈ જઈને ફર્નીચર પાછું લઈ આવ.

5) પાંચમું વાક્ય
Where have you been?
- તમે કયાં હતા? અથવા તમે ક્યાં ગયા હતા?

કોઈને પૂછવું કે તે ક્યાં ગયો (અથવા તેણે કંઈક ક્યાં મૂક્યું). ઉદાહરણ -

1. Where have you put the mobile?- મોબાઈલ ક્યાં મૂક્યો છે?
2. Where have you kept my clothing? - તમે મારા કપડાં ક્યાં મૂક્યા છે?

6) છઠ્ઠું વાક્ય
Have you completed the work? -
શું તમે તે કામ કર્યું છે?

આ પ્રકારના વાક્યનો ઉપયોગ એ પૂછવા માટે થાય છે કે શું કોઈએ કાર્ય પૂર્ણ કર્યું છે કે નહીં. ઉદાહરણ -
1. Have you submitted the light-bill online? - શું તમે તમારું લાઈટ બિલ ઓનલાઈન જમા કર્યું છે?
2. Do we have to go tomorrow? - શું આપણે કાલે જઈશું?

7) સાતમું વાક્ય
Today, we are going to have a dance show!-
આજે, અહીં એક ડાન્સ-શો થવાનો છે!

આ પ્રકારના વાક્યનો ઉપયોગ કંઈક જાહેર કરવા માટે થાય છે. ઉદાહરણ તરીકે -

1. Today, I am going to present a poem! - આજે, હું એક કવિતા સંભળાવવા જઈ રહ્યો છું!
2. Today, we will present a play! - આજે અમે એક નાટક રજૂ કરીશું!

તો આજનો કરિયર ફંડા એ છે કે નાના વાક્યોથી પ્રેક્ટિસ શરૂ કરીને તમે ઇંગ્લિશ પર સારી પકડ બનાવી શકશો.

કરીને બતાવીશું!

અન્ય સમાચારો પણ છે...