2021નું વર્ષ આંકડામાં...:ભારતે ઓલિમ્પિકમાં જીત્યા 7 મેડલ, 100 કરોડ દેશવાસીઓનો વેક્સિનેશન રેકોર્ડ, રોકાણકારોના 6.79 લાખ કરોડ ડૂબ્યા

7 મહિનો પહેલાલેખક: આબિદ ખાન
  • કૉપી લિંક

2021નું વર્ષ વિદાય લઈ રહ્યું છે. આંકડાઓની દૃષ્ટિએ આ વર્ષ ઊથલપાથલથી ભરેલું રહ્યું. મે મહિનામાં આપણે કોરોનાને કારણે રેકોર્ડ મૃત્યુ જોયાં, ત્યાર બાદ સપ્ટેમ્બરમાં આપણે કોરોનાનો સામનો કરવા માટે વેક્સિનના ડોઝ લગાવવાનો રેકોર્ડ બનાવ્યો. દરમિયાન જુલાઈ-ઓગસ્ટમાં ઓલિમ્પિકમાં 7 મેડલ જીતીને રેકોર્ડ બનાવ્યો હતો. ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.

કોરોનાના રેકોર્ડ આંકડાઓ વચ્ચે 2021 જતાં-જતાં એક સારા સમાચાર આપીને ગયું છે. નવેમ્બરમાં આવેલા ફેમિલી હેલ્થ સર્વેમાં ઘટસ્ફોટ થયો હતો કે દેશમાં પહેલીવાર મહિલાઓની વસતિ પુરુષો કરતાં વધી ગઈ છે. અત્યારે દેશમાં 1000 પુરુષે 1020 મહિલા છે.

તો ચાલો, જાણીએ કે આંકડાઓ પ્રમાણે 2021નું વર્ષ કેવું રહ્યું.....

અન્ય સમાચારો પણ છે...