ભાસ્કર ઈન્ડેપ્થ:શી જિનપિંગને ગંભીર માનસિક બીમારી છે, બાઈડન ડગમગી રહ્યા છે; પુતિનને પણ કેન્સર હોવાના સમાચાર છે

16 દિવસ પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી

યુક્રેનમાં લોહિયાળ યુદ્ધ ચાલુ છે. વિશ્વ હજુ પણ મહામારીમાંથી બહાર આવી રહ્યું છે. મોંઘવારી તેની ટોચ પર છે. વિશ્વને આવી સ્થિતિમાં પહોંચાડવા અથવા તેમાંથી બહાર કાઢવા માટે જવાબદાર ત્રણ મહાસત્તા દેશોના સર્વોચ્ચ નેતાઓ ગંભીર રીતે બીમાર હોવાના અહેવાલો મળી રહ્યા છે.

આજે ભાસ્કર ઈન્ડેપ્થમાં જાણીશું કે ચીનના જિનપિંગ, અમેરિકાના બાઈડન અને રશિયાના પુતિન કઈ ગંભીર બીમારીઓ સામે લડી રહ્યા છે અને તેનાથી મુશ્કેલીઓ કેવી રીતે વધી શકે છે?

1. શી જિનપિંગઃ ચીનના રાષ્ટ્રપતિ

કઈ બીમારી છે?

68 વર્ષીય ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 'સેરેબ્રલ એન્યુરિઝમ'થી પીડિત હોવાનું કહેવાય છે. જેના કારણે પીડિત વ્યક્તિના મગજની નસો નબળી પડી જાય છે અને ફૂલી જાય છે. તે ફાટી જવાથી માથાનો દુખાવો, ઉલ્ટી, ગરદનમાં જકડાઈ જાય છે. વ્યક્તિ સુસ્ત બની જાય છે અને તેને ચાલવામાં તકલીફ પડે છે.

ક્યાં જોવા મળ્યા સંકેત ?

  • માર્ચ 2019માં ઈટાલીના પ્રવાસ દરમિયાન તેમના પગ લથડતા હતા, બાદમાં જ્યારે તેઓ ફ્રાન્સ પહોંચ્યા ત્યારે તેમને બેસવા માટે પણ મદદ લેવી પડી હતી.
  • એ જ રીતે, ઓક્ટોબર 2020 માં શેનઝેનમાં એક ભાષણ દરમિયાન, તેમનો અવાજ ખૂબ જ ધીમો હતો અને તેઓ ઉધરસ ખાઈ રહ્યા હતા. પછી તેઓ બીમાર થવાની આશંકા વધી ગઈ હતી.
  • તેમણે કોરોનાની લહેર સમાપ્ત થયા પછી પણ વિદેશી નેતાઓને મળવાનું ટાળ્યું હતું. લાંબા સમય પછી, તે બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકમાં દેખાયા હતા.

દેશ કઈ સ્થિતિમાં છે?

છેલ્લા કેટલાક સમયથી ચીનનું અર્થતંત્ર ખરાબ રીતે ડગમગી રહ્યું છે. યુક્રેન યુદ્ધના કારણે ચીનમાં ગેસ અને ઓઈલની કિંમતો ખુબ જ વધી ગઈ છે. જીરો કોવિડ પોલિસીને કારણે અર્થતંત્ર મુશ્કાલીમાં મુકાઈ ગયું છે. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ દ્વારા ચીને વિશ્વભરમાં દેવું વહેંચ્યું છે. ચીનની કંપનીઓ પર સરકારી પાયમાલી વધી રહી છે. આ તમામની જવાબદારી શી જિનપિંગના ખભા પર છે અને તેઓ તેમના ત્રીજા કાર્યકાળની રાહ જોઈ રહ્યા છે.

2. જો બાઈડન: અમેરિકાના રાષ્ટ્રપતિ

કયો રોગ?

79 વર્ષીય અમેરિકલ રાષ્ટ્રપતિ જો બાઈડન વૃદ્ધાવસ્થાના રોગોથી ઘેરાયેલા છે. કેટલાક રિપોર્ટ્સમાં તેમને ડિમેન્શિયાના દર્દી તરીકે જણાવવામાં આવી રહ્યા છે. બાઈડનને 1988માં 'બ્રેન એન્યુરિઝમ' પણ થયું હતું, જેના માટે તેમની સારવાર કરવામાં આવી છે. તે ફરીથી થવાની માત્ર 20% શક્યતા છે. અમેરિકન ફેડરેશન ફોર એજિંગ રિસર્ચના એક એકેડમીક પેપર મુજબ, 79% શક્યતા એવી છે કે બાઈડન રાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળ સુધી જીવીત રહી શકશે.

ક્યાં જોવા મળ્યા સંકેત?

  • 15 એપ્રિલ, 2022ના રોજ, બાઈડન યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા, નોર્થ કેરોલિનામાં ભાષણ આપી રહ્યા હતા. ભાષણ સમાપ્ત થયા પછી બાઈડેન એકલા જ હવામાં હાથ મિલાવતા જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં બાઈડન સાથે સ્ટેજ શેર કરવા માટે કોઈ નહોતું.
  • આ અગાઉ, વ્હાઇટ હાઉસના એક કાર્યક્રમમાં પણ બાઈડન ખૂબ જ વિચલિત દેખાયા હતા. તે કાર્યક્રમમાં બરાક ઓબામા પણ હાજર હતા. બાઈડનના ટીકાકારો તેમને 'સ્લીપી જો' પણ કહે છે.

દેશ કઈ સ્થિતિમાં છે?

અત્યારે અમેરિકા સામે સૌથી મોટો પડકાર રશિયા-યુક્રેન યુદ્ધ અને તેના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ છે. રશિયા પ્રતિબંધોને ધ્યાનમાં લીધા વિના મનસ્વી રીતે વર્તે છે. વિશ્વભરમાં ચીજ-વસ્તુઓના ભાવ વધી ગયા છે. અમેરિકા પણ તેમાં અપવાદ નથી. કોરોના બાદ જીડીપીને વેગ આપવા, નોકરીઓનું સર્જન કરવા, મહામારીને રોકવા અને વૈશ્વિક શાંતિ માટે પગલાં ભરવાની જવાબદારી જો બાઈડનના ખભા પર છે.

3. વ્લાદિમીર પુટિન: રશિયાના રાષ્ટ્રપતિ

કયો રોગ?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, 69, તેમના સ્વાસ્થ્ય વિશે ખૂબ જ ગુપ્તતા જાળવે છે. તેથી જ તેમના ફોટા અને વીડિયો દ્વારા તેના સ્વાસ્થ્યને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. હાલના કેટલાક અહેવાલોમાં, તેમને થાઇરોઇડ કેન્સર હોવાનું જણાવવામાં આવ્યું છે. કેટલાક અહેવાલોમાં તેમને પાર્કિન્સન રોગથી પીડિત હોવાનું પણ કહેવાય છે. તે એક પ્રકારની માનસિક બીમારી છે, જેમાં વ્યક્તિને ચાલવામાં તકલીફ, શરીર ધ્રુજારી, સંતુલનની સમસ્યા થાય છે.

કયાં જોવા મળ્યો સંકેત?

  • હાલમાં જ પુતિનના બે વીડિયો વાયરલ થયા હતા. પહેલો વીડિયો બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો હાથ મિલાવતા દરમિયાનનો છે. વીડિયોમાં લુકાશેન્કોની રાહ જોતા પુતિનના હાથ તીવ્રતાથી ધ્રૂજી રહ્યા છે. ધ્રુજારીને રોકવા માટે, તેઓ પોતાના હાથ પોતાની છાતી પર મૂકે છે અને લુકાશેન્કોની તરફ જતા ડગમગી જાય છે.
  • અગાઉ, 12 મિનિટના વીડિયોમાં, પુતિન રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુ સાથેની બેઠક દરમિયાન ટેબલનો એક ખૂણો પકડીને બેઠેલા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમના હાથનો અંગૂઠો અને પગ હલતા હતા. તે એકદમ ઢીલી મુદ્રામાં બેઠા હતા. પુતિનનો ચહેરો સૂજી ગયેલો દેખાતો હતો. બોલતી વખતે તેનો અવાજ પણ કાંપી રહ્યો હતો.
  • એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મોસ્કોની સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલના સર્જન યેવગેની સેલિવાનોવ કાળા સમુદ્રના કિનારે આવેલે પુતિનના મહેલમાં પુતિનની મુલાકાત લેવા 35 વખત જઈ ચુક્યા છે. સેલિવાનોવ થાઇરોઇડ કેન્સરના નિષ્ણાત છે.

દેશ કઈ સ્થિતિમાં છે?

યુક્રેન પર રશિયાના આક્રમણને અઢી મહિના થઈ ગયા છે. યુદ્ધથી અત્યાર સુધી રશિયાને માત્ર નિરાશા જ હાથે લાગી છે. પશ્ચિમી દેશોના પ્રતિબંધો બાદ રશિયાની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. રશિયન ચલણ-રૂબલ નબળો પડી રહ્યો છે. ઘણા દેશોએ રશિયા સાથે રાજદ્વારી સંબંધો પણ તોડી નાખ્યા છે. આ બધા માટે પુતિનને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...