• Home
  • Dvb Original
  • World (India) Population Projections 2100 Update | What Will Be World And India Population Be In 2100? Everything Thing You Need To Know In Latest Research

ભાસ્કર ડેટા સ્ટોરી / વર્ષ 2100 સુધી ભારતમાં વસ્તી ઘટીને 109 કરોડ થશે, સૌથી વધુ વસ્તી વાળા ચીનમાં 80 વર્ષ પછી જનસંખ્યા અડધી થઈ જશે

X

  • 2048માં ભારતની વસ્તી દુનિયામાં સૌથી વધુ 160 કરોડ હશે, ત્યારપછી 32% ઘટીને 109 કરોડ થઈ જશે
  • 2100 સુધી ચીનની વસ્તી ઘટીને લગભગ અડધી થઈ જશે, વર્કિંગ એજ પોપ્યુલેશન પણ 65% ઘટશે

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 02:40 PM IST

નવી દિલ્હી. તાજેતરમાં જાહેર કરાયેલા લેન્સેટના રિપોર્ટ કહેવાયું છે કે, દુનિયાની વસ્તી 2064માં પીક પર હશે. ત્યારપછી વસ્તી ઘટવા લાગશે. આ પહેલા UNએ 2100માં તેના પીક પર પહોંચવાનું અનુમાન લગાવ્યું હતું. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે,2064માં દુનિયાની વસ્તી 973 કરોડ થઈ જશે. વર્ષ 2100 સુધી તે ઘટીને 879 કરોડ થઈ જશે. ભારત દુનિયાની સૌથી વધુ વસ્તીવાળો દેશ હશે. પરંતુ તેની વસ્તી 2048 પછી ઘટવા લાગશે.

આ ગ્લોબલ પોપ્યુલેશન પ્રોજેક્શન રિપોર્ટમાં આવનારા 80 વર્ષોમાં દુનિયાની વસ્તી અંગે ઘણા ફેક્ટ્સ છે. જેમ કે આવનારા 80 વર્ષ પછી ભારત અને દુનિયાના અન્ય દેશોની વસ્તી કેટલી હશે. ક્યાં સુધી વધશે અને ક્યારથી ઘટશે? કયા દેશોની વસ્તી ઝડપથી ઘટશે? કયા એવા દેશ છે જેની વસ્તી હાલની વસ્તી કરતા અડધી થઈ જશે?

ગ્લોબલ ફર્ટીલિટી રેટ વર્ષ 2100 સુધી ઘટીને 1.66 થઈ જશે. ભારત સહિત દુનિયાના એ દેશોમાં ફર્ટિલિટી રેટ 70% સુધી ઘટી જશે જેમની વસ્તી વધુ છે. 2100 ભારતના ફર્ટિલિટી રેટમાં 68% સુધી ઘટી જશે. 138 કરોડ વસ્તી વાળા દેશ ભારતમાં 2100 સુધી 28% લોકો ઘટી જશે.

સૌથી વધુ વસ્તી વાળા દેશમાં સામેલ રશિયા, જાપાન, બ્રાઝિલ 2100 સુધી ટોપ ટેનની બહાર થઈ જશે
21 કરોડની વસ્તીવાળો દેશ બ્રાઝિલ વસ્તી પ્રમાણે જોવા જઈએ તો હાલ દુનિયાનો છઠ્ઠો સૌથી મોટો દેશ છે. વર્ષ 2100માં તેની વસ્તી ઘટીને 16.5 કરોડ રહી જશે. જાપાની વસ્તી 80 વર્ષમાં અડધાથી ઓછી 6 કરોડ થઈ જશે અને તે દુનિયામાં 38માં નંબરે આવી જશે. 2017 પછી રશિયા અને જાપાનની વસ્તી સતત ઘટી રહી છે.

પાકિસ્તાનને બાદ કરતા દક્ષિણ એશિયાના દરેક દેશની વસ્તી ઘટશે
વર્ષ 2100માં પાકિસ્તાનને બાદ કરતા દક્ષિણ એશિયાના તમામ દેશોની વસ્તી હાલની તુલનામાં ઓછી હશે. ભારતની વસ્તી આજની તુલનામાં લગભગ 21% ઓછી હશે તો બાંગ્લાદેશમાં હાલની તુલનામાં અડધા લોકો જ રહી જશે. સાથે જ પાકિસ્તાનની વસ્તી 80 વર્ષ પછી 16% વધશે. જો કે ત્યાં પીક 2062માં આવશે. જ્યારે ત્યાં આજની તુલનામાં લગભગ 47% વધુ વસ્તી હશે.

2100 સુધી ચીનની વસ્તી લગભગ અડધી થઈ જશે. ભારતની વસ્તી 32% ઘટશે. બાંગ્લાદેશની વસ્તી પણ લગભગ અડધી થઈ જશે. જ્યારે ઈન્ડોનેશિયાની વસ્તી સામાન્ય ઘટશે. તો પાકિસ્તાનની વધશે. ત્યારપછી પણ બાંગ્લાદેશને બાદ કરતા એશિયાના આ પાંચ દેશમાંથી ચાર દેશ વિશ્વના સૌથી વધુ વસ્તી વાળા દેશોમાં હાલની જેમ જળવાઈ રહેશે. પાકિસ્તાન ઈન્ડોનેશિયાથી આગળ વધી જશે, પરંતુ એશિયાના સૌથી વધુ વસ્તીવાળા પાંચ દેશોના લિસ્ટમાં કોઈ ફેરફાર નહીં થાય.

2017માં દુનિયાના સૌથી વધુ વસ્તીવાળા 10 દેશોમાંથી ચાર દેશ જાપાન, રશિયા, બાંગ્લાદેશ અને બ્રાઝિલ 2100માં ટોપ 10માંથી બહાર થઈ જશે.2100માં તેમની જગ્યા, ટાન્ઝાનિયા, મિસ્ત્ર, ઈથોપિયા અને કાંગો દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા દસ દેશમાં સામેલ હશે. હાલ કાંગોની વસ્તી 8 કરોડ 80 લાખ છે. તે વસ્તી પ્રમાણે 18માં નંબરે છે.
ઈથોપિયાની વસ્તી હાલ 10 કરોડ 2 લાખ છે જે દુનિયામાં 13માં નંબરે છે, મિસ્ત્રની વસ્તી હાલ 9 કરોડ 60 લાખ છે જે દુનિયામાં 14માં નંબરે છે અને ટાન્ઝાનિયાની વસ્તી 5 કરોડ 30 લાખ છે જે દુનિયામાં 24 નંબરે છે. મિસ્ત્રને બાદ કરતા બાકી ત્રણ દેશ આફ્રીકાથી છે.

વર્કિંગ એજ પોપ્યુલેશન એટલે કે 20-64 વર્ષની ઉંમરના લોકોની વસ્તી. 2100માં ભારત વર્કિંગ એજ પોપ્યુલેશનમાં પણ દુનિયામાં નંબર એક પર હશે. ચીનની વર્કિંગ એજ પોપ્યુલેશન લગભગ 70% ઘટશે પણ ચીનની જનસંખ્યા વધુ હોવાના કારણે, તે 2100માં પણ દુનિયામાં બીજા નંબરે ટકી રહેશે.

નોંધ- 2017માં ચાઈલ્ડ એજ પોપ્યુલેશન અને વર્કિંગ એજ પોપ્યુલેશન વર્લ્ડ બેન્ક પ્રમાણે છે. જે 0-14 અને 15-64 હોય છે. લેન્ટસના રિપોર્ટમાં આ 0-19 અને 20-65 લેવાયા છે. 2017ની તુલનામાં 2100ના પ્રોજેક્શનના અંતરમાં થોડો ફેરફાર થઈ શકે છે.

પહેલા પણ રિસર્ચમાં જોવા મળ્યું છે કે દર સદીમાં, દર દેશની સામે બે વખત ઉતાર-ચઢાવ આવે છે. એક વખત વસ્તી ઘટે છે જ્યારે એક જ સદીમાં બીજી વખત વસ્તી વધે છે. જે વર્ષમાં સૌથી વધુ હોય છે તેને પીક યર પોપ્યુલેશ કહેવાય છે. ચીનમાં સૌથી વધુ વસ્તી હાલના દાયકમાં વધી રહી છે.
જાપાનમાં પીક યર 2017માં હતું, સ્પેન અને થાઈલેન્ડ પણ પીક યર ક્રોસ કરી ચુક્યા છે. હવે આ પોઈન્ટથી વસ્તી ઘટશે. ગ્લોબલ લાઈફ એક્સપેક્ટેન્સી 70-80 વર્ષની હોય છે, એટલા માટે આવનારા 50 વર્ષથી 80 વર્ષ સુધી આ તમામ દેશમાં નેચરલ ડેથ પીક પર હશે અને 2100 સુધી વસ્તી અડધી થઈ જશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી