તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Will Dengue Antibodies Protect You From COVID 19 Infection? Everything You Need To Know What Is The Difference Dengue And Corona

ભાસ્કર એક્સપ્લેનર:કોવિડ-19ની સાથોસાથ દેશમાં ડેન્ગ્યુના કેસ પણ વધી રહ્યા છે, શું ડેન્ગ્યુ થશે તો કોરોનાનું જોખમ ઓછું થઈ જશે?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિસર્ચ પ્રમાણે, ડેન્ગ્યુથી બચવા માટે બનાવેલી વેક્સિન કોરોના સામે રક્ષણ આપી શકે છે
  • ડેન્ગ્યુના તાવ પછી ઘણા દર્દીઓમાં એન્ટિબોડી બન્યા જે કોરોના સામે લડવામાં મદદ કરી રહ્યા છે

આ સમયે દેશમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેમ ડેન્ગ્યુના કેસ પણ રિપોર્ટ થઈ રહ્યા છે. બંનેમાં મોટા ભાગનાં લક્ષણો સરખાં છે, આથી લોકો અને મશીનને ઓળખ કરવામાં તકલીફ થઈ રહી છે કે કોરોનાની તપાસ કરાવવી કે ડેન્ગ્યુની? બીજી તરફ મલેરિયા અને ચિકનગુનિયાના કેસ પણ વધી રહ્યા છે. એમાં પણ તાવ અને માથાના દુખાવા જેવાં લક્ષણો કોવિડ-19 જેવાં જ છે.

બ્રાઝિલમાં કોરોના વાઈરસ અને ડેન્ગ્યુની એક ચોંકાવનારી અભ્યાસ થયો છે. ડેન્ગ્યુના તાવ પછી ઘણા દર્દીઓમાં એન્ટિબોડી બન્યા જે કોરોના સામે લડવામાં મદદ કરી રહ્યા છે. રિસર્ચ પ્રમાણે, ડેન્ગ્યુના તાવે કોરોનાના દર્દીઓ માટે સુરક્ષિત કવચની જેમ કામ કર્યું છે. આથી સંક્રમણના કેસ પણ ઓછા આવી રહ્યા છે, આથી એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે કોરોનાની લડાઈમાં ડેન્ગ્યુ એક મોટું હથિયાર બની શકે છે.

બ્રાઝિલનો અભ્યાસ શું કહે છે?
બ્રાઝિલ દુનિયાનો ત્રીજો એવો દેશ છે, જ્યાં કોરોનાના કેસ સૌથી વધારે છે, આથી સ્ટડી પણ અહીં જ કરવામાં આવ્યો.

ડેન્ગ્યુના 2019 અને 2020ના કેસની સરખામણી કરી

  • આ રિસર્ચ કરનારા ડ્યુક યુનિવર્સિટીના રિસર્ચર પ્રોફેસર મિગુઈલ નિકોલેસિસે કહ્યું હતું કે ડેન્ગ્યુથી બચાવવા માટે બનાવેલી વેક્સિન કોરોના સામે રક્ષણ આપી શકે છે. રિસર્ચ દરમિયાન ખબર પડી કે જે દેશોમાં ગયા વર્ષે ડેન્ગ્યુના કેસ વધારે આવ્યા હતા ત્યાં કોરોના સંક્રમણ ઓછું ફેલાયું છે.
  • નિકોલેસિસે કહ્યું હતું કે બંને વાઈરસ વચ્ચે ઈમ્યુનોલોજિકલ ઇન્ટરેક્શન થયું છે, જેની કોઈએ કલ્પના કરી નહોતી. હવે ડેન્ગ્યુના દર્દીઓમાં કોરોના સંક્રમણના કેસ ઓછા આવ્યા એટલે ડેન્ગ્યુ અને કોરોના વચ્ચે કોઈક કડી તો ચોક્કસથી છે. આ બંને વાઈરસ અલગ-અલગ ફેમિલીમાંથી છે. કનેક્શન સાબિત કરવા માટે વધુ એનો અભ્યાસ જરૂર છે.

બંને વચ્ચે અલગ જ કનેક્શન

  • રિસર્ચ રિપોર્ટ પ્રમાણે, ડેન્ગ્યુ અને કોરોના વાઈરસ વચ્ચે અલગ જ કનેક્શન છે. આ કનેક્શન લેટિન અમેરિકા, એશિયા અને પેસિફિક મહાસાગરના દેશોમાં જોવા મળ્યું. સંશોધકોનું કહેવું છે કે અત્યારસુધી સામે આવેલી માહિતી ઘણી રસપ્રદ છે. પહેલા એ ખબર પડી કે જે લોકોના રક્તમાં ડેન્ગ્યુના એન્ટિબોડી છે તે બધાનો રિપોર્ટ પોઝિટિવ આવતો હતો, પણ તેમને કોરોનાનું સંક્રમણ તો થયું નહોતું.
  • પ્રોફેસર નિકોલેસિસના જણાવ્યા પ્રમાણે, બ્રાઝિલમાં ડેન્ગ્યુ અને કોરોનાની વચ્ચે આ કનેક્શન એક સંયોગથી ખબર પડી છે. બ્રાઝિલ દુનિયાનો ત્રીજો એવો દેશ છે જ્યાં કોરોનાના કેસ સૌથી વધારે છે. અમારી ટીમ રિસર્ચ કરતી હતી ત્યારે ખબર પડી કે બ્રાઝિલમાં વધારે કેસ હાઈવે સાથે જોડાયેલા વિસ્તારોમાં મળ્યા. તેને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું. એ પછી એવા પણ વિસ્તાર હતા જ્યાં કેસ ઘણા ઓછા હતા. એનું કારણ શોધ્યું ત્યારે ડેન્ગ્યુનું કનેક્શન ખબર પડી.

આપણે ત્યાં ડેન્ગ્યુની સ્થિતિ શી છે?

  • ચોમાસા પછી ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે, સાથે જ મલેરિયા અને ચિકનગુનિયાના કેસ પણ આવી રહ્યા છે. દિલ્હીમાં અત્યારસુધીમાં ડેન્ગ્યુના 250થી વધારે કેસ સામે આવી ચૂક્યા છે. એ જ રીતે પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતમાં કેસની સંખ્યા 1000ની નજીક પહોંચી લઈ છે.
  • દિલ્હીમાં કોવિડ-19ના કહેર વચ્ચે ડેન્ગ્યુ વિરુદ્ધ #10Hafte10Baje10Minute અભિયાન શરૂ થઈ ગયું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અભિયાન હાથ ધાર્યું છે અને તેમણે ઘરની સફાઈ કરતો ફોટો પણ પોસ્ટ કર્યો. નેશનલ વેક્ટર બોર્ન ડીઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ અનુસાર, 2019માં 1,36,422 ડેન્ગ્યુના કેસ આવ્યા હતા. તેમાં 132 લોકોનાં મૃત્યુ થયાં હતાં. 2016-19 સુધી ભારતના દર વર્ષે 1 લાખથી 2 લાખ ડેન્ગ્યુ કેસ મળે છે.
  • સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંત સુધીમાં ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે અને ઓક્ટોબર-નવેમ્બરમાં એ પિક પર રહે છે. દર વર્ષે આવું થાય છે, કારણ કે આ મહિનામાં તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ આજુબાજુ રહે છે જે ડેન્ગ્યુના મચ્છર માટે એકદમ અનુકૂળ છે.

કોવિડ-19 અને ડેન્ગ્યુની ઓળખ કરવામાં શું મુશ્કેલી પડે છે?

  • નિષ્ણાતોનું કહેવું છે કે કોવિડ-19 અને ડેન્ગ્યુ બંનેનાં શરૂઆતનાં લક્ષણો એક જેવાં જ છે- ભારે તાવ, માથાનો દુખાવો અને શરીરનો દુખાવો. તેથી બીમારીની ઓળખ કરવી મુશ્કેલ બને છે. બંનેની સારવાર પણ અલગ છે.
  • મધ્યપ્રદેશમાં કોવિડ-19 સ્ટેટ કોઓર્ડિનેટર ડૉ. લોકેન્દ્ર દવે જણાવે છે કે આ મહામારીને લીધે અમે પહેલાં દર્દીઓનો કોવિડ-19 ટેસ્ટ કરાવીએ છીએ. જ્યારે એ નેગેટિવ આવે છે તો ત્યાર બાદ ડેન્ગ્યુ, મલેરિયા અને અન્ય વેક્ટર બોર્ન બીમારીઓનો રિપોર્ટ થાય છે.
  • બંનેના સંબંધો પર ડૉ. દવે જણાવે છે, કોવિડ-19 અને ડેન્ગ્યુ જ નહિ અન્ય વેક્ટર બોર્ન બીમારીઓનાં લક્ષણો પણ લગભગ એક જેવાં જ છે, પરંતુ તેમના સંબંધો વિશે વાત કરવી હાલ ઉતાવળ ગણાશે. તેના પર હજુ વધારે રિસર્ચ કરવાની આવશ્યકતા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો