ડિજિટલ ડિબેટ:કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ઘાતક બનશે? બાળકોને બચાવવા શું કરવું જોઈએ?

4 મહિનો પહેલા

કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે, પણ સંભવિત ત્રીજી લહેરની ચિંતા સૌ કોઈને સતાવી રહી છે. આ ચિંતાનું સૌથી મોટું કારણ બાળકો છે. એવી આશંકા છે કે, ત્રીજી લહેર બાળકો માટે ઘાતક બની શકે છે. બાળકો પર જોખમ એટલા માટે વધુ છે, કારણ કે, બાળકો વેક્સિનેટ થયા નથી. એટલા માટે જ કેન્દ્ર અને રાજ્ય સરકારે પણ સંભવિત ખતરા અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કારણ કે, બીજી લહેરના અનુભવ પછી સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી. આ સ્થિતિમાં માતા-પિતા અને બાળકોમાં એક પ્રકારનો ડર ઘર કરી ગયો છે.

માતા-પિતા અને બાળકો આવા ડરથી દૂર રહે તે માટે દિવ્ય ભાસ્કર આપના માટે ડિજિટલ ડિબેટ લઈને આવ્યું છે. એક્સપર્ટ પેનલમાં છે, બાળરોગ નિષ્ણાત ડૉ. મેહુલ શાહ અને સિનિયર સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી. આ ડિબેટમાં ડરામણી વાતો, બૂમ-બરાડા, ફેંકમફેંક, હાસ્યાસ્પદ, ગોળગોળ અને તથ્યહિન ચર્ચા નથી. એ જ સટિક વાત છે કે, બાળકોને ડરાવવાના નથી અને માતા-પિતાએ પણ ડરવાનું નથી. માનો કે, કોરોનાની ત્રીજી લહેર આવી તો બાળકોને કેવી રીતે બચાવી શકાય એ માટે બન્ને એક્સપર્ટે મહત્ત્વની વાત પણ કરી છે. તો આવો માણીએ ડિજિટલ ડિબેટ, કોરોનાની ત્રીજી લહેર અંગે બાળકોને ડરવવા યોગ્ય નથી.

અન્ય સમાચારો પણ છે...