• Gujarati News
  • Dvb original
  • Why Supreme Court Acquitted Accused In Rajiv Gandhi Assassination Case? The Mother Fought For The Son For 31 Years; The Thriller Film Is Like Perarivalan's Inside Story

ભાસ્કર ઈન્ડેપ્થ:સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધી હત્યા કેસમાં આરોપીને શા માટે છોડ્યો? દીકરા માટે 31 વર્ષ સુધી માતા લડી; થ્રિલર ફિલ્મ જેવી છે પેરારીવલનની ઈનસાઈડ સ્ટોરી

એક મહિનો પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી
  • કૉપી લિંક

'રાજીવ ગાંધી હત્યા કેસમાં દોષિત ઠરેલા પેરારીવલનની આજીવન કેદ સસ્પેન્ડ કરી દેવી જોઈએ અને તેને મુક્ત કરવો જોઈએ.'

18 મેના રોજ સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ, બીઆર ગવઈ અને એએસ બોપન્નાની ખંડપીઠે કલમ 142નો ઉપયોગ કરી પોતાનો ચુકાદો આપેલો. કોર્ટે સંપૂર્ણ ન્યાય માટે આ કલમનો ઉપયોગ કર્યો, કારણ કે તેની દયાની અરજી વર્ષોથી અટકેલી હતી. તેની મુક્તિના સમાચાર સાંભળીને પેરારીવલને કહ્યું, 'મારી માતાનો 31 વર્ષનો સંઘર્ષ આખરે સફળ થયો છે.'

ઉપરની લાઈનમાં કેટલાક કીવર્ડ લખેલા છે. ઉદાહરણ તરીકે- રાજીવ ગાંધીની હત્યા, પેરારીવલનની મુક્તિ, સંપૂર્ણ ન્યાય અને માતાનો 31 વર્ષનો સંઘર્ષ.

આજે ભાસ્કર ઈન્ડેપ્થમાં અમે આ કીવર્ડ્સ સાથે એક કહાનીનું વર્ણન કરવા જઈ રહ્યા છીએ. પેરારીવલનની આ કહાની છે. જેણે રાજીવ ગાંધીની હત્યામાં વપરાયેલ બોમ્બ માટે 9-વોલ્ટની બે બેટરી સપ્લાય કરી હતી. 19 વર્ષની ઉંમરે ધરપકડ, મૃત્યુદંડની સજા, પછી આજીવન કેદમાં પરિવર્તિત અને હવે 50 વર્ષની ઉંમરે છૂટકારો...

પ્રકરણ-1: પેરારીવલન અને રાજીવ ગાંધીની હત્યા

એજી પેરારીવલન ઉર્ફે ઉરિવુ તમિલ કવિ કુરિલદાસનનો દીકરો છે. શાળાકીય સમયથી જ તે લિબરેશન ટાઈગર્સ તમિલ ઈલમ (LTTE)થી પ્રભાવિત હતો. 21 મે,1991ના રોજ જ્યારે શ્રીપેરંબદૂરની એક રેલીમાં રાજીવ ગાંધીની હત્યા થઈ, તે સમયે તેની ઉંમર ફક્ત 19 વર્ષની હતી.
એજી પેરારીવલન ઉર્ફે ઉરિવુ તમિલ કવિ કુરિલદાસનનો દીકરો છે. શાળાકીય સમયથી જ તે લિબરેશન ટાઈગર્સ તમિલ ઈલમ (LTTE)થી પ્રભાવિત હતો. 21 મે,1991ના રોજ જ્યારે શ્રીપેરંબદૂરની એક રેલીમાં રાજીવ ગાંધીની હત્યા થઈ, તે સમયે તેની ઉંમર ફક્ત 19 વર્ષની હતી.

રાજીવ ગાંધીની હત્યાના 20 દિવસ બાદ પેરારીવલનની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે બે આરોપ લગાવવામાં આવ્યા હતા. પ્રથમ, તેણે 9-વોલ્ટની બે બેટરી ખરીદી અને તેને LTTEના શિવરાસનને આપી હતી, જે હત્યાકાંડના માસ્ટરમાઈન્ડ હતા, જેનો ઉપયોગ બોમ્બ બનાવવા માટે થતો હતો. બીજો આરોપ, રાજીવ ગાંધીની હત્યાના થોડા દિવસો પહેલા પેરારીવલન શિવરાસન સાથે દુકાને ગયો હતો અને ત્યાં ખોટું સરનામું આપીને મોટરસાઇકલની ખરીદી કરી હતી.

પ્રકરણ-2: જેલની અંધારી કોટડી અને અભ્યાસ
28 જાન્યુઆરી 1998ના રોજ ટાડા કોર્ટે પેરારીવલન સહિત 26 લોકોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. 11 મે 1999ના રોજ સુપ્રીમ કોર્ટે પેરારીવલન, નલિની, મુરુગન અને સંથન સહિત ચાર વ્યક્તિની ફાંસીની સજા યથાવત રાખી હતી. તે જ સમયે, અન્ય ત્રણ આરોપીની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી. આ સાથે અન્ય 19 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા.

પેરારીવલને તેની કેદના 31 વર્ષ પુજહલ અને વેલ્લોરની સેન્ટ્રલ જેલમાં વિતાવ્યા હતા. આ પૈકી અંધારકોટડીમાં 24 વર્ષ વિતાવ્યા હતા જ્યાં તે એકલો રહેતો હતો. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પેરારીવલને જેલમાં રહીને ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. આ ઉપરાંત આઠથી વધુ ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ કર્યા છે.

પ્રકરણ-3: 31 વર્ષ સુધી કાયદાકીય જંગ અને માતાનો સંઘર્ષ
વર્ષ 1999માં પેરારીવલનને સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડની સજા સંભળાવ્યા પછી બહુ ઓછા વિકલ્પો રહ્યા હતા. તેણે વર્ષ 2001માં રાષ્ટ્રપતિને દયાની અરજી કરી હતી. તેને 11 વર્ષ બાદ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે ફગાવી દીધી હતી.

9 સપ્ટેમ્બર 2011ના રોજ ફાંસીનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. પેરારીવલનની માતાને મૃતદેહ લેવા માટે એક પત્ર પણ લખવામાં આવ્યો હતો, પરંતુ તે પછી વાર્તામાં ટ્વિસ્ટ શરૂ થયું...
ટ્વિસ્ટ-1: ફાંસી પહેલા, તમિલનાડુના તે સમયના મુખ્યમંત્રી જયલલિતાએ એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં દોષિતોની ફાંસીની સજા ઘટાડવાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ મદ્રાસ હાઈકોર્ટે ફાંસી આદેશ સામે સ્ટે આપ્યો હતો.

ટ્વિસ્ટ 2: વર્ષ 2013માં, CBI અધિકારી ટી થિગરાજને ખુલાસો કર્યો હતો કે તેણે પેરારીવલનની કબૂલાત બદલી હતી. હકીકતમાં પેરારીવલનને ખબર ન હતી કે રાજીવ ગાંધીની હત્યા કરવા માટે બોમ્બ બનાવવા તેની બેટરીનો ઉપયોગ કરવામાં આવશે. CBI અધિકારીએ કોર્ટમાં એફિડેવિટ પણ દાખલ કર્યું હતું.

ટ્વિસ્ટ-3: સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ટીએસ થોમસે વર્ષ 2013માં કહ્યું હતું કે 23 વર્ષ સુધી જેલમાં રહ્યા પછી કોઈને ફાંસી આપવી યોગ્ય નથી. તે એક ગુના માટે બે સજા આપવા જેવું હશે. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી.

ફેબ્રુઆરી 2014માં પેરારિવલનની માતા અરપુતમે તમિલનાડુના તે સમયના મુખ્યમંત્રી જે જયલલિતાને ચેન્નઈમાં મળ્યા હતા. ત્યારબાદ જયલલિતાએ ફાંસીની સજા અટકાવવા પ્રસ્તાવ પસાર કરાવ્યો હતો.
ફેબ્રુઆરી 2014માં પેરારિવલનની માતા અરપુતમે તમિલનાડુના તે સમયના મુખ્યમંત્રી જે જયલલિતાને ચેન્નઈમાં મળ્યા હતા. ત્યારબાદ જયલલિતાએ ફાંસીની સજા અટકાવવા પ્રસ્તાવ પસાર કરાવ્યો હતો.

ત્યારપછી પેરારીવલને સજા માફ કરવા માટે તમિલનાડુના ગવર્નર સમક્ષ દયાની અરજી કરી હતી. જે 7 વર્ષ સુધી પેન્ડિંગ રહી હતી. આખરે સુપ્રીમ કોર્ટે કલમ 142નો ઉપયોગ કરીને પેરારીવલનને નિર્દોષ જાહેર કર્યા.

પેરારીવલનની માતા અર્પુતમ અમ્મલે ઓપન મેગેઝિનને કહ્યું હતું કે "શરૂઆતમાં અમને ખબર ન હતી કે શું કરવું. પોલીસ, કાયદો, કોર્ટ બધું નવું હતું, પણ ધીમે ધીમે આ બધુ એક ટેવ બની ગઈ. અરિવુની બંને બહેનો કમાતી હતી અને એ પૈસાથી હું કેસ લડતી રહી.

પોતાની બહેનો સાથે પેરારીવલન
પોતાની બહેનો સાથે પેરારીવલન

ભાગ-4: ખુલ્લી હવામાં શ્વાસ લો અને સુખી જીવનની આશા રાખો
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પેરારીવલને કહ્યું "આ કેસની ઈમાનદારીએ તેને અને તેની માતાને ત્રણ દાયકા સુધી લડવાની તાકાત આપી." આ જીત તેમના સંઘર્ષની જીત છે. હું હમણાં જ બહાર આવ્યો છું... હવે ખુલ્લી હવામાં શ્વાસ લેવાનો છે.'

મુક્તિ બાદ પેરારીવલને તેના પરિવાર અને મિત્રોનો મદદ માટે આભાર વ્યક્ત કર્યો
મુક્તિ બાદ પેરારીવલને તેના પરિવાર અને મિત્રોનો મદદ માટે આભાર વ્યક્ત કર્યો

વર્ષ 1999માં પેરારીવલનને મૃત્યુદંડની સજા સંભળાવનાર ખંડપીઠનું મુખ્ય ન્યાયમૂર્તિ કેટી થોમસ પણ ઇચ્છે છે કે તે સામાન્ય અને સુખી જીવન જીવે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા તેણે કહ્યું કે 'આટલી લાંબી કાનૂની લડાઈ અને 50 વર્ષની ઉંમરે છૂટા અંગે હવે મારે શું કહેવું? તેણે જલ્દી લગ્ન કરી લેવા જોઈએ. વ્યક્તિએ સુખી જીવન જીવવું જોઈએ. હું તેની માતાને સંપૂર્ણ શ્રેય આપવા માંગુ છું કારણ કે તે તેની હકદાર છે.

અન્ય સમાચારો પણ છે...