સવાલ સ્ત્રીઓ સામે જ શા માટે ઊઠે છે?:આલિયાને કેરેક્ટર સર્ટિફિકેટ આપનાર રણબીરને કેમ પૂછતા નથી કે 7 મહિનામાં પિતા કેવી રીતે બન્યા?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે એક નાનકડી પરીએ જન્મ લીધો છે. ખુશીનો અવસર છે, તો ખુશીની વાતો થવી જોઈએ, પરંતુ શું તમને જાણ છે કે નાનકડી પરીના જન્મના થોડા કલાકો પછી ગૂગલ અને ટ્વિટર સહિત સોશિયલ મીડિયામાં પર શું ટ્રેન્ડ કરી રહ્યું હતું.

આલિયા ભટ્ટનાં લગ્ન અને તેની ડિલિવરીની તારીખ. 7 મહિનામાં છોકરીનો જન્મ. આલિયા ભટ્ટ લગ્ન પહેલાં પ્રેગ્નેટ.

અને આ વાત ફળિયાની ઘરડી મહિલાઓ, દાદી-નાની, દુનિયાના આળસુ અને પોતાના જીવનથી નિરાશ લોકો કરી રહ્યા હતા. આ વાતો સોશિયલ મીડિયામાં અને મીડિયામાં ભણેલા, હેશટેગ 'રિસ્પેક્ટ વુમન' હેશટેગ 'સેવ ડોટર' ડેશટેગ 'જેન્ડર સમાનતા'ના નામે દિવસમાં બેતાળીસ ટ્વિટ કરનાર લોકો કરી રહ્યા હતા.

આલિયા ભટ્ટની છેલ્લી પિરિયડ્સની તારીખથી લઈને તેણે ક્યારે સેક્સ કર્યું, ક્યારે પ્રેગ્નેટ થઈ, પછી ક્યારે લગ્ન કર્યાં અને ક્યારે બાળકને જન્મ આપ્યો, બધાનો હિસાબ લોકોને જોઈએ છે.

માત્ર સોશિયલ મીડિયામાં જ નહીં, મીડિયામાં પણ આ જ ચર્ચાઓ ચાલી રહી છે. લગ્ન પહેલાં પ્રેગ્નેટ થનારી સેલિબ્રિટીનું લિસ્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. નેહા ધૂપિયાથી લઈને દિયા મિર્ઝા સુધીનું લાંબું લિસ્ટ હતું.

જોકે આ લિસ્ટ તેમણે મહાનતા અને પ્રગતિશીલતાનું લિસ્ટ ગણાવી જાહેર કર્યું હતું. પરંતુ તેમને ખબર નથી પડી રહી કે તેમનું આ પ્રગતિશીલ લિસ્ટ પણ એટલું જ સ્ત્રીવિરોધી, અહંકારી અને પિતૃસત્તાક લિસ્ટ છે, જેટલી ફળિયાનાં કાકા-કાકી લોકોનું લિસ્ટ હોય છે.

જોકે મીડિયા અને સોશિયલ મીડિયાનો સ્ત્રીવિરોધી ચેહરો આપણે પહેલી વખત નથી જોઈ રહ્યા. આ ચહેરો નેહા ધૂપિયાનાં લગ્ન અને બાળકના જન્મ વખતે પણ જોવા મળ્યો હતો. દિયા મિર્ઝાનાં લગ્ન વખતે અને આગળ પણ જોવા મળશે.

કેટલાક સભ્ય-શિષ્ટ લોકો સ્પષ્ટતાઓ આપી રહ્યા છે, 'અરે અમે તો વખાણ કરી રહ્યા હતા'. કોઈ તેમને પૂછો કે અરે ભાઈ કેમ કરી રહ્યા છો વખાણ. ચંદ્ર પર જઈને આવ્યા છો કે નોબલ પ્રાઈઝ જીત્યા છો. બાળકને જ જન્મ આપ્યો છે. વાત ખુશીની છે. શુભેચ્છા પાઠવો અને પોતાના ઘરે જાઓ. તેને અનૈતિક કે ઉમદા, કંઈપણ કહેવાની શી જરૂર છે.

કારણ કે, સવાલ એ નથી કે લગ્ન પહેલાં પ્રેગ્નેટ થવું અને લગ્નના 7 મહિનામાં બાળકને જન્મ આપવો તેને પ્રગતિશીલ પગલું ગણાવી તેને સલામ કરો, સવાલ એ છે કે, આ વિશે કોઈને, કંઈ પણ કહેવું કેમ જોઈએ. પોતાનું મોઢું ખોલવું જ કેમ છે.

એક સ્ત્રી ક્યારે પ્રેગ્નેટ થશે, કોના દ્વારા પ્રેગ્નેટ થશે, ક્યારે બાળકને જન્મ આપશે, લગ્ન ક્યારે કરશે, લગ્ન પહેલાં કરશે, લગ્ન પછી કરશે, લગ્ન વગર કરશે, લગ્નના 9 મહિનામાં કરશે, લગ્નના 9 વર્ષ પછી કરશે કે ક્યારેય નહીં કરે, તે માત્ર સ્ત્રીનો નિર્ણય છે. દુનિયા કોણ હોય છે તેની વ્યક્તિગત વાતમાં ખોટા વખાણનું નાક ઘુસાડનાર.

સ્ત્રીઓને તમારી પાસેથી કશું નથી જોઈતું. ન તો ચરિત્રવાનનું સર્ટિફિકેટ, ન તો પ્રગતિશીલ હોવાનું ટેગ. તેમને બસ પોતાના મનનું માનવાની આઝાદી જોઈએ. તેમને એટલી જગ્યા જોઈએ કે, તમારી પંચાત વગર શાંતિથી શ્વાસ લઈ શકે. તેને ગમે તે વ્યક્તિ સાથે પ્રેમ કરી શકે, જેની સાથે ઈચ્છે તેની સાથે સૂઈ શકે, જેની સાથે ઈચ્છે બાળક પેદા કરી શકે.

આ ટિપ્પણીઓ પાછળ સ્ત્રીવિરોધી, પિતૃસત્તાક સમાજ છે. પિતૃસત્તાકનું મૂળ સ્ત્રી શરીરને નિયંત્રિત કરવા પર ટકેલું છે. એક મહાન દેશ(અમેરિકા)એ થોડા મહિના પહેલાં દેશમાં ગર્ભપાત પર પ્રતિબંધ લગાવ્યો. અન્ય એક મહાન પાડોશી દેશ (ચીન) મહિલાઓને લગ્નની સંસ્થા અને પરિવારનું સન્માન કરવા કહી રહ્યું છે, કારણ કે તેમનો લગ્ન અને બાળકનો જન્મ દર ઐતિહાસિક નીચા સ્તરે છે.

અન્ય એક મહાન દેશ (જાપાન), જે માથાદીઠ આવકની દૃષ્ટિએ વિશ્વના ટોચના 20 દેશોમાં છે, પરંતુ સ્ત્રીઓની સમાનતાના સંદર્ભમાં 116મા ક્રમે છે.

દરેક દેશની સત્તા પુરુષો દ્વારા શાસન કરવામાં આવે છે અને પુરુષોનું શાસન એ હકીકત પર આધારિત છે કે સ્ત્રીના શરીરની માલિકીનો અધિકાર કોને છે. તે કોઈ પુરુષની પ્રોપર્ટી છે, તે કયા પુરુષ સૂશે, કયા પુરુષ જોડે બાળકને જન્મ આપશે, આ બધી વાતનો નિર્ણય પુરુષ નક્કી કરશે. પુરુષ સાચું-ખોટું, નૈતિક-અનૈતિકના નિયમો બનાવશે, માપદંડ નક્કી કરશે અને સ્ત્રીઓ તે નિયમોનું પાલન કરશે.

પુરુષો માટે કોઈ નિયમ નહીં હોય. તે લોકો બધાની ઉપર, બધાથી મહાન અને સ્ત્રીઓની લગામ તેમના હાથમાં રાખશે.

અને જ્યારે સ્ત્રીઓ પુરુષોની ચુંગાલમાંથી બહાર આવીને પોતાના શરીરનો કબજો પોતાના હાથમાં લેવાનું શરૂ કરે છે, પોતાના શરીરને લગતા નિર્ણયો લેવાનું શરૂ કરે છે, લગ્ન વગર બાળકો પેદા કરવાના અધિકારની માંગણી કરે છે, લગ્ન પછી પણ ગર્ભપાત કરાવે છે, ત્યારે અમેરિકાની સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશો બેસીને ગર્ભપાત પર પ્રતિબંધ મૂકે છે.

સોશિયલ મીડિયા પર પુરુષો આલિયા ભટ્ટની ગર્ભાવસ્થાની તારીખ ગણે છે અને વિશ્વની મહિલાઓને ચારિત્ર્યનાં પ્રમાણપત્રો વહેંચવાનું શરૂ કરે છે.

તમામ મહિલાઓને જ પ્રશ્નો પૂછવામાં આવે છે. ક્યાંક રણબીર કપૂરનું નામ તો ટ્રેન્ડમાં નથી. લગ્ન પહેલાં આલિયાના સેક્સ અને પ્રેગ્નન્સી પર નજર રાખનાર રણબીર વિશે એક પણ શબ્દ નથી બોલાઈ રહ્યો.

અન્ય સમાચારો પણ છે...