જ્યારે પણ આપણે સૈનિકનું નામ લઈએ છીએ ત્યારે આપણા મગજમાં પુરુષની છબિ આવે છે. એવી જ રીતે, નર્સ, શિક્ષકનું નામ લઈએ ત્યારે મહિલાની તસવીર આપણી સામે આવે છે. હકીકતમાં આપણા મગજમાં આ વાત સ્કૂલનાં પુસ્તકોમાંથી જ ઠસાવી દેવાય છે, જ્યાં મહિલાઓને નર્સ કે શિક્ષક તરીકે જ રજૂ કરાય છે, જ્યારે અન્ય વ્યવસાયોમાં પુરુષને જ બતાવાય છે. હવે સમય બદલાઈ ગયો છે, કારણ કે મહિલાઓ આજે નર્સ અને શિક્ષકમાંથી બહાર નીકળીને પુરુષો સાથે સમાનતાથી ઊભી રહી છે.
એટલે આ મહિલા દિવસ નિમિત્તે ભાસ્કરનો તમામ શિક્ષણ બોર્ડને આગ્રહ છે કે તેઓ મહિલાઓની છબિ સાથે થઈ રહેલા ભેદભાવને બદલે. પુસ્તકોમાં મહિલા અને પુરુષોને બરાબર એકસમાન સ્તરે બતાવે. ખુદ ભાસ્કર જૂથ આજથી પહેલ કરીને એ સુનિશ્ચિત કરશે કે અખબારમાં પાનાંમાં દરેક પ્રતીકાત્મક તસવીરમાં મહિલા અને પુરુષને સમાન રીતે બતાવે. શબ્દો અને તસવીરોની પસંદગીમાં પણ સમાનતા જોવા મળે. આવો, આપણે તમામ સાથે મળીને સમાજમાંથી અસમાનતાનો આ ભેદભાવ ખતમ કરીએ. ભાસ્કર આજથી જ એની શરૂઆત કરશે.
એક સંશોધન પ્રમાણે, ફક્ત છ ટકા પુસ્તકોમાં જ મહિલાઓનું પ્રતિનિધિત્વ છે. જો સ્કૂલનાં પુસ્તકોમાં આ પ્રતિનિધિત્વ વધશે તો બાળપણથી જ મહિલાઓ પ્રત્યે સમાનતાનો ભાવ આવશે.
મહિલાઓ આજથી જ નહીં, વર્ષોથી ઈતિહાસ બનાવી રહી છે...
ડો. આનંદીબાઈ ગોપાલરાવ- પ્રથમ મહિલા ડોક્ટર
કિરણ બેદી : પહેલી મહિલા IPS
અય્યાલસોમાયાજુલા લલિતા : પ્રથમ મહિલા એન્જિનિયર
- ડૉ. પ્રેરણા કોહલી, સાઈકોલોજિસ્ટ
એનસીઈઆરટી સમયાંતરે જેન્ડર ન્યુટ્રલ ઓડિટ કરે છે. જોકે પ્રી-પ્રાઈમરી માટે ખાસ પુસ્તકો નથી સૂચવાતાં. પ્રકાશકો અને શિક્ષકોએ સમાનતા વધારવી જોઈએ.
- આર. સેનાપતિ, પૂર્વ ડિરેક્ટર, એનસીઈઆરટી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.