2022નું વર્ષ પાછળ રહી ગયું છે, છોડવું જ પડે. મજબૂરી છે. કારણ સ્પષ્ટ છે. ખરેખર યાદો આપણા જેટલી જીવંત નથી. જો આવું હોત તો આપણે ફરી એને જીવવા માટે બોલાવી લેત. પાસે બેસીને સામસામે ગપ્પાં મારતાં. કદાચ આપણે આવું કરત પણ ખરી. બસ, નવું વર્ષ શરૂ થઈ ગયું છે. સમય છે. બદલાતો રહે છે. એની રૂપરેખા પણ બદલાતી રહે છે.
નવા વર્ષમાં જો કોઈ સૌથી મોટો વિવાદ હોય તો એ સંમેત શિખરનો મુદ્દો છે. સંમેત શિખર ઝારખંડ રાજ્યમાં છે અને એ જૈન સમુદાયનું મુખ્ય તીર્થસ્થાન છે. ખબર નથી કે સરકારો ક્યાંથી આવી છે અને કેવી રીતે વિચારે છે, એ સમજવું પણ મુશ્કેલ છે. એવું કહેવાય છે કે તેઓ નિષ્પક્ષ છે અને તમામ ધર્મોને સમાન રીતે માન આપે છે. બધા ધર્મોને સમાન રીતે જુએ છે. તો પછી આ સરકારોને એવું તો શું થાય છે કે તેઓ લોકોની ભાવનાઓ વિરુદ્ધ નિર્ણયો લેતા અચકાતાં નથી.
ઝારખંડ સરકારે આ પવિત્ર જૈન યાત્રાધામને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કર્યું છે. સમગ્ર જૈન સમાજ એનો વિરોધ કરી રહ્યો છે. વિરોધનું કારણ સમજી શકાય એવું છે. યાત્રાધામની 100-200 મીટરની અંદર દારૂ અને માંસનું વેચાણ થઈ રહ્યું છે. સ્વાભાવિક છે કે યાત્રાધામની પવિત્રતાને અસર થાય છે. જ્યારે આ તીર્થસ્થાનને માનનારા અને એમાં આસ્થા ધરાવતા લોકો સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે ત્યારે સરકાર એને પર્યટન સ્થળ બનાવવા માટે કેમ પાછળ પડી છે?
સવાલ એ પણ થાય છે કે શું રાજ્ય સરકારે આવો નિર્ણય લેતાં પહેલાં જૈન સમાજને પૂછ્યું હતું કે કેમ? અથવા એવો સર્વે કરાવ્યો છે, જેમાં એવું આવ્યું છે કે નવ્વાણું ટકા જૈનોએ કહ્યું છે કે હા, સંમેત શિખરને પ્રવાસન સ્થળ બનાવો. અમને કોઈ વાંધો નથી. ખરેખર, સરકારે આવું કંઈ કર્યું નથી. શા માટે? કોઈ જાણતું નથી. ખરેખર, સરકારો આવી જ હોય છે. તેમને કોઈની સાથે ભાવનાત્મક લગાવ નથી હોતો, તેથી જ તેમને લોકોની લાગણી સાથે રમે છે.
જેમ ખેડૂતોના કિસ્સામાં બન્યું છે. કેન્દ્ર સરકાર ત્રણ નવાં કૃષિ બિલ લાવી હતી. ખેડૂતોના હિતમાં હોવાનું જણાવ્યું હતું. કદાચ એવું હોય પણ ખરું, પરંતુ જ્યારે ખેડૂતો પોતે જ તેમને તેમના હિતમાં માનતા નથી, તો પછી તેમના પર આ બિલ લાદનાર તમે કોણ છો? જોકે વહેલા કે મોડા, કેન્દ્ર સરકારને આ વાતની જાણ થઈ અને બિલ પાછું ખેંચી લીધું. ઝારખંડ સરકાર આ વાત ક્યારે સમજશે, અત્યારે તે સમજની બહાર છે. યાત્રાધામની પવિત્રતા જાળવવી એ સરકારની પ્રથમ ફરજ હોવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.