• Gujarati News
  • Dvb original
  • Why Deal With The Nobel Prize In Economics; Isn't That A Nobel? What Has Been The Controversy Over It?

ભાસ્કર એક્સપ્લેનર:ઇકોનોમિક્સના નોબેલ સાથે કેમ થાય છે સાવકો વ્યવહાર; શું એ નોબેલ નથી? એને લઈને શું વિવાદ થતો આવ્યો છે?

2 વર્ષ પહેલાલેખક: આબિદ ખાન
  • કૉપી લિંક

નોબેલ કમિટીએ સોમવારે ઇકોનોમિક્સ માટે નોબેલ પુરસ્કાર વિજેતાઓનાં નામની ઘોષણા કરી છે. આ વખતે ડેવિડ કાર્ડ, જોશુઆ ડી. એન્ગ્રિસ્ટ અને ગુઈડો ઈમ્બેન્સને સંયુક્ત રીતે ઈકોનોમિક્સનું નોબેલ આપવામાં આવશે. ડેવિડને મિનિમમ વેજ થિયરી અંગે કરેલા પોતાના સ્ટડી માટે નોબેલ આપવામાં આવી રહ્યો છે, જ્યારે જોશુઆ અને ગુઈડોને ‘કૉજલ રિલેશનશિપ’ પર કરાયેલા સ્ટડીને લઈને નોબેલ આપવામાં આવશે.

આવો, સમજીએ... આ વખતે ઈકોનોમિક્સ નોબેલના વિજેતા કોણ છે? તેમને કયા કારણથી નોબેલ આપવામાં આવી રહ્યો છે? શા માટે ઈકોનોમિક્સના નોબેલને નોબેલ માનવામાં આવતો નથી? એની સમગ્ર કહાની શું છે? અને નોબેલ પુરસ્કારને લઈને ક્યારે-ક્યારે થયા વિવાદ...

સૌપ્રથમ ઈકોનોમિક્સના નોબેલ વિજેતાઓને જાણી લઈએ
આ વર્ષે ડેવિડ કાર્ડ, જોશુઆ ડી. એન્ગ્રિએસ્ટ અને ગુઈડો ઈમ્બેન્સને ઈકોનોમિક્સનો નોબેલ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. ડેવિડ કાર્ડને પુરસ્કારના 50 ટકા હિસ્સો અને બીજો અડધો હિસ્સો સંયુક્ત રીતે એન્ગ્રિસ્ટ અને ઈમ્બેન્સને આપવામાં આવ્યો છે. કાર્ડ કેનેડિયન મૂળના છે, એન્ગ્રિસ્ટ અમેરિકન નાગરિક છે અને ઈમ્બેન્સની રાષ્ટ્રીયતા ડચ છે.

ત્રણેયને કયાં કારણથી આપવામાં આવ્યો છે નોબેલ?

ઓપી જિંદાલ યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સના પ્રોફેસર ઈશાન આનંદના પ્રમાણે,

  • ડેવિડ કાર્ડને લેબર ઈકોનોમિક્સમાં તેમના યોગદાન માટે નોબેલ પ્રાઈઝ મળ્યું છે. ઈકોનોમિક્સની એક થિયરી છે કે જેવું તમે મિનિમમ વેજ વધારો છે તો દુકાનદાર અને કારખાનાના માલિક ઓછા લોકોને રોજગારી આપશે, કેમ કે તેમને વધુ પગાર આપવો પડશે, એટલે કે જેવું મિનિમમ વેજ વધશે, બેકારી પણ વધશે. કાર્ડે પોતાના સહયોગીની સાથે મળીને આ થિયરીના સંબંધમાં અમેરિકાનાં બે પડોશી રાજ્યમાં એક ટેસ્ટ કર્યો હતો. આ બંને રાજ્યોમાંથી એકમાં મિનિમમ વેજ વધારવામાં આવ્યું હતું અને બીજામાં નહીં. પોતાના સ્ટડીમાં કાર્ડે જોયું કે જ્યાં મિનિમમ વેજ વધારવામાં આવ્યું છે ત્યાં બેકારીમાં કોઈ વધારો થયો નથી.
  • જોશુઆ અને ગુઈડોએ ‘કૉજલ રિલેશનશિપ’ પર સ્ટડી કર્યો હતો, એટલે કે કોઈ એક ચીજની બીજી ચીજ પર અસર. ઈકોનોમિક્સમાં ‘કૉજલ રિલેશનશિપ’નું ઘણું મહત્ત્વ છે, કેમ કે આ જ આધારે તમે કોઈ પોલિસી કે નીતિની સફળતાનો અંદાજ મેળવી શકશો. એની ટેક્નિક જોશુઆ અને ગુઈડોએ વિકસિત કરી છે.

આલ્ફ્રેડની વસિયતમાં નહોતો ઈકોનોમિક્સમાં નોબેલ આપવાનો ઉલ્લેખ
વાસ્તવમાં નોબેલ પુરસ્કાર વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલની વસિયતના આધારે આપવામાં આવે છે. આલ્ફ્રેડ નોબેલે પોતાની વસિયતમાં કહ્યું હતું કે તેમની તમામ મૂડીનું એક ફંડ બનાવીને તેને દર વર્ષે માનવજાતિને સૌથી મોટો લાભ પહોંચાડનારાઓને પુરસ્કાર આપવામાં આવે. આ ફંડને 5 બરાબર ભાગમાં વહેંચીને 5 અલગ અલગ ફિલ્ડમાં ઉન્નત કાર્ય કરનારાઓને આ રકમ આપવામાં આવે. આ ફિલ્ડ હતાં ફિઝિક્સ, ફિઝિયોલોજી/મેડિસિન, કેમિસ્ટ્રી, સાહિત્ય અને શાંતિ. એમાં ઈકોનોમિક્સના ફિલ્ડમાં પુરસ્કાર આપવાનો કોઈ ઉલ્લેખ નહોતો.

તો પછી કેમ આપવામાં આવે છે ઈકોનોમિક્સમાં નોબેલ?
1968માં સ્વીડનની સ્વેરિગેસ રિક્સબેંક પોતાની 300મી એનિવર્સરી મનાવી રહી હતી. આ એનિવર્સરીને યાદગાર બનાવવા માટે બેંકે નોબેલ ફાઉન્ડેશનને એક મોટી રકમ દાનમાં આપી હતી. આ રકમનો ઉપયોગ આલ્ફ્રેડ નોબેલની યાદમાં એક પુરસ્કાર સ્થાપિત કરવામાં માટે થવાનો હતો. પછીના જ વર્ષે પ્રથમવાર આ રકમથી ઈકોનોમિક્સના ફિલ્ડમાં પુરસ્કાર આપવામાં આવ્યો. બેંકે પુરસ્કાર વિજેતાઓનું સિલેક્શન કરવાની જવાબદારી સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સીસને આપી. આ જ એકેડમી ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું નોબેલ પ્રાઈઝ પણ આપે છે.

તો શું આ નોબેલ પુરસ્કાર નથી?
હા. નોબેલ પુરસ્કારની ઓફિશિયલ વેબસાઈટ પ્રમાણે, ઈકોનોમિક્સના ફિલ્ડમાં અપાતો પુરસ્કાર નોબેલ નથી. 1968માં જ્યારે આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે તેને ‘ધ સ્વેરિગેસ રિક્સબેંક પ્રાઈઝ ઈન ઈકોનોમિક સાયન્સીઝ ઈન મેમરી ઓફ આલ્ફ્રેડ નોબેલ’ કહેવામાં આવતો હતો.

જોકે તેના વિજેતાઓના સિલેક્શનની સમગ્ર પ્રોસેસ એ જ રીતની છે જે રીતે બીજા ફિલ્ડના પુરસ્કાર આપતી વખતે ફોલો કરવામાં આવે છે. આ સાથે જ તેના વિજેતાઓની ઘોષણા પણ બાકી વિજેતાઓની સાથે જ કરવામાં આવે છે અને પુરસ્કાર પણ નોબેલના બાકી વિજેતાઓની સાથે એક જ સેરેમનીમાં આપવામાં આવે છે, પરંતુ ટેક્નિકલી આ નોબેલ પુરસ્કાર નથી.

નોબેલ પુરસ્કારને લઈને ક્યારે-ક્યારે થયા વિવાદ?

  • 2009માં બરાક ઓબામાને શાંતિનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, ત્યારે તેમને અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યાને માત્ર 9 મહિના જ થયા હતા. આ આધારે અનેક લોકોએ ટીકા કરી હતી કે તેઓ પૂરતો સમય સત્તામાં નહોતા, તેમ છતાં તેમને આ પુરસ્કાર શા માટે આપવામાં આવ્યો. 2015માં નોબેલ ઈન્સ્ટિટ્યૂટના પૂર્વ ડાયરેક્ટર ગીર લુંડેસ્ટેડે પણ પોતાની ઓટોબાયોગ્રાફીમાં આ નિર્ણય વિશે અફસોસ વ્યક્ત કર્યો હતો.
  • 2012માં યુરોપિયન યુનિયનને છ દાયકાથી વધુ સમય સુધી યુરોપમાં શાંતિ અને સુલેહ, લોકતંત્ર અને માનવાધિકારોની ઉન્નતિમાં યોગદાન માટે નોબેલ આપવામાં આવ્યો હતો. આ નિર્ણય પર પણ નોબેલ કમિટીની ટીકા કરવામાં આવી હતી, કેમ કે યુરોપના અનેક દેશ હથિયાર બનાવતા અને વેચતા હતા.
  • 1994માં પેલેસ્ટાઈનના નેતા યાસિર અરાફાતને ઈઝરાયેલના વડાપ્રધાન અને વિદેશમંત્રીની સાથે ઓસ્લો પીસ અકોર્ડ માટે શાંતિનું નોબેલ આપવામાં આવ્યું હતું. એના વિશે પણ ભારે વિવાદ થયો હતો અને સિલેક્શન કમિટીના એક સભ્યએ કમિટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
  • આ ઉપરાંત મહાત્મા ગાંધીને શાંતિનું નોબેલ ન આપવા અંગે પણ વિવાદ થતો આવ્યો છે. 2006માં નોબેલ ઈન્સ્ટિટ્યૂટના પૂર્વ ડાયરેક્ટર ગીર લુંડેસ્ટેડે કહ્યું હતું કે મહાત્મા ગાંધીને શાંતિનું નોબેલ ન આપવું પુરસ્કારના ઈતિહાસની સૌથી મોટી ભૂલ હતી. શાંતિના નોબેલ માટે મહાત્મા ગાંધીને 5 વખત નોમિનેટ કરવામાં આવ્યા હતા.