તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઈડ ઈફેક્ટ:કોરોના પૉઝિટિવ લોકોનાં હાર્ટ એટેકથી કેમ ટપોટપ મોત થઈ રહ્યા છે? ચાર મિનિટમાં આસાન રીતે સમજો

2 મહિનો પહેલા

કોરોનાની એક ગંભીર સાઈડ ઈફેક્ટ્સથી દુનિયાભરના હેલ્થ એક્સપર્ટ ચિંતિત છે. આ સાઈડ ઈફેક્ટ એટલે હાર્ટ એટેક. ઓક્સફોર્ડ જર્નલના સ્ટડી મુજબ કોરોનામાં ગંભીર સ્થિતિમાં હૉસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પૈકી રિકવર થયેલા 50 ટકા દર્દીઓના હાર્ટ એક મહિનામાં જ ડેમેજ થયા છે. આ રિપોર્ટ મુજબ રિકવરી બાદ દર્દીઓએ હાર્ટ રેટ ચેક કરતાં રહેવા જોઈએ. તેની અવગણના કરવામાં જીવનું જોખમ રહેલું છે.

કોરોનાવાઇરસ હૃદય પર કેવી રીતે અસર કરે છે?
એક્સપર્ટના મતે કોરોનાનું ઈન્ફેક્શન શરીરમાં ઈન્ફ્લેમેશનને ટ્રિગર કરે છે. જેને કારણે હૃદયની માંસપેશીઓ નબળી પડી જાય છે. તેનાથી પલ્સ રેટ પણ પ્રભાવિત થાય છે. આ સ્થિતિમાં અસામાન્ય રીતે બ્લડ ક્લોટિંગની સમસ્યા સર્જાય છે. જ્યારે દર્દીના ફેફસાં અને ધમનીમાં બ્લડ ક્લોટિંગ થાય ત્યારે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

બીજી બાજુ વાયરસ સીધો રિસેપ્ટર સેલ્સ પર હુમલો કરે છે. જેને ACE2 રિસેપ્ટર્સના નામે ઓળખવામાં આવે છે. જે માયોકાર્ડિયમ ટિસ્યૂમાં જઈને નુકસાન કરી શકે છે. આ એક પ્રકારે હાર્ટ મસલ્સ માટે ઇન્ફ્લેમેશન જ છે. આ સ્થિતિમાં જો સમયસર સારવાર ન થાય તો હાર્ટ ફેલ્યોર થવાની શક્યતા વધી જાય છે. એમાં પણ જે લોકોને અગાઉથી જ હૃદયની તકલીફ હોય તેમના માટે મોટો ખતરો રહે છે.

કેટલાક દર્દીઓને વાઇરલ બીમારી પછી ક્રોનિક હાર્ટ મસલ વીકનેસ, કાર્ડિયાક એનલાર્જમેન્ટ અને લો હાર્ટ ઈજેક્શન ફ્રેક્શનની તકલીફ થતી હોય છે. જેને ડાઈલેટેડ કાર્ડિયોમાયોપેથી કહે છે. કોવિડ ઈન્ફેક્શન બાદ આ કાર્ડિયોમાયોપેથી ઘાતક બની શકે છે, અને હાર્ટ એટેકને નોતરી શકે છે.

હાર્ટ એટેક ક્યારે આવે છે?
જ્યારે માંસપેશીઓ યોગ્ય પ્રમાણમાં લોહીને પમ્પિંગ કરી શકે નહીં ત્યારે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. આ સ્થિતિમાં ધમનીઓ સંકોચાવા લાગે છે અને બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે. જેને કારણે હૃદય પર્યાપ્ત પમ્પિંગ માટે નબળું પડી જાય છે. આ એક ક્રોનિક સમસ્યા છે. સમયસર સારવાર ન થાય તો કન્ડિશન વધુ બગડી શકે છે.

હાર્ટ એટેકની સારવાર શું હોય છે?
સમયસર સારવાર મળે તો હાર્ટને ડેમેજ થતું બચાવી શકાય છે. હાર્ટ ફેલ્યોરના એડવાન્સ કેસમાં જરૂર પડ્યે લેફ્ટ વેન્ટ્રિકુલર આસિસ્ટ ડિવાઇસ પ્રોસ્યુજર બેસ્ટ છે. કેટલાક કેસમાં દવાઓ અને થેરાપીથી સારું થઈ શકે છે. કેટલાક કેસમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની પણ જરૂર પડે છે. લેફ્ટ વેન્ટ્રિકુલર આસિસ્ટ ડિવાઇસ લેફ્ટ વેન્ટ્રિકુલરને મદદ કરે છે, જે હાર્ટની મુખ્ય પમ્પિંગ ચેમ્બર છે. આવી સ્થિતિમાં તેને સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે.

હાર્ટ ફેઈલ થવાના લક્ષણો કેવા હોય છે?
હાર્ટ ફેઈલ થતાં પહેલાં દર્દીને શ્વાવસની તકલીફ થઈ શકે છે. ધીમેધીમે નબળાઈ અને થાકની સમસ્યા વધવા લાગે છે. પંજા, એડી અથવા પગમાં સોજાં ચઢવા લાગે છે. હાર્ટ બિટ વધી જાય છે અથવા અનિયમિત થઈ જાય છે. એક્સરસાઈઝ કરવાની ક્ષમતા ઘટી જાય છે. સતત ઉધરસ આવે છે અને ફ્લ્યૂડ રિટેન્શનને કારણે વજન વધે છે, ભૂખ લાગતી નથી અને વારંવાર પેશાબ જવું પડે છે.

કોરોનાના દર્દીઓએ શું ધ્યાનમાં રાખવું જોઈએ?
એક્સપર્ટના મતે કોરોનાગ્રસ્ત થયા બાદ જે લોકોને છાતીમાં દુખાવાની તકલીફ હોય તેમણે ઈમેજિંગ કરાવવી લેવી જોઈએ. એટલું જ નહીં સંક્રમિત થયા પહેલાં પણ જેમને હાર્ટની બીમારી હોય તેમણે પણ તપાસ કરાવવી જોઈએ. જેને કારણે વાઇરસે હૃદયની માંસપેશીઓને કેટલું નુકસાન કર્યું છે તે જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...