• Gujarati News
  • Dvb original
  • Whose Voice Is The Caller Tune Of Corona Vaccination That The Whole Country Is Listening To Now? Let's Meet This Young Gujarati

EXCLUSIVE:દેશ આખો અત્યારે જે કોરોના વેક્સિનેશનની કોલર ટ્યૂન સાંભળે છે એ અવાજ કોનો છે? ચાલો, મળીએ આ યુવા ગુજરાતીને

એક મહિનો પહેલાલેખક: દિનેશ સિંધવ

અત્યારે આપણે કોઈને ફોન કરીએ ત્યારે સામે છેડેથી કોરોના વેક્સિનેશન અંગેની નવી કૉલર ટ્યૂન સંભળાય છે. દેશમાં 100 કરોડ કોરોના વેક્સિનેશનનો આંકડો પાર કરવાની ઉજવણીના ભાગરૂપે આ કૉલર ટ્યૂન તૈયાર કરવામાં આવી છે, પણ શું તમને ખબર છે કે આ કૉલર ટ્યૂન પાછળ કોનો અવાજ છે? દેશભરમાં દરેક લોકોના મોબાઈલમાં કૉલર ટ્યૂનમાં જે અવાજ સંભળાય છે એ એક ગુજરાતી છે. આ યુવા ગુજરાતી એટલે પાર્થ તારપરા. હા, પાર્થ તારપરાએ જ આ કૉલર ટ્યૂન માટે પોતાનો અવાજ આપ્યો છે.

કોણ છે પાર્થ તારપરા?

પાર્થ તારપરા જામનગરના કાલાવડ તાલુકાના નિકાવા ગામના વતની છે. પાર્થ તારપરાએ એન્જિનિયરિંગ કર્યા બાદ એક રેડિયો સ્ટેશનમાં કોપી રાઈટર તરીકે નોકરીની શરૂઆત કરી હતી. બાદમાં માય એફએમમાં રેડિયો જૉકી તરીકે જોડાયા હતા. હાલમાં તે ફિલ્મ પ્રોડક્શન કંપની ‘વિજયગિરિ ફિલ્મોસ’ સાથે ગીતકાર અને સ્ક્રિપ્ટ રાઈટર તરીકે સંકળાયેલા છે.

આ કૉલર ટ્યૂન માટે અવાજ કેવી રીતે સિલેક્ટ થયો?

અમદાવાદમાં એક પ્રોડ્ક્શન હાઉસ સાથે કામ કરતા પાર્થ તારપરા ડોક્યુમેન્ટરીની કોપી લખે છે અને સાથે સાથે જરૂર પડ્યે વોઈસઓવર પણ કરે છે. આવી જ રીતે તેમણે ભારત સરકાર માટેની ડોક્યુમેન્ટરીમાં પણ અવાજ આપ્યો હતો. જે- તે સમયે આ અવાજ જે-તે મંત્રાલયને પસંદ પડ્યો હતો. હવે જ્યારે નવી કોલર ટ્યૂન બનાવવાની વાત આવી ત્યારે દેશભરમાંથી વોઈસના સેમ્પલ મગાવાયાં હતાં. આ સેમ્પલના આધારે અંતે પાર્થ તારપરા જ બાજી મારી ગયા.

‘100 કરોડ વેક્સિનેશન એન્થમ’ થીમ સોંગ પણ લખ્યું

અગાઉ 100 કરોડ વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો થતાં કરાયેલી ઉજવણીના ભાગરૂપે ‘100 કરોડ વેક્સિનેશન એન્થમ’ થીમ સોંગ પણ લોન્ચ કરાયું હતું. આ એન્થમ સોંગ પણ ખુદ પાર્થે જ લખ્યું હતું. આ સોંગ જાણીતા પ્લેબેક સિંગર કૈલાસ ખેરે ગાયું હતું.

ગમતું કામ કરતા રહો તો સફળતા મળે જ છે

આ જર્ની વિશે વાત કરતાં પાર્થ તારપરા કહે છે, કોઈપણ વ્યક્તિને સફળ થવું હોય તો તેમણે ગમતું કામ કરવું જોઈએ. શરૂઆતમાં ભલે થોડી ઘણી તકલીફ પડે, પણ છેવટે સફળતાએ સામે ચાલીને આવવું પડે છે.