તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • Who Has The Right To Investigate The Death Of Sushant Rajput? What Does The Law Say About This Dispute Between Mumbai Bihar Police?

ભાસ્કર એક્સપ્લેનર:સુશાંત રાજપૂતના મૃત્યુની તપાસ કરવાનો અધિકાર કોને?મુંબઈ-બિહાર પોલીસ વચ્ચેના આ વિવાદ અંગે કાયદો શુ કહે છે?

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુંબઈ પોલીસ કમિશ્નરે બિહાર પોલીસની તપાસના ક્ષેત્ર અધિકાર અંગે પ્રશ્ન ઉઠાવ્યો
 • સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થશે; જેમા અધિકાર કોનો છે તે નક્કી થશે

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂનના રોજ થયેલા શંકાસ્પદ મૃત્યુ અંગેની તપાસના મુદ્દે બિહાર તથા મુંબઈ પોલીસ એક બીજાની સામ-સામે આવી ગઈ છે.સોમવારે પ્રથમ વખત મુંબઈ પોલીસે કહ્યું કે આ કેસની તપાસનો અધિકાર બિહાર પોલીસને નથી. આ અગાઉ આ કેસની તપાસ માટે બિહારથી મુંબઈ પહોંચેલા એક અધિકારીને 14 દિવસ માટે ક્વોરન્ટીનમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ ઘટનાક્રમથી અનેક પ્રશ્ન સર્જાયા છે. સૌથી મોટો પ્રશ્ન એ રહ્યો છે કે આ કેસની તપાસનો અધિકાર કોને છે? હકીકતમાં પટનામાં સુશાંતના પિતા કેકે સિંહએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવતા FIR દાખલ કરી હતી. આ કેસની તપાસ કરી રહેલી બિહાર પોલીસની ટીમ વર્તમાન સમયમાં મહારાષ્ટ્રમાં છે.

મુંબઈ પોલીસનું શું કહેવું છે?

 • મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે કહ્યું કે 56 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. રિયાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. કુદરતી મોત અને શંકાસ્પદ મોત આ બન્ને એંગલની તપાસ થઈ રહી છે.
 • મુંબઈ પોલીસના મતે 16 જૂનના રોજ તમામ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. તેમા સુશાંતના સંબંધિઓનો પણ સમાવેશ થતો હતો. જોકે, તે સમયે કોઈએ સુશાંતની હત્યા અંગે આશંકા વ્યક્ત કરી ન હતી.
 • પરમવીર સિંહ તો ત્યાં સુધી કહ્યું કે બિહાર પોલીસને ઝીરો FIR નોંધાવી કેસ અમને ટ્રાન્સફર કરવાની જરૂર હતી. અમારી આ તપાસ યોગ્ય દિશામાં થઈ રહી છે
 • જોકે, મુંબઈ પોલીસે સ્પષ્ટતા કરી છે કે રિયાના ખાતામાં સુશાંતના ખાતામાંથી પૈસા ટ્રાન્સર થવા અને સુશાંતના ઘરે 13-14 જૂનના રોજ પાર્ટી થઈ હોય તેવા કોઈ પૂરાવા મળ્યા નથી.

બિહાર પોલીસનું શુ કહેવું છે?

 • સુશાંતના પિતા કેકે સિંહે 25 જુલાઈના રોજ પટનામાં FIR નોંધાવી હતી. તેમા તેમણે રિયા અને તેના પરિવાર સહિત છ લોકો પર સુશાંતને આત્મહત્યા કરવા માટે ઉષ્કેર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.
 • બિહાર પોલીસે પોતાની તપાસ શરૂ કરી છે. તેમની ટીમ અત્યારે મુંબઈમાં છે. એક અધિકારી વિનય તિવારી પણ મુંબઈ પહોંચ્યા હતા. પણ મુંબઈ મહાનગર પાલિકાએ તેમને 14 દિવસ કોરન્ટીનમાં મોકલી આપ્યા છે. બિહારના એડવોકેટ જનરલ લલિત કિશોરે કહ્યું છે કે સુશાંતના પિતા પટનામાં રહે છે. તેમની ફરિયાદને આધારે FIR નોંધવામાં આવી છે. તેને લીધે આ કેસમાં બિહાર પોલીસનો ક્ષેત્ર અધિકાર છે.
 • હકીકતમાં બિહારમાં આ મુદ્દાએ રાજકીય રંગ પકડી લીધો છે. તેને લીધે રાજકીય નેતાઓનો આ કેસમાં રસ વધી ગયો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારથી લઈ અન્ય નેતાઓ આ કેસમાં CBI તપાસની માંગ કરી રહ્યા છે?

કોનો દાવો ખરો છે- શુ કહે છે નિષ્ણાતો?

 • મહારાષ્ટ્રમાં અનેક ક્રિમિનલ કેસમાં સરકારી વકીલ રહેલા ઉજ્જવલ નિકમનું કહેવું છે કે CRPC (Code of criminal procedure)માં બે વિવિધ કલમમાં ક્ષેત્ર અધિકાર દર્શાવવામાં આવ્યા છે.
 • CRPCની કલમ 177, 178 અને 178માં કોર્ટના ક્ષેત્ર અધિકાર અંગે વાત કરી છે. બીજી બાજુ કલમ 156માં કોઈ Cognizable (અધિકાર હેઠળનો ગુનો કે અપરાધ) કેસમાં પોલીસ અધિકારીના ક્ષેત્ર અધિકાર અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.
 • કલમ-156 પ્રમાણે પોલીસ અધિકારીને કોર્ટના ક્ષેત્ર અધિકારમાં તપાસ કરવાનો અધિકાર છે. આ કલમની પેટા-કલમ (2) કહે છે, આ અધિકારક્ષેત્રની બહાર તપાસ કરી પણ લેવામાં આવે તો તેની સામે પ્રશ્ન કરી શકાય તેમ નથી.
 • જોકે, નિકમનું કહેવું છે કે જો ભોપાલમાં કોઈ હત્યા થાય છે અને તેની કોઈ લિંક મુંબઈમાં નિકળે છે તો ઝીરોમાં FIR નોંધાય છે. ત્યારબાદ ડુપ્લીકેશનથી બચવા માટે મુંબઈ પોલીસ કેસની તપાસ ભોપાલ મોકલી દે છે.

તો હવે આગળ શુ થશે?

 • આ કેસમાં રિયા ચક્રવર્તીએ બિહાર પોલીસની તપાસ પર પ્રશ્ન ઉઠાવતા FIR ને મુંબઈ ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. આ અંગે બુધવારે સુનાવણી થશે.
 • બિહાર સરકારે પણ પાર્ટી બનાવવાની તૈયારી દેખાડી છે. બીજી બાજુ, સુશાંતના પિતા કેકે સિંહએ પણ કેવિએટ લગાવી છે. જેથી કેસ પર ચુકાદો આપતા પહેલા કોર્ટ સમક્ષ તેમને પોતાની વાત રાખવાની તક મળે.
 • હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરસે કે બિહાર પોલીસની તપાસ મુંબઈ શિફ્ટ કરવો જોઈએ કે પછી સ્વતંત્ર તપાસ કરી શકાશે. સુપ્રીમ કોર્ટ ઈચ્છે તો આ કેસની તપાસ પોતાના સ્તર પર CBIને સોંપી દેશે. તેનાથી બન્ને રાજ્યોની પોલીસના ક્ષેત્ર અધિકારનો વિવાદ ખતમ થઈ જશે. જોકે, મહારાષ્ટ્ર તેનો વિરોધ કરે છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો