સુપ્રીમ કોર્ટે સેબીને પણ તપાસ કરવાનો નિર્દેશ કર્યો કે શું સેબીના નિયમોની ધારા 19 ઉલ્લંઘન થયું છે? શું સ્ટોકની કિંમતમાં કોઈ હેરફેર થઈ છે? સુપ્રિમ કોર્ટે સેબીને 2 મહિનાની અંદર તપાસ કરવા અને પરિસ્થિતિનો રિપોર્ટ દર્શાવવા આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રૂપ અને હિંડનબર્ગ રિપોર્ટ સંબંધિત મુદ્દા પર નિષ્ણાત સમિતિની રચના કરી છે. સુપ્રિમ કોર્ટે રોકાણકારોની સુરક્ષા માટે રેગ્યુલેટરી મિકેનિઝમ સંબંધિત મુદ્દાને ઉકેલવા માટે સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ એએમ સપ્રેની અધ્યક્ષતામાં છ સભ્યોની સમિતિની રચના કરી છે. કોર્ટે આ ચુકાદો રોકાણકારોની સુરક્ષા માટે રેગ્યુલેટરી મિકેનિઝમ સાથે સંબંધિત સમિતિની રચના પર હિંડનબર્ગ રિપોર્ટ સંબંધિત અરજીઓની સુનાવણી દરમિયાન આપ્યો.
સુપ્રીમ કોર્ટે સેબીને તપાસ કરવાનો પણ આદેશ આપ્યો. સેબીના નિયમોની કલમ 19નું ઉલ્લંઘન થયું છે કે કેમ? તેની તપાસ કરવાનો પણ નિર્દેશ કર્યો. શું શેરના ભાવમાં હેરાફેરી થઈ છે? સુપ્રીમ કોર્ટે સેબીને 2 મહિનાની અંદર તપાસ કરીને સ્ટેટસ રિપોર્ટ આપવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કમિટીને બે મહિનાની અંદર સીલબંધ કવરમાં પોતાનો રિપોર્ટ કોર્ટને સોંપવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સમિતિનો અધિકાર ઢાંચાને મજબૂત કરવાનો ઉપાય આપવા, અદાણી વિવાદની તપાસ અને કાયદાકીય માળખું મજબૂત કરવાના પગલાં સૂચવવાનું રહેશે. SC એ સેબીને સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો કે સમિતિને તમામ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે.
જાણો અદાણી-હિંડેનબર્ગ કેસની તપાસ માટે બનાવવામાં આવેલી કમિટીના સભ્યો કોણ છે?
અદાણી ગ્રુપને લઈને સુપ્રિમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભાળવતા છ સભ્યોની કમિટી બનાવી છે. જેમાં કમિટીના અધ્યક્ષ એ.એમ. સપ્રે (રિટાયર્ડ જસ્ટિસ) સહિત ઓ.પી. ભટ્ટ (સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના પૂર્વ ચેરમેન) , ન્યાયમૂર્તિ જે.પી. દેવધર (આયકર વિભાગના વકીલ રહી ચૂક્યા છે.), નંદન નીલેકણી (ઈન્ફોસિસના પૂર્વ કો-ફાઉન્ડર અને ઉદ્યોગપતિ), કે.વી. કામથ (ઈન્ફોસિસના પૂર્વ ચેરમેન, ન્યૂ ડેવલપમેન્ટ બેંકના પૂર્વ ચીફ, ICICI બેંકના નૉન એક્ઝિક્યૂટીવ ચેરમેન) અને સોમશેખર સુંદરેસન (વ્યાપારી કાયદાના નિષ્ણાંત, વરિષ્ઠ વકીલ)નો પણ સમાવેશ થાય છે.
એક્સપર્ટ કમિટીમાં આ મોટાં નામો સામેલ
નંદન નીલેકણી:
દેશને આધાર કાર્ડ, UPI, ફાસ્ટેગ, GST જેવી ટેક્નોલોજી આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ઈન્ફોસિસના ફાઉન્ડર નંદન નીલેકણીનો આ છ સભ્યની તપાસ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
કે. વી. કામથઃ
દેશના પ્રખ્યાત બેંકર કે. વી. કામથને તો આપ જાણતા જ હશો. IIM અમદાવાદથી પોસ્ટગ્રેજ્યુએટ, કામથ 1971માં ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન (DFI) ICICIમાં જોડાઈને પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ત્યાર બાદ તેઓ ICICI બેંકના MD-CEO પણ બન્યા હતા. તેઓ નેશનલ બેન્ક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ (NaBFID)ના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
અભય મનોહર સપ્રેઃ
અભય મનોહર સપ્રે વર્ષ 1978માં બાર કાઉન્સિલમાં એડવોકેટ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કર્યા પછી, 1999માં તેઓ એમપી હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિયુક્ત થયા હતા. તેઓ રાજસ્થાન, છત્તીસગઢ અને મણિપુર હાઈકોર્ટમાં પણ જજ રહ્યા છે. તેમને 2014માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 2019માં નિવૃત્ત થયા હતા.
ઓપી ભટ્ટ:
ઓમ પ્રકાશ ભટ્ટ એક ભારતીય બેંકર છે અને જૂન 2006થી માર્ચ 31, 2011 સુધી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI ચેરમેન)ના ચેરમેન રહ્યા હતા. હાલમાં, તેઓ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ, ટાટા સ્ટીલ લિમિટેડ અને હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના બોર્ડમાં ઈન્ડિપેંડેન્ટ ડિરેક્ટર તરીકે સામેલ છે.
જસ્ટિસ જેપી દેવધર:
બોમ્બે યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતક અને માસ્ટર ડિગ્રી મેળવનાર નિવૃત્ત જસ્ટિસ જેપી દેવધર 1977માં બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેઓ 1982થી યુનિયન ઓફ ઈન્ડિયાના વકીલ છે અને 1985થી ઈન્કમટેક્સ વિભાગના વકીલ પણ છે. 12 ઓક્ટોબર, 2001ના રોજ તેમને હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે બઢતી આપવામાં આવી હતી.
સોમશેખર સુંદરેસન:
એડવોકેટ સોમશેખર સુંદરેસન કોમર્શિયલ લોમાં વિશેષતા ધરાવે છે.
આ પહેલાં શુક્રવારે સુપ્રીમ કોર્ટે આ કેસમાં મીડિયા કવરેજ પર પ્રતિબંધ લગાવવાની માગણી કરતી અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે તેઓ મીડિયા રિપોર્ટિંગ ના રોકી શકે. ત્યારે કોર્ટે એવું પણ કહ્યું હતું કે તેઓ આ કેસમાં કમિટી વિશેનો તેમનો નિર્ણય સુરક્ષિત રાખે છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.