તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • Where The Ambulance Is Not Reaching, The Village Vehicles Are Reaching The Hospital In A Few Minutes As Soon As The Call Is Made, So Far 105 Lives Have Been Saved.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંતેવાડાથી રિપોર્ટ:નક્સલી વિસ્તારમાં એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી, એટલા માટે ત્યાં રહેતા લોકોની ગાડીઓને જ એમ્બ્યુલન્સ બનાવી દેવાઈ

દંતેવાડા7 મહિનો પહેલાલેખક: અંબુ શર્મા
 • કૉપી લિંક

દંતેવાડાની ધુર નક્સલ પ્રભાવિત ગદાપાલની રહેવાસી મહિલા રાયબતીની તબિયત ખરાબ હતી. તેને હોસ્પિટલ જવાનું હતું. એમ્બ્યુલન્સને કોલ કર્યો, દંતેવાડાથી 20 કિમી દૂર હોવાના કારણે અને રસ્તો ખરાબ હોવાના કારણે પહોંચવામાં 30 મિનિટ જેટલો ટાઈમ લાગતો હતો. સરપંચને સૂચના મળી. તાત્કાલિક ગામની જ રજિસ્ટર્ડ ગાડીના માલિકને ફોન કર્યો. 5 મિનિટની અંદર ગાડી પહોંચી અને મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જઈને સારવાર કરાવી. વાહનમાલિકને કર્મચારીઓએ ભાડું આપ્યું.

દર્દીના બીમાર હોવાના સમાચાર મળતાંની સાથે જ વાહનમાલિકોને બોલાવવામાં આવે છે.
દર્દીના બીમાર હોવાના સમાચાર મળતાંની સાથે જ વાહનમાલિકોને બોલાવવામાં આવે છે.

ધુર નક્સલ પ્રભાવિત દંતેવાડાના ઘણાં ગામો સુધી પહોંચવા માટે પાકા રસ્તા નથી. ગામમાં નેટવર્ક પણ નથી. બીમાર પડે તો દર્દીઓને ખાટલાના સહારે ઘણી દૂર સુધી પગપાળા લઈ જવા માટે ગામના લોકો મજબૂર છે. આ તસવીરને બદલવા માટે દંતેવાડા તંત્રએ સુગમ સ્વાસ્થ્ય દંતેવાડા યોજનાની શરૂઆત કરી. ગામની ગાડીઓને એમ્બ્યુલન્સનો વિકલ્પ બનાવ્યો, જેનો સારો ફાયદો હવે ગામના લોકોને મળવા લાગ્યો છે. ખાસ વાત તો એ છે કે આ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડનારા વાહનમાલિકોને ભાડું પ્રશાસન આપી રહ્યું છે, જે તેમની આવકનો મોટો સ્ત્રોત બન્યો છે.

પહેલાં હોસ્પિટલ પહોંચવામાં એક કલાકનો સમય લાગી જતો હતો, હવે તો મિનિટોમાં જ આ કામ થઈ રહ્યું છે. નીતિપંચ પણ આ કામની પ્રશંસા કરી ચૂક્યું છે.
પહેલાં હોસ્પિટલ પહોંચવામાં એક કલાકનો સમય લાગી જતો હતો, હવે તો મિનિટોમાં જ આ કામ થઈ રહ્યું છે. નીતિપંચ પણ આ કામની પ્રશંસા કરી ચૂક્યું છે.

યોજના શરૂ થયાના 3 મહિનાની અંદર આ સુવિધાથી 105 દર્દી સમય બગાડ્યા વગર હોસ્પિટલ પહોંચી ગયા છે. વાહનમાલિકોએ પણ 32 હજાર રૂપિયાની કમાણી કરી લીધી છે. સૌથી સારી વાત તો એ છે કે આ યોજનાઓ સાથે જોડાવા માટે દંતેવાડાના સૌથી નજીકના ગામ બાલપેટ, ટેકનારથી માંડી નક્સલીઓના ગઢ મારજૂમ સુધી વાહનમાલિકોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. નીતિપંચે પણ આની પ્રશંસા કરી છે. કલેક્ટર દીપક સોનીએ જણાવ્યું હતું કે હવે દર્દી સમયસર હોસ્પિટલ પહોંચી રહ્યા છે અને ગામના યુવાનોને પણ કમાણીનું સાધન મળ્યું છે. હોસ્પિટલ સુધી પહોંચાડવાની રકમ વધારવામાં આવશે. આ વ્યવસ્થાને વધુ મજબૂત કરવામાં આવશે. નોડલ અધિકારી અંકિત સિંહ કુશવાહે જણાવ્યું હતું કે ગર્ભવતી મહિલાઓને પણ આ યોજનાનો સારો ફાયદો મળી રહ્યો છે.

આ રીતે સંપર્ક થઈ રહ્યો છે
ગામમાં ઉપલબ્ધ વાહનમાલિકો સાથે સંપર્ક પર તેમની ગાડીઓનું રજિસ્ટ્રેશન કરાવાય છે. હાલ 78 વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. તેમના મોબાઈલ નંબરને ગામના જ સરપંચ, સચિવ, મિતાનિન, સ્વાસ્થ્ય કાર્યકર્તાઓમાં વહેંચી દીધા. દર્દીની બીમારીના સમાચાર મળતાંની સાથે જ એમ્બ્યુલન્સમાં ફોન ન લાગવા અથવા અતંર વધારે હોય તો ગામના જ વાહનમાલિક સાથે સંપર્ક કરીને તેને બોલાવવામાં આવે છે.

દંતેવાડાની સમસ્યાઓ

 • ગામ તથા પારોનું હોસ્પિટલથી અંતર વધુ.
 • નક્સલી વિસ્તારમાં એમ્બ્યુલન્સનું ઝડપથી પહોંચવું મુશ્કેલ.
 • જે ગામ હોસ્પિટલથી દૂર છે ત્યાં સમયસર એમ્બ્યુલન્સ નથી પહોંચતી.
 • ભાડાની ગાડી માટે દરેક ગ્રામીણ સક્ષમ નથી.
 • ગામો સુધી પહોંચવાના રસ્તા, પુલ, નેટવર્ક ન હોવાં પણ એક મોટો પડકાર છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો