બ્લેકબોર્ડ:લગ્ન પછીનાં 50 વર્ષ જ્યાં વિતાવ્યા છે, ત્યાં માટે હું એક ડાકણ છું, જે બાળકોને ખાય જાય છે

ભીલવાડા અને બુંદી3 મહિનો પહેલાલેખક: મૃદુલિકા ઝા
  • 65 વર્ષના કજરી દેવી પોતાનું ગામ છોડીને તેમની પુત્રીને ત્યાં રહે છે

સાંજનો સમય! હું ઢોરને પાણી પીવડાવતી હતી ત્યારે પાડોશી આવ્યો અને મારા વાળ પકડીને માર મારવા લાગ્યો. તે ઈચ્છતો હતો કે હું તેની પત્નીના શરીરમાંથી બહાર નીકળી જાઉં. હું પીડા અને ગુસ્સામાં ચીસો પાડી રહ્યી હતી. તે દિવસે મરતા- મરતા બચી ગઈ, પરંતુ ગામ છોડવું પડ્યું. હવે હું એ જગ્યા માટે ડાકણ છું જ્યાં મેં લગ્ન કર્યા પછી 50 વર્ષ વિતાવ્યા હતા. પરિણીતાઓના શરીરમાં ઘુસવાવાળી, બાળકોને ખાઈ જનારી, ખેતરોને નિર્જન કરી દેનારી.

લગભગ 65 વર્ષીય કજરી દેવીની આંખોમાં મુસીબત પહેલા પણ જે દેખાય છે તે છે નિર્જનતા. જ્યાં આખી જીંદગી વિતાવી, અંતિમ દિવસોમાં એક ડાઘ લઈને તેનાથી દૂર જવાની તડપ. રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના ઉલેલા ગામની કજરી પર એક વર્ષ પહેલા ડાકણ હોવાનો આરોપ લાગ્યો હતો. ત્યારથી બધું બદલાઈ ગયું.

બપોરે અથાણાં અને પાપડ માટે એકઠી થતી મહિલાઓએ ઘરે આવવાનું ટાળવાનું શરૂ કર્યું. તીજ-તહેવારો સુમસામ થવા લાગ્યા, પણ સૌથી ઉપર જીવનું જોખમ હતું. કજરીને ગામ છોડવું પડ્યું. હવે તે બુંદી જિલ્લામાં તેની પુત્રી-જમાઈના ઘરે રહે છે.

દિલ્હીથી ઉદયપુર થઈને લગભગ 1260 કિલોમીટરની મુસાફરી કરીને અને તેમના નવા ઠેકાણાં પર પહોંચ્યા હતા. આ તાલાબ ગામ છે. લગભગ 500 ઘરો વાળા ગામમાં અમારી ગાડી પ્રવેશ કરતાની સાથે જ લોકો અચરજ પામ્યા હતા. જાણવા મળ્યું કે તેઓ ડરેલા છે કારણ કે અમને વિજળી વિભાગવાળાની જેમ જોઈ રહ્યા હતા. ઘણાં લોકો કહી રહ્યા હતા કે પાછા જતા રહો, રસ્તો બહું જ ખરાબ છે.

અમે નીચે ઉતરીને ઝાડી-ઝાંખડાને દુર કરતા કરતા આગળ વધી રહ્યા હતા. રસ્તામાં આ ઝાડી-ઝાંખડા ગામના લોકો જ નાંખે છે, જેથી વીજ વિભાગના માણસો તેમની ચોરી પકડી ન શકે.

આ છે ભીલવાડાની રહેવાસી 65 વર્ષનાં કજરી દેવી. ગામલોકો તેમને ડાકણ કહે છે, ક્યારેક તેમને મારવાનો પ્રયાસ પણ કર્યો છે. આ કારણે હવે તે પોતાનું ગામ છોડીને તેમની પુત્રીને ત્યાં રહે છે.
આ છે ભીલવાડાની રહેવાસી 65 વર્ષનાં કજરી દેવી. ગામલોકો તેમને ડાકણ કહે છે, ક્યારેક તેમને મારવાનો પ્રયાસ પણ કર્યો છે. આ કારણે હવે તે પોતાનું ગામ છોડીને તેમની પુત્રીને ત્યાં રહે છે.

કજરીનું ઘર ગામની બહાર ખેતરની વચ્ચે છે, જ્યાંથી એક કિલોમીટર સુધી કોઆ જ મકાન નથી. તેમનો પુત્ર મોતીલાલ માળી કહે છે, મેં ખુબ જ સમજી-વિચારીને માતાને અહીં રાખ્યા છે. ન તો તેઓ લોકોની વચ્ચે રહેશે, અને ન તો લોઈ અફવા ફેલાશે. એક વખત કોઈ મહિલા જો ડાકણ કહેવા લાગે તો પછી તે મૃત્યુ સુધી ત્યાં જ રહે છે. તેના શરીર પરના ઘા રુઝાઈ જશે તો પણ ડાકણ શબ્દ તેનો પીછો છોડશે નહીં. અને તેના જીવને પણ જોખમ રહેશે. એક વખત મારવાની કોશિશ કરી, તો પછી મારી પણ નાંખે.

શું થયું હતુ?

અમારો સવાલ પૂરો થાય તે પહેલાં જ કજરી મેવાડીમાં કહેવા માંડે છે- સાંજનાં સમયે પાડોશી ઘરે આવ્યો હતો.

તે ખૂબ જ ગુસ્સામાં હતો અને મને ડાકણ કહીને બુમો પાડી રહ્યો હતો. મેં કહ્યું કે હું ડાકણ નથી. મારે પણ બાળકો છે, પૌત્ર- પૌત્રીઓ પણ! પછી પણ તે માન્યો નહીં અને મને મારવા લાગ્યો હતો. તેણે કહ્યું કે હું મારી જાતને ડાકણ માની લઉં અને તેની પત્નીના શરીરમાંથી બહાર નીકળી જાઉ. મારા વારંવાર ના પાડવા પર તે વધુ ઉશ્કેરાઈ ગયો અને મને કાચા કૂવા તરફ ખેંચી ગયો અને મને ધક્કો મારી દીધો હતો.

કજરીના પુત્ર મોતીલાલ કહે છે, અહીં ડાકણ એક પ્રકારની પરંપરા બની ગઈ છે. ડાકણની પ્રથા સામે કડક કાયદા હોવા છતાં ભીલવાડામાં દરરોજ આવી ઘટનાઓ બને છે. આ કારણસર માતાને બીજા ગામમાં લઈ જવા પડ્યા.
કજરીના પુત્ર મોતીલાલ કહે છે, અહીં ડાકણ એક પ્રકારની પરંપરા બની ગઈ છે. ડાકણની પ્રથા સામે કડક કાયદા હોવા છતાં ભીલવાડામાં દરરોજ આવી ઘટનાઓ બને છે. આ કારણસર માતાને બીજા ગામમાં લઈ જવા પડ્યા.

પડતી વખતે કજરી દેવીએ જમણા હાથે કૂવાની પાઈપ પકડી લીધી હતી. ગામ લોકોએ તેને બચાવી તો લીધી, પરંતુ ડાકણના આરોપથી બચાવી શક્યા નહીં.

ઘટના 5 ઓક્ટોબર 2021ની છે. આ ઘટના બાદ ઘાયલ કજરી દેવીને કૂવામાંથી બહાર કાઢવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. પરંતુ તેનાથી પણ વધુ ફેલાયેલી વાત એ છે કે ડોકરી (કજરી) પાસે શૈતાની તાકાત છે. તે પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે પરિણીતાના શરીરમાં પ્રવેશ કરે છે અને વિવિધ માંગણીઓ કરે છે.

કજરી પોતાનો તૂટેલો ડાબો હાથ બતાવે છે અને કહે છે- હું બધું જ જમણા હાથથી જ કરું છું. તે હવે નકામો છે.

તેમની દીકરી મીનાબાઈ પાસે જ બેઠી છે. ગરમીના કારણે રડતા, દૂધ પીતા બાળકને હાથેથી પંખો ઝુલાવતા કહે છે- લોકો તો મને પણ ડાકણ કહે છે. લગ્નના 20 વર્ષ સુધી કોઈ સંતાન ન હતું, પછી બધા મારાથી ડરવા લાગ્યા. મહિલાઓ પણ તેની નજીક ન આવતી હતી કે હું તેમને કંઈક કરી દઈશ. સાસુ પણ મારાથી ભાગતા હતા કે હું ક્યાંક જાદુ ન કરી દઉ.

હું બાળક તરફ ઇશારો કરીને પૂછું છું- અને હવે? 'હવે શું! મને ડાકણ બન્યાને 20 વર્ષ વીતી ગયા.' હસતા- હસતા મીના કહે છે. તેઓ પણ ક્યાંય નજીક આવતા નથી.

તે કજરીની પુત્રી મીનાબાઈ છે. તે કહે છે કે માની વાત છોડો, ઘણા લોકો મને પણ ડાકણ કહે છે.
તે કજરીની પુત્રી મીનાબાઈ છે. તે કહે છે કે માની વાત છોડો, ઘણા લોકો મને પણ ડાકણ કહે છે.

કજરીના પુત્ર મોતીલાલ જ એકલા એવા વ્યક્તિ હતા, જેઓ હિન્દી જાણતા હતા. તેઓ ક્રમશઃ સમગ્ર ઘટનાને જણાવતા છેલ્લે બોલે છે- માતાને તો લગભગ મારી જ નાંખ્યા હતા. તેઓ હવે અહીં જે રીતે પણ છે, જીવતા છે. આમ તે તેઓ એકલા જ નથી, ડાકણની અંધશ્રદ્ધા (તેઓ તેને પરંપરા કહે છે) સમગ્ર જિલ્લામાં છે. પરિણીતા એકલી હોય કે બાળકો ન હોય તો પાડોશીઓ શંકા કરે છે. કોઈ બીમાર પડી જાય, અથવા ગાય દૂધ ન આપે, બધા તે જ મહીલાને ઘેરીને મારતા હોય છે.

તમને જણાવી દઈએ કે દેશમાં મેલી વિદ્યા વિરુદ્ધ કડક કાયદા હોવા છતાં ભીલવાડામાં દરરોજ આવી ઘટનાઓ બને છે. રાષ્ટ્રીય ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના જણાવ્યા અનુસાર, વર્ષ 2015માં જ આ જિલ્લામાં ડાકણની શંકામાં જીવથી માકી નાંખવાના 25 કેસ નોંધાયા હતા. જ્યારે, 2000 થી 2016 ની વચ્ચે દેશભરમાં 2500 થી વધુ મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. આ મહિલાઓ પર આસપાસનાં પાડેશીઓને એવી શંકા હતી કે તે શૈતાની શક્તિથી તેમને નુકસાન પહોંચાડી રહી છે. બાંસવાડા અને ઉદયપુરમાં પણ ડાકણની આશંકામાં મહિલાઓની સારવાર કરવામાં આવે છે.

જેઓ કથિત ડાકણોનો 'ઇલાજ' કરે છે તેમને સ્થાનિક બોલીમાં ભુવા કહેવામાં આવે છે. સામાન્ય રીતે તે કોઈ પુરુષ હોય છે, જે મહિલાને મારીને, તેના વાળ ખેંચીને અથવા ગરમ લોખંડથી ડામ આપીને તેની અંદર રહેલા શેતાનને મારે છે. દર શનિવારે ભુવાઓ પોતાની દુકાન સજાવીને બેસી જાય છે અને ડાકણોને ઠેકાણે પાડે છે.

ઉલેલા ગામનો એ કૂવો, જ્યાં કજરી દેવીને ફેંકી દેવામાં આવ્યાં હતાં. ઊંડા કૂવા પાસે વરસાદમાં ઝાડીઓ ઊગી ગઈ છે અને ડરના કારણે અહીં કોઈ આવતું નથી.
ઉલેલા ગામનો એ કૂવો, જ્યાં કજરી દેવીને ફેંકી દેવામાં આવ્યાં હતાં. ઊંડા કૂવા પાસે વરસાદમાં ઝાડીઓ ઊગી ગઈ છે અને ડરના કારણે અહીં કોઈ આવતું નથી.

અરવલ્લીના નાના-મોટા ટેકરીઓથી ઘેરાયેલા તાલાબ ગામમાંથી અમે બહાર આવ્યા ત્યારે ભારે વરસાદ શરૂ થયો હતો. કારને અટકાવતા- હંકારતા અમે કાજરી દેવીના મૂળ ગામ ઉલેલા પહોંચ્યા ત્યારે હવામાં ભીનાશની સુગંધ ભળવા લાગી હતી. અંધારું થાય તે પહેલાં, જે પૂછવું હોય તે પૂછી લો. આજે મંગળવાર પણ છે. ડાકણનો દિવસ!- મારા સ્થાનિક મિત્રએ કહ્યું. અમે તે કૂવા પર પહોંચ્યા, જ્યાં કજરી દેવીને ધક્કો મારવામાં આવ્યો હતો. તેના કાચા પ્લેટફોર્મ પર ઘાસ અને નાના છોડ ઉગ્યા હતા. હું નીચે જોઉં છું, પણ ડરછી તસવીર લઈ શકતી ન હતી.

આ જ જગ્યાએ કજરી દેવીનો પાડોશી લખન ઊભો હતો. તેઓ કહે છે- અમે અમ્માને વર્ષોથી જોયા છે. તે ક્યાંથી ડાકણ લાગવા લાગ્યા. શું તમે ક્યારેય જોયું છે કે ડાકન કેવી દેખાય છે? આના પર તે હસે છે અને કહે છે - હા, શનિવારે ઘણી મહિલાઓ હનુમાન મંદિર પહોંચે છે. તેઓ ડાકણ હોઈ શકે છે. પરંતુ અમે ક્યારેય કોઈને જાદુ કરતા જોયા નથી.

તેની બાજુમાં ઘર છે, જ્યાંની પરીણિતા રાણી દેવીને ડાકણ આવે છે. ભાવ એટલે ડાકણ. અમે ત્યાં પહોંચ્યા ત્યારે રાણી ચૂલા પર રોટલા બનાવી રહી હતી. ધુમાડાથી તેની આંખો મચમચાવત , તે કહે છે- જ્યારે ભાવ આવે છે, તો મને કંઈપણ યાદ રહેતું નથી. ખબર છે કે પ્રથમ બાળકના જન્મ પછી, મારામાં ડાકણ આવવાનું શરૂ થયું. હવે 5 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, તે 20 કરતાં વધુ વખત આવી ગઈ છે.

ડાકણ આવે ત્યારે તે એકદમ બદલાઈ જાય છે. ત્યાં બેસેલા શંભુનાથ યાદ કરે છે. તેઓ આ મહિલાનો દિયર છે. શંભુનાથના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી રાણી ડોકણના કારણે બીમાર રહે છે. ડાકણ આવતા જ તેનો ચહેરો ભયાનક બની જાય છે, દોડીને બટકું ભરવા લાગે છે. એવું લાગે છે કે તેણી જોરશોરથી માથું હલાવવા લાગે છે. તેઓ કહે છે, આ જોઈને તો કોઈ પણ ડરી જાય. મેડમ, તમે પણ!

તે ભીલવાડા જિલ્લાની રાણી દેવી છે. તેના દિયર શંભુનાથનો દાવો છે કે રાણીને ડાકણની બીમારી છે. તે ક્યારેય 5 હજારની લિપસ્ટિક અને ક્યારેક વિદેશી ખાવાનું માગે છે.
તે ભીલવાડા જિલ્લાની રાણી દેવી છે. તેના દિયર શંભુનાથનો દાવો છે કે રાણીને ડાકણની બીમારી છે. તે ક્યારેય 5 હજારની લિપસ્ટિક અને ક્યારેક વિદેશી ખાવાનું માગે છે.

હું રાણીની તરફ જોઉ છું. મજબુત બાંધાની તે મહિલા મોટા-મોટા રોટલા બનાવી રહી છે. તેની આંખો ચુલા તરફ છે. વચ્ચે વચ્ચે અમારી તરફ જુએ છે. તેના ચહેરા પર એવું કશું જ લાગતુ નહતુ કે જેનાથી ડર લાગે. આ તરફ શંભુનાથ કહે છે કે, ડાકણ તેના શરીરમાં ઘુસીને પોતાની ઈચ્છાઓ પુરી કરાવે છે. તે ક્યારેક 5 ડજારની લિપસ્ટિક માંગે છે, ક્યારેક મોંઘા કાગળ. ક્યારેક મોંઘા કપડા માંગે છે, ક્યારેક વિદેશી ભોજન.

અમારી પાસે બે ટાઈમનાં રોટલાની પણ વ્યવસ્થા નથી, પરંતુ વર્ષોથી અમે તેના માટે મોંઘી વસ્તુઓ ખરીદીએ છીએ- તે ગભરાયેલા અવાજમાં કહે છે. હું ચોરની નજરે ઘરની હાલત જોવાનો પ્રયત્ન કરું છું. પ્લાસ્ટર વિનાની ઇંટોવાળું ઘર. મુખ્ય દ્વાર અને બાઉન્ડ્રીની કાંટાની વાડ. આંગણામાં કપડાં લટકતા હોય છે. 35 વર્ષીય રાણી દેવીનું ગયા વર્ષે મગજનાં ડોક્ટર પાસે પણ લઈ જવામાં આવી હતી. ત્યાં વીજળીના ઝટકા ખાઈને ડાકણ ડરી ગઈ અને હવે તે ગામમાં પણ નથી- શંભુનાથ કહે છે.

તો હવે ડાકણનો કોઈ ડર નથી? ભય હજુ પણ છે. ગામડાના દસેક મહિલાઓ છે જે ડાકણ બની રહી છે તેવું જણાવતાં તેઓ મને અટકાવે છે- તમે વારંવાર આ શબ્દો બોલશો નહીં. સાંજ પડી ગઈ છે અને મંગળવાર પણ છે.

નોંધઃ સ્ટોરીનાં તમામ પાત્રોનાં નામ બદલવામાં આવ્યાં છે.

(ઈન્ટરવ્યુ કોઓર્ડિનેશન- રાવત પ્રવીણસિંહ)

અન્ય સમાચારો પણ છે...