• Gujarati News
 • Dvb original
 • When The Negative Factor Is High, In The Coming Days, Every Surge Will Continue To Be A Profitable Sell With Caution.

માર્કેટ વ્યૂ:નેગેટિવ ફેક્ટર વધુ છે ત્યારે આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી સાથે નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે

અમદાવાદ16 દિવસ પહેલા
 • નિફ્ટીમાં 15505 આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી

ચાલુ નાણાકીય વર્ષના વિકાસના આંકડા, ખાસ કરીને પ્રથમ અર્ધવાર્ષિક, ગયા વર્ષની સરખામણીમાં નબળા રહેશે એકંદરે અર્થતંત્રને આગામી થોડા ક્વાર્ટરમાં નોંધપાત્ર સમાધાન કરવું પડશે કારણ કે અમેરિકામાં ફુગાવો સતત ત્રણ મહિનાથી 40 વર્ષની ટોચે અને સ્થાનિક સ્તરે પણ ફુગાવાની સમસ્યા વણસી રહી છે. ભારતીય શેરબજારમાં હાલ પોઝિટિવ કરતાં નેગેટિવ ફેક્ટર વધુ જોવા મળી રહ્યા છે. ક્રૂડ ઓઈલ સૌથી મોટું નેગેટિવ ફેક્ટર છે. વર્તમાન ભાવ 123 ડોલર જોતાં ક્રૂડ ઓઈલ ફુગાવાનું ગણિત બગાડશે તેમ જણાય છે.

એફઆઈઆઈ સતત આઠ મહિના નેટ વેચવાલ રહ્યા પછી જૂનમાં પણ તેમણે વેચવાલી આગળ ધપાવી છે. એફઆઈઆઈ હજી ઈન્ડેક્સ બેઝ્ડ શેરોમાં 20% આસપાસ હોલ્ડિંગ ધરાવે છે તે જોતા હજી તેઓ બજારમાં વેચવાલી કરી શકે છે તેમજ કોરોનાના કેસો મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં વધવા લગતા ફરી નિયંત્રણોની ભીતિ સેવાતા આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી સાથે નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે.

રોકાણકારો માટે રોકાણલક્ષી સ્ટોક

 • કલ્પતરુ પાવર (353): કન્સ્ટ્રક્શન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.337 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.323ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.363થી રૂ.370નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૂ.373 ઉપર તેજી તરફી ધ્યાન.
 • લક્ષ્મી ઓર્ગેનિક (309): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.303 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.288ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.323થી રૂ.330નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
 • હિન્દુસ્તાન ઝિંક (272): રૂ.263નો પ્રથમ તેમજ રૂ.250ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.280થી રૂ.288 સુધીની તેજી તરફી રુખ નોધાવશે.
 • ઓઈલ ઈન્ડિયા (257): ઓઇલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.266થી રૂ.275ના ભાવની સંભાવના ધરાવે છે. રૂ.244નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
 • એલિકોન એન્જિનિયરિંગ (250): રૂ.233નો પ્રથમ તેમજ રૂ.217ના સ્ટોગ સપોર્ટથી ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.263થી રૂ.270 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા.
 • ટાટા પાવર કંપની (210): સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.193 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.219થી રૂ.225ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
 • એનસીએલ ઈન્ડસ્ટ્રીઝ (162): આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.150 ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.168થી રૂ.175ના સંભવિત ભાવની શક્યતા છે.
 • અશોક લેલેન્ડ (131): ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો સેક્ટરનો આ સ્ટોક રૂ.123 આસપાસ રોકાણકારે રૂ.144થી રૂ.150ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.118 સ્ટોપલોસ ધ્યાને લેવો.

વિદેશી રોકાણકારોની સતત વેચવાલી
અમેરિકામાં ફુગાવો 40 વર્ષની ટોચ ઉપર પહોંચ્યા બાદ તેના પર અંકુશ મેળવવા માટે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વર્ષ 1994 બાદ પ્રથમ વખત 0.75%નો અપેક્ષિત વ્યાજદર વધારો જાહેર કરવામા આવ્યો સાથે સાથે સ્વીસ નેશનલ બેંકે પણ 15 વર્ષ પછી વ્યાજદર વધાર્યાના અહેવાલો, અમેરિકા સહિત વૈશ્વિક બજારોમાં મંદી તરફી માહોલ, સ્થાનિક ફુગાવાનો આંકમાં વધારો અને વધતાં વ્યાજ દરોએ ધિરાણ મોંઘુ બનતાં લોન ડિફોલ્ટરોની સંખ્યા તેમજ બેંકોની એનપીએમાં ફરી જંગી વધારો થવાનું જોખમ જેવાં અનેક નેગેટીવ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારો દ્વારા છેલ્લાં 9 મહિનાથી ભારતીય શેરબજારમાં સતત વેચવાલી જોવાં મળી રહી છે.

સ્થાનિક પરિબળોની વાત
ભારતીય શેરબજારમાં વિવિધ પ્રતિકૂળ પરિબળો પાછળ વિદેશી રોકાણકારોની એકધારી વેચાવાલીના કારણે બજારનું મોરલ ખરડાયું છે. જૂન માસમાં અત્યાર સુધીમાં અંદાજિત રૂ.14000 કરોડ તેમજ મે માહિનામાં રૂ.54292 કરોડની વેચવાલી સાથે ચાલુ કેલેન્ડર વર્ષમાં અંદાજિત રૂ.1.5 લાખ કરોડથી પણ વધુની વેચવાલી હાથ ધરી છે ત્યારે મંદીનાં માહોલ વચ્ચે પણ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા છેલ્લા 16 માસથી સતત નવી લેવાલી દ્વારા મે માસમાં અંદાજિત રૂ.50000 કરોડથી પણ વધુ મુલ્યના શેરો સાથે વર્ષ 2022માં અત્યાર સુધીમાં અગાઉના વર્ષો કરતા સર્વાધિક રોકાણ અંદાજિત રૂ.2 લાખ કરોડનું વિક્રમી રોકાણ કરવામાં આવ્યું છે. જો સ્થાનિક સંસ્થાઓ સક્રિય ના હોત તો બજારમાં ભારે ઘટાડો નોંધાયો હોત, તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

ફ્યુચર સ્ટોક સ્પેસિફિક ટેકનિકલ લેવલ

 • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (2604): ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.2560ના સપોર્ટથી ખરીદવાલાયક. રીફાઇનરી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.2647થી રૂ.2670નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
 • એચડીએફસી બેન્ક (1296): આ સ્ટોક રૂ.1270નો પ્રથમ તેમજ રૂ.1244ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1313થી રૂ.1320 સુધીની તેજી તરફ રુખ નોંધાવશે.
 • ટાટા સ્ટીલ (909): આ સ્ટોક રૂ.880નો પ્રથમ તેમજ રૂ.868ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક. સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.923થી રૂ.930 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
 • લાર્સન & ટુબ્રો (1492): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1533 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.1544ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1477થી રૂ.1460નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.1544 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ.
 • ભારતી એરટેલ (646): રૂ.656 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.673ના સ્ટોપલોસે વેચવાલાયક. ટૂંકાગાળે રૂ.633થી રૂ.626નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.673 ઉપર તેજી તરફી ધ્યાન.
 • બર્જર પેઈન્ટ (560): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.577 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.584ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.547થી રૂ.533નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.584 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ.

વૈશ્વિક પરિબળોની વાત
અમેરિકામાં ધારણા કરતાં ઘણી વધારે ઝડપથી વધી રહેલી ફુગાવો - મોંઘવારી ડામવા માટે ગત સપ્તાહે ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટીની બેઠકમાં વ્યાજના દરમાં 0.75%નો વધારો કરવામાં આવ્યો હતો. અમેરિકામાં ફુગાવાનો દર ચાર દાયકાની સૌથી ઉંચી સપાટી 8.6%એ છે. ઊંચા ફુગાવાના કારણે અમેરિકામાં સરકારી બોન્ડના યીલ્ડ 3% ઉપર ચાલી રહ્યા છે. ફેડરલ રિઝર્વે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ફુગાવો હજી ઊંચો છે અને તેના માટે જરૂર પડ્યે વ્યાજના દર વધારવામાં આવશે.

નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ

 • નિફ્ટી ફ્યુચર બંધ (15348): આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 15008 પોઇન્ટના પ્રથમ અને 14808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 15404 પોઇન્ટથી 15474 પોઇન્ટ, 15505 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 15505 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ

 • બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ (32885): આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 33303 પોઇન્ટના પ્રથમ અને 33676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 32676 પોઇન્ટથી 32474 પોઇન્ટ, 32303 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 33676 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

લેખક નિખિલ ભટ્ટ સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

ડિસ્ક્લેમર: આ માત્ર અભ્યાસલક્ષી ટેક્નિકલ ચાર્ટ મુજબ આર્ટિકલ છે. દિવ્ય ભાસ્કર કોઈ સ્ટોક ભલામણ કરતું નથી.

અન્ય સમાચારો પણ છે...