બ્લેકબોર્ડલગ્ન વગર છોકરાઓ, પતિ છે પરંતુ કોઈ માનતું નથી:મન ભરાઈ જતાં પતિ બીજી સ્ત્રી સાથે જતો રહે છે, મંદિર જવામાં પણ પ્રતિબંધ છે

એક મહિનો પહેલા

ના જાન આવી, ના ડોલી સણગારાઈ, ના દુલ્હન બની, ના સિંદૂર લાગ્યું. પતિ છે, પરંતુ કોઈ માનતું નથી. પુત્ર-પુત્રી છે, પરંતુ તેના પિતાનું નામ નથી મળ્યું. નથી પૂજા કરી શકતી, નથી મંદિર જઈ શકતી. માતા-પિતા સાથે પણ આવું જ થયું અને બહને પણ લગ્ન વગર માતા બની ગઈ.

પોતાની કહાની સંભળાવતા જબરી પહાડીની આંખો નમ થઈ જાય છે. દીકરીને ખોળામાં લઈ પતિની સામે જુએ છે, પછી મૌન થઈ જાય છે. ઘણી વખત પૂછ્યા પછી માથુ નમાવી, પગથી જમીનની ધૂળ ખંખેરતા કહે છે, 'નાનપણથી તૈયાર થઈ ડોલીમાં બેસવાની ઈચ્છા હતી, વરરાજા જાન લઈને આવ્યા, બધાની સામે સિંદૂર ભર્યું, પરંતુ જેને પોતાને પેટ ભરીને ખાવાનું નસીબમાં નથી, તે 25-30 હજાર રૂપિયા સિંદૂર દાનના કેવી રીતે આપી શકે.'

જબરી પહાડીના આ સ્મિત પાછળ ગહન દર્દ છુપાયેલું છે. પ્રથમ પતિ છોડી ગયો છે. તે બીજા સાથે રહે છે.
જબરી પહાડીના આ સ્મિત પાછળ ગહન દર્દ છુપાયેલું છે. પ્રથમ પતિ છોડી ગયો છે. તે બીજા સાથે રહે છે.

જબરી ઝારખંડના ગોડ્ડા જિલ્લાના મુખ્યાલયથી લગભગ 40 કિમી દૂર પહાડ પર વસેલા જામરી ગામમાં રહે છે. આ ગામમાં સૌરિયા પહાડી જનજાતિના લગભગ 20 ઘર છે, જેમાં 90 લોકો રહે છે. ગામના પ્રધાન સિવાય બાકી બધા લોકો લગ્ન વગર સાથે રહે છે.

કોલસાની ખાણ અને જંગલની વચ્ચોવચ બનેલો રસ્તો પર કરી હું જામરી પહોંચી, તો મારા મોબાઈલનું નેટવર્ક આવતું નહતું. એક ઝાડ નીચે કેટલાક છોકરાઓ રમી રહ્યા હતા. પાસે ચાર મહિલાઓ બેસેલી હતી.

ત્યાં મારી મુલાકાત જબરી પહાડી સાથે થઈ. સાવલો રંગ, નાનું કદ, કાળા રંગનો પેટીકોટ અને સફેદ રંગનું મફલર લપેટેલું હતું. દીકરીને ખોળામાં ઉપાડીને મને પોતાનું ઘર બતાડવા લઈ જાય છે.

નાનું ઘર જેમાં માત્ર એક દરવાજો. ના બારી અને ના કોઈ કબાટ. દરવાજામાંથી પણ નમીને આવવું-જવું પડે છે. વચ્ચેવચ એક રૂમ, જેમાં માત્ર એક દરવાજો. આમાં તેમના રહેવા, ખોરાક અને ઢોર માટે જગ્યા છે. તેઓ ઘરના બાંધકામ, ચૌકા-ચૂલ્હા અને ખેતીવાડી વિશે જણાવે છે.

આ જબરીનું ઘર છે. એક જ ઓરડો છે, જેની આસપાસ વરંડા છે. એમાં ખાવું, પીવું અને સૂવું. આમાં પશુઓ પણ રહે છે.
આ જબરીનું ઘર છે. એક જ ઓરડો છે, જેની આસપાસ વરંડા છે. એમાં ખાવું, પીવું અને સૂવું. આમાં પશુઓ પણ રહે છે.

જબરીના મોઢા પર લગ્ન તૂટવાનું દુઃખ હતું અને પરિસ્થિતિ સાથે સમાધાન કરવાની લાચારી સ્પષ્ટ નજર આવી રહી હતી. જેને છુપાવવા મોઢું ફેરવી બીજી તરફ દોરી પર સુકવેલા ફાટેલા-જુના કપડાને જોવા લાગી.

પહાડી સાથે હિંદી મિશ્ર ભાષામાં તે કહે છે, 'હું પતિ બમબારી પહાડી સાથે રહું છું. બે છોકરાઓ પણ છે, પરંતુ તેમનું નામકરણ થઈ શક્યું નથી. દિવસભર ખેતરમાં કામ કરે છે. જંગલમાંથી છોકરીઓ પસંદ કરવામાં આવે છે. સરકાર તરફથી ઘઉં-ચોખા અને તેલ આપવામાં આવે છે, ત્યારે અમને ખાવાનું નસીબ થાય છે. આવામાં લગ્નના ખર્ચા કેવી રીતે કરી શકીએ.'

મેં પૂછ્યું લગ્નમાં કેટલો ખર્ચ આવે છે? જવાબમાં જબરી કહે છે, 'ગ્રામજનોને જમાડવામાં 50-60 હજાર રૂપિયા, સિંદૂરદાનમાં 25 હજાર રૂપિયા અને કપડા-દાગીનામાં પણ પૈસા ખર્ચ થાય છે. કુલ મળીને 80-90 હજાર રૂપિયા થઈ જાય છે.'

સિંદૂરદાન માટે 25 હજાર… પ્રશ્ન સાંભળતા પહેલા જ જબરી કહે છે–અહીંયા છોકરાએ સિંદૂર દાન કરતા પહેલા છોકરીના માતા-પિતાને પૈસા આપવાના છે. તેના વિના લગ્ન નહીં થાય. આ કારણે મારી બહેનના પણ લગ્ન થઈ શક્યા નથી.

પહારિયા સમુદાયમાં મહિલાઓ ઘરની સંપૂર્ણ જવાબદારી સંભાળે છે. બાળકોની સંભાળથી લઈને ખેતી સુધી. આ તસવીર જામરી ગામની છે, બાળકો ઝાડ નીચે રમી રહ્યાં છે.
પહારિયા સમુદાયમાં મહિલાઓ ઘરની સંપૂર્ણ જવાબદારી સંભાળે છે. બાળકોની સંભાળથી લઈને ખેતી સુધી. આ તસવીર જામરી ગામની છે, બાળકો ઝાડ નીચે રમી રહ્યાં છે.

તમારી ઉંમર કેટલી છે? જબરી પહેલા થોડી મૂંઝવણમાં પડી જાય છે, મગજ પર જોર લગાવવાનો પ્રયત્ન કરે છે, પછી કહે છે- ખબર નથી. મેં કહ્યું- 24-25 વર્ષ કે તેનાથી વધુ. તેના પર જવાબ આપતા કહે છે- હા એટલી જ. તમે બમબારી પહાડી સાથે કેટલા સમયથી રહો છો- 5 વર્ષથી. તમારા છોકરોઓની ઉંમર શું છે? દીકરો 5 વર્ષ અને દીકરી 3 વર્ષ.

દીકરો પાંચ વર્ષ! મારા આ શબ્દો પર તે કહે છે કે, દીકરો પહેલા પતિનો છે. પહેલા પતિથી અલગ કેમ થઈ તેનો જવાબ જબરી આપતી નથી. શું પહેલો પતિ છોકરાઓના ભરણપોષણ માટે પૈસા આપે છે? જવાબ મળ્યો- ના. લગ્ન થયા જ નથી, તો પૈસા કેવી રીતે આપે...

મારું આગલું સ્ટોપ- જામરી ગામથી ત્રણ કિલોમીટર દૂર ચાચમ ગામ. અહીં પાણી સૌથી મોટો પડકાર છે. ગામમાં હેન્ડપંપ નથી. કુવાઓ છે પણ તેમાં પાણી નથી.

અહિંયા મારી મુલાકાત 40 વર્ષની રૂપી પહાડિ સાથે થાય છે. તે પોતાની દીકરી સાથે રહે છે. થોડોક સમય મૌન રહ્યા પછી કહે છે- 'આ પહેલા હું ત્રણ પુરુષો સાથે રહી. હું કન્ફર્મ કરવા તેને ફરી બોલવા માટે કહું છું.'

રૂપી કહે છે, 'પહેલા માણસને સંતાન ન હોવાને કારણે છોડી દીધી. બીજાએ દીકરી થયા પછી તે મરી ગયો ત્યારે છોડી દીધી. ત્રીજાને બીજી સ્ત્રી ગમી. જે માણસ હવે મારો પતિ છે તે ચોથો માણસ છે.'

જેમ ટસરનો કીડો જે વૃક્ષ પર રહે છે તેના તમામ પાંદડા ખાઈ જાય છે, તેવી જ રીતે રૂપીના જીવનના ઉતાર-ચઢાવએ તેને તેની ઉંમર પહેલા વૃદ્ધ બનાવી દીધી.

કેમેરાને જોઈને રૂપી હસવા લાગે છે, પરંતુ તેની વાસ્તવિક વાર્તા આનાથી અલગ છે. ત્રણ પતિ તેને છોડી ગયા છે, ચોથો તેની સાથે રહે છે.
કેમેરાને જોઈને રૂપી હસવા લાગે છે, પરંતુ તેની વાસ્તવિક વાર્તા આનાથી અલગ છે. ત્રણ પતિ તેને છોડી ગયા છે, ચોથો તેની સાથે રહે છે.

હું તેમના ચહેરાના હાવભાવ વાંચવાનો પ્રયત્ન કરું છું, પછી પ્રશ્નો પૂછું છું. દીકરી માટે સંબંધ શોધશો કે દીકરી પોતે છોકરો પસંદ કરશે? રૂપી કહે છે, 'અહીં અમારા મોટાભાગના સંબંધો છોકરાઓથી આવે છે. પુત્રી પણ તેના માણસ સાથે રહે છે, તેણીએ હજી લગ્ન કર્યા નથી. દીકરી અત્યારે કામ કરવા જંગલમાં ગઈ છે.

તે કહે છે, 'અમારી ત્યાં મહિલા વહેલી સવારે જાગીને ઘરની સફાઈ કરે છે. વાસણ લઈને દૂર ઝરણા સુધી જાય છે. ત્યાં વાસણ ઘોવે છે અને પાણી ભરીને લાવે છે. પાછી ફરે છે ત્યારે ખાવાનું બનાવે છે અને કામ કરવા ખેતરમાં જાય છે. અહિંયા વધારે કામ મહિલાઓ જ કરે છે. ખેતરમાં કેટલાક શાકભાજી ઉગાડીએ છીએ જેનાથી અમારું ગુજરાન ચાલે છે.'

અને પુરુષ મજૂરી કામ ગોતવા બીજા ગામે જાય છે અથવા નશો કરી આરામ કરે છે.

આ ગામમાં રહેતી વેસી પહાડી લગ્નનો પ્રશ્ન પૂછતાં જ માઈક કાઢીને નીકળી જાય છે. પછી એક શરત મૂકી - હું વાત કરીશ, પણ કેમેરામાં નહીં. આ પછી તે કહે છે, 'મને ઘરેણાં પહેરવાનો, સિંદૂર-બિંદી લગાવવાનો અને પૂજામાં ભાગ લેવાનો ખૂબ શોખ છે, પરંતુ તેના પર પ્રતિબંધ છે.

શા માટે? વેસી કહે છે - લગ્ન નથી થયા. હું લગ્ન વિના મારા પતિ સાથે રહું છું. જ્યારે મને ઈચ્છા થાય છે, ત્યારે હું ફૂલો અને પાંદડામાંથી ઘરેણાં બનાવું છું, અને તેને પહેરું છું. પૂજા નથી કરતી, નહીં તો પર્વત દેવતાઓ ગુસ્સે થાય છે.

વાદળી સાડીમાં ચાચમ ગામની વેસી પહાડી. કહે છે સિંદૂર લગાવવા નથી દેતા, ફૂલ-પાનથી શ્રૃંગાર કરી શોખ પૂરો કરે છે.
વાદળી સાડીમાં ચાચમ ગામની વેસી પહાડી. કહે છે સિંદૂર લગાવવા નથી દેતા, ફૂલ-પાનથી શ્રૃંગાર કરી શોખ પૂરો કરે છે.

તાજેતરમાં લગ્ન વિના રહેતા સાહિબ લાલ કહે છે, 'મેં અનિતાને જોઈ, પછી મને પ્રેમ થઈ ગયો. બંનેએ લગ્ન કરવાનું મન બનાવ્યું, પરંતુ લગ્ન કરવા માટે તેમની પાસે પૂરતા પૈસા નહોતા. અમે આ રીતે સાથે રહેવા લાગ્યા. હું જલ્દી લગ્ન કરવા માંગુ છું.

ત્યાર પછી ગામના પ્રધાન સુરેન્દ્ર સૌરિયાને મળી. પૂછ્યું- આમના લગ્નને માન્યતા કેમ નથી મળતી?

સુરેન્દ્ર સૌરિયા કહે છે- 'સિંદૂર લાગે, તો જ જોડીદાર માનવામાં આવે છે. એના સિવાય લગ્ન માનવામાં નથી આવતા અને લગ્નનો કોઈ અધિકાર પણ નથી મળતો. લગ્ન વગર સાથે રહેનારી મહિલા પૂજા પણ કરી શકતી નથી અને તેમના છોકરાઓનું નામકરણ પણ નથી કરી શકતી.'

સાહિબ લાલ તેની પત્ની અનિતા સાથે. સાહિબ લાલની ઈચ્છા વર બનીને અનિતાના ઘરે જાન લઈ જવાની છે. તે કમાણી કરવા દિલ્હી જાય છે.
સાહિબ લાલ તેની પત્ની અનિતા સાથે. સાહિબ લાલની ઈચ્છા વર બનીને અનિતાના ઘરે જાન લઈ જવાની છે. તે કમાણી કરવા દિલ્હી જાય છે.

પહેલા તિલક એટલે કે સિંદૂરદાનમાં ઓછા પૈસા લાગતા હતા. અમારા સમયે તેના પૈસા ઓછા લાગતા હતા. અમારું તિલક 96 રૂપિયામાં થયું હતું. ત્યાર પછી ગ્રામજનોને જમાડવા પડ્યા. જ્યારથી છોકરાઓ દિલ્હી અને પંજાબ કમાવવા જવા લાગ્યા, ત્યારથી તિલકના પૈસા વધી ગયા. હવે દેવું કરીને પણ લગ્ન કરવા પડે છે. પછી 3-4 વર્ષમાં તેને ચૂક્તે કરવું પડે છે.'

આદિવાસી જનજાતિના નિષ્ણાત અને ગોડ્ડા કોલેજના પ્રોફેસર રજની મુર્મુ કહે છે, "આ લોકો દુર્ગમ પહાડીઓમાં રહે છે. પીવાનું શુદ્ધ પાણી નથી અને સંતુલિત આહાર નથી. જીવનમાં ટકી રહેવું મુશ્કેલ છે, તો લગ્ન માટે પૈસા ક્યાંથી લાવે? મહિલાઓને હેરાન કરવામાં આવે છે. લગ્ન વિના સાથે રહેતા યુગલો નાની નાની બાબતોમાં અલગ થઈ જાય છે.

આવી સ્થિતિમાં માતાએ 8 વર્ષની ઉંમર સુધી બાળકની સંભાળ રાખવી પડે છે. જો સ્ત્રી બીજા પુરુષ સાથે રહેવાનું શરૂ કરે, તો પુરુષે બાળક સાથે સ્ત્રીને સ્વીકારવી પડશે. જો બાળકની ઉંમર 8 વર્ષથી વધુ હોય, તો મોટા ભાગના કિસ્સાઓમાં છોકરાઓ પિતા સાથે અને છોકરીઓ માતા સાથે રહે છે.

હરિબોલ-હરિબોલના સુત્રોચ્ચાર સાથે લગ્ન, જમણવારમાં મટન અને દારૂ
દુર્ગા દેહરી કહે છે, 'છોકરીવાળાઓને તિલક મોકલવામાં આવે છે, જેમાં છોકરીના આખા પરિવારને લગ્નની તૈયારીઓ માટે કપડાં, ઘરેણાં, ખાવાની વસ્તુઓ અને પૈસા આપવામાં આવે છે. નિયમ મુજબ, સોરિયા પહાડીમાં સિંદૂરદાનની રકમ માટે 125 રૂપિયા ચૂકવવા પડે છે, પરંતુ છોકરીવાળાઓની માગ અને જાનના લોકોની માગને ધ્યાનમાં રાખીને આ રકમ નક્કી કરવામાં આવી છે.

છોકરાવાળા સાંજે જાન લઈને આવે છે. છોકરીવાળાની ત્યાં રાતવાસો કરે છે અને પછી બીજા દિવસે સવારે 10થી 10:30 વચ્ચે લગ્નની વિધિ થાય છે. આંગણામાં મંડપ લાગે છે. છોકરીને 'દલિયા'માં બેસાડીને અને છોકરાને તેના સબંધીઓ ખભા પર બેસાડીને મંડપમાં લઈ જાય છે.

છોકરી અને છોકરાના પરિવારજનો બંનેને ઘેરી લે છે અને હરિબોલ, હરિબોલના નારા લગાવે છે, આ દરમિયાન છોકરો છોકરીની માંગમાં સિંદૂર ભરે છે.

લગ્ન બાદ યુવતીને વિદાય કરીને તેના ગામ લાવવામાં આવે છે. અહીં આખા ગામને ભોજન સમારંભ આપવાનો હોય છે, જેમાં ભાત, મટન, ચિકન, ડુક્કરનું માંસ, બીફ અને તાડી અથવા અન્ય કોઈ દારૂ હોય છે.'

ઢુકૂ મહિલાઓને ગામની જમીનમાં દફન કરવાની મંજૂરી નથી
સામાજિક સંસ્થા 'નિમિત્ત' ઢુકૂ યુગલોના લગ્ન અને મહિલાઓના અધિકારો માટે કામ કરી રહી છે. સંસ્થાનો દાવો છે કે 2016થી અત્યાર સુધીમાં 2000થી વધુ યુગલોએ લગ્ન કર્યા છે.

તેના સ્થાપક નિકિતા સિન્હા કહે છે, 'ગરીબી અને શિક્ષણનો અભાવ આનું સૌથી મોટું કારણ છે. જાગૃતિનો એટલો બધો અભાવ છે કે તેમને તેમના અધિકારોની પણ ખબર નથી. ન તો તેઓ પ્રશાસન સુધી પહોંચે છે કે ન તો સરકારી યોજનાઓ તેમના સુધી પહોંચે છે. સમૂહ લગ્નમાં સ્થિતિ એવી હોય છે કે એક જ મંડપમાં એક તરફ સાસુ-સસરા અને બીજી તરફ પુત્ર અને વહુ ગોળ ગોળ ફરે છે.

તેણી આગળ કહે છે, 'આ યુગલોનો એટલો બહિષ્કાર કરવામાં આવે છે કે જો ઢુકૂ મહિલા મૃત્યુ પામે છે, તો તેને ગામના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવતી નથી. કેટલાક ગામડાઓમાં ઢુકૂ માણસ સાથે આવો જ વ્યવહાર કરવામાં આવે છે. તેમજ આધાર કાર્ડ પર બાળકોના પિતાનું નામ લખવાની મંજૂરી નથી.

અન્ય સમાચારો પણ છે...