પહેલા 97 વર્ષ જૂનાં 4 દૃશ્યો જોઈએ...
સીન નંબર 1: તારીખ 30 જૂન 1925. તત્કાલીન બોમ્બે પ્રેસિડેન્સીના સુરત જિલ્લામાં પોસ્ટ કરાયેલા ભારતીય પીસીએસ અધિકારી એમએસ જયકરે એક અહેવાલ રજૂ કર્યો હતો. જયકરે જુનિયર સેટલમેન્ટ ઓફિસર તરીકે, સુરતના બારડોલી તાલુકાનાં 23 ગામના ખેડૂતો પાસેથી વસૂલવામાં આવતા કરવેરામાં એક વખતના 30.59% વધારાની ભલામણ કરી હતી. અત્યારસુધી આ ગામોમાંથી 5,14,762 રૂપિયાનું કર વસૂલવામાં આવતો હતો. જયકરે એને વધારીને રૂ. 6,72,273 કર્યો હતો.
સીન નંબર 2: જયકર ઉપરાંત સેટલમેન્ટ કમિશનર એફજીઆર એન્ડરસને કરમાં 29.03% વધારો કરવાની ભલામણ કરી. આ ચર્ચા વચ્ચે બોમ્બે પ્રેસિડેન્સીએ 19 જુલાઈ 1927ના રોજ સમગ્ર સુરત તાલુકા માટે કરના દરમાં 21.97% વધારો કરવાનો આદેશ આપ્યો. રિકવરી પણ એ જ વર્ષે શરૂ થઈ.
સીન નંબર 3: ઘણી સંસ્થાઓએ વારંવાર વિનંતી કરી. 1927માં સ્થાનિક કોંગ્રેસે એક અહેવાલ તૈયાર કર્યો અને કહ્યું હતું કે ખેડૂતો આ બોજ સહન કરી શકશે નહીં. જોકે અંગ્રેજો તેમ છતાં સંમત ન થયા તો ખેડૂતો મહાત્મા ગાંધી પાસે પહોંચ્યા.1922માં અસહકારની ચળવળ પાછી ખેંચી લીધા પછી નિરાશ થયેલા ગાંધીજીએ ખેડૂતોને કહ્યું હતું કે “અમદાવાદમાં મારા એક વકીલ મિત્ર પ્રેક્ટિસ કરે છે. તેઓ ખૂબ જ સ્માર્ટ પણ છે. તેઓ જ તમારી પાસે આવશે."
સીન નંબર 4: ખેડૂતો વલ્લભભાઈ પટેલ પાસે પહોંચ્યા. પટેલે કહ્યું- બેવાર વિચારો. જો તમે નિષ્ફળ થશો તો ઘણાં વર્ષો સુધી ટકી શકશો નહીં. ખેડૂતો સંમત થયા અને 4 ફેબ્રુઆરી 1928ના રોજ પટેલે બારડોલીમાં સભા યોજીને સત્યાગ્રહ શરૂ કર્યો. બીજા દિવસે એટલે કે 5 ફેબ્રુઆરીએ વધેલ કર ભરવાની તારીખ હતી. પટેલે સત્યાગ્રહના આયોજન માટેની પ્રથમ બેઠક રદ કરી હતી. તેમણે કહ્યું - 'સ્ત્રીઓ વિના ઘર ન ચાલે અને તમે આટલો મોટો સત્યાગ્રહ ચલાવવાનું સપનું જોઈ રહ્યા છો.
ચાલો... હવે વર્તમાન પર પાછા ફરીએ. હું બારડોલીમાં એ જ જગ્યાએ હાજર છું, જ્યાં પટેલની એક નાની પહેલે બારડોલીનાં 137 ગામડાંની મહિલાઓને જ નહીં, પરંતુ દેશની અડધી વસતિને સ્વતંત્રતા સંગ્રામની આગેવાન બનાવી. આજે અહીં સરદાર પટેલનો સ્વરાજ આશ્રમ છે.
વલ્લભભાઈ પટેલે સ્વરાજ આશ્રમને કેન્દ્ર બનાવ્યું અને છ મહિનામાં જ એવું અહિંસક જનઆંદોલન ઊભું કર્યું કે બ્રિટિશ સરકારને કર વધારાની બાબતો માટે મેક્સવેલ-બ્રૂમફિલ્ડ કમિશનની રચના કરવી પડી. બોમ્બે પ્રેસિડેન્સીએ 21.97% કર વધારાને બદલે બારડોલીમાં 6.03% વધારા પર મન મનાવી લેવું પડ્યું. વધેલા કરની ચુકવણી ન કરવા બદલ જપ્ત કરાયેલાં મકાનો અને જમીન પણ સત્યાગ્રહી ખેડૂતોને પરત કરવા પડ્યાં.
12 ફેબ્રુઆરી 1928ના રોજ શરૂ થયેલો આ સત્યાગ્રહ 6 ઓગસ્ટ 1928 સુધીમાં પટેલ દ્વારા સફળ આંદોલનમાં પરિવર્તિત થયો હતો. આ ચળવળ દરમિયાન પાઘડી પહેરેલી સત્યાગ્રહી મહિલાઓએ વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું નામ આપ્યું અને દેશને એક શક્તિશાળી જન નેતા મળ્યા, જેમણે આઝાદી પછી ભારતમાં 550થી વધુ રજવાડાંનું વિલીનીકરણ કર્યું.
ચાલો... આજના સ્વરાજ આશ્રમ પર પાછા જઈએ...
સફેદ સાડીમાં સજ્જ 83 વર્ષીય નિરંજનાબેન ઉર્ફે નાની ગુજરાતના બારડોલીમાં સ્વરાજ આશ્રમમાં ગર્વથી બેઠા છે. તેમની આંખોમાં આજે પણ એ જ ચમક છે, જે તેમને સરદાર પટેલ પાસેથી વારસામાં મળી હતી. સરદાર શબ્દ સાંભળતાં જ તેમની આંખો ચમકી ગઈ. તેઓ બાળકોની જેમ બારડોલી સત્યાગ્રહની વાર્તાઓ કહેવાનું શરૂ કરે છે. બારડોલી સત્યાગ્રહને ઈતિહાસમાં ખેડૂત ચળવળ તરીકે ઓળખવામાં આવી શકે છે, પરંતુ આ એ ક્ષણ પણ હતી, જ્યારે પટેલે પુરુષોને એક ડગલું પાછળ ધકેલી દીધા અને સુરત જિલ્લાનાં 137 ગામની મહિલાઓને સ્વતંત્રતા અને અધિકારોની લડાઈમાં આગેવાન બનાવી.
"સ્ત્રીઓ વિના ઘર ન ચાલે અને તમે આટલો મોટો સત્યાગ્રહ ચલાવવાનું સપનું જોઈ રહ્યા છો."
સૌને આશ્ચર્ય થયું કે સ્ત્રીઓ અંગ્રેજો સામે કેવી રીતે લડશે? બારડોલીમાં પ્રવેશતાં જ તમને 'સરદાર નગર' લખેલું દેખાય છે. અહીંથી તમે ઈતિહાસનાં પાનાંમાં પ્રવેશો, જ્યાં હજારો ખેડૂતોએ માત્ર 6 મહિનામાં અંગ્રેજ શાસનને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધું. સ્વરાજ આશ્રમ પહોંચતાં જ પહેલી નજર શાળામાં ભણતી નાની છોકરીઓ પર પડી. કદાચ આ સપનાનાં બીજ પટેલોએ બારડોલીમાં વાવ્યા હતા. આજે CBSE હોય કે UPSC, ટોપર રહેલી છોકરીઓ પટેલની વિચારસરણીનું પરિણામ છે.
થોડી જ વારમાં નિરંજનાબેન ઉર્ફે નાની બહાર આવે છે અને લોખંડના ઝૂલા પર બેસે છે. જ્યારે હું તેમને બારડોલી સત્યાગ્રહનો ઉલ્લેખ કરું છું ત્યારે તેમની વૃદ્ધ નજર લગભગ 94 વર્ષ પહેલાં આ આશ્રમમાં ખેડૂતો સાથે બેરિસ્ટરની મુલાકાત સુધી પહોંચે છે, જેને પછીથી આખા દેશ દ્વારા 'લોખંડી પુરુષ', 'વલ્લભ' અને 'સરદાર' નામથી ઓળખવામાં આવે છે. તેઓ કહે છે કે બારડોલીના ખેડૂતો અગાઉ ગાંધીજી પાસે ગયા હતા, પરંતુ ગાંધીજીએ કહ્યું હતું કે મેં હમણાં જ સાબરમતી આશ્રમ શરૂ કર્યો છે, તેથી હું બારડોલી આવી શકીશ નહીં.
જોકે ગાંધીજીએ ખેડૂતોને કહ્યું હતું કે મારા એક વકીલ મિત્ર અમદાવાદમાં પ્રેક્ટિસ કરે છે. તેઓ ખૂબ જ સ્માર્ટ પણ છે. એ જ તમારી પાસે આવશે. આ રીતે સરદાર પટેલ બારડોલી પહોંચ્યા. અહીં પટેલે ખેડૂતો સાથેની પહેલી જ બેઠકમાં પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. સભામાં મહિલાઓની ગેરહાજરી અંગે પટેલે કહ્યું- મહિલાઓ વિના ઘર ન ચાલે, તો આ સત્યાગ્રહ શું કરશે? તેથી મહિલાઓ આવશે પછી જ આગળ વધીશું. સરદારે મીટિંગ પણ રદ કરી. ખેડૂતોએ પટેલને પૂછ્યું કે મહિલાઓ અંગ્રેજો સામે કેવી રીતે લડશે, પરંતુ તેમણે મહિલાઓની હાજરીને જરૂરી શરત બનાવી.
ત્યારે...
અત્યારે...
ખેડૂત જેવાં કપડાં પહેરીને કારને બદલે મોટરસાઇકલ પર ગામડે ગામડે પહોંચ્યા હતા
આ સત્યાગ્રહનું કારણ એ હતું કે બ્રિટિશ સરકારે બારડોલી તાલુકાનાં 137 ગામના ખેડૂતોના કરમાં અચાનક 30 ટકાનો વધારો કર્યો હતો. બારડોલીમાં રહેતા ઈતિહાસકાર પી.ડી. નાયકનું કહેવું છે કે પટેલ માત્ર એક પીઢ વકીલ જ નહીં, પરંતુ તેનાથી પણ વધુ સારા નેતા હતા.
ચળવળ માટે તેમણે ખેડૂતોની જેમ વસ્ત્રો પહેરવાનું શરૂ કર્યું. તેમણે કારને બદલે મોટરસાઈકલ પસંદ કરી, જેથી ઓછા સમયમાં વધુ ને વધુ ગામડાં સુધી પહોંચી શકાય. તેઓ નાની હોડીઓમાં નદી પાર કરતા અને જરૂર પડ્યે બળદગાડામાં મુસાફરી કરતા.
બારડોલીના લોકો પણ આ સત્યાગ્રહને લગતી વાતો યાદ કરે છે. એક સ્થાનિક રાજુ ઉર્ફે રાજેશ વાઘ આને લગતો એક કિસ્સો સંભળાવે છે - “પટેલ ખૂબ જ તીક્ષ્ણ મનના હતા, ગામડાંમાં જે ખેડૂત કર ચૂકવતો ન હતો, બ્રિટિશ સરકારે તેમનું ઘર, માલ કે જમીન જપ્ત કરવા માટે એક ટીમ મોકલી. સત્યાગ્રહ દરમિયાન સરદાર પટેલે ખેડૂતોને કોઈ કર ન ચૂકવવાનું કહ્યું હતું. આ કારણે અંગ્રેજોએ ખેડૂતોને ડરાવવા માટે ગામડાંમાં તેમની ટીમો મોકલવાનું શરૂ કર્યું. આ ટીમો ઢોલ-નગારાં વગાડીને ગામડાંમાં પહોંચી જતી. પટેલે ખેડૂતોને કહ્યું હતું કે જ્યારે પણ વહીવટી ટીમ ગામમાં આવે ત્યારે આસપાસનાં જંગલોમાં છુપાઈ જાય. એવું બનતું હતું કે ગામડાંમાં લોકોની ગેરહાજરીમાં ટીમો કાર્યવાહી કર્યા વિના જ પરત ફરી જતી હતી.
હવે જાણો, કર વધારવાની ભલામણ કરનારા PCS અધિકારી એમએસ જયકરના 6 અનોખા આધાર
1. 1896માં તાપ્તી નદીની ખીણમાં રેલવેલાઇન નાખવાથી અને બારડોલી-સુપા રોડના નિર્માણથી આ વિસ્તારમાં ઢોર અને બળદગાડાંની સંખ્યામાં વધારો થયો હતો. 2. ગ્રામજનોએ બહારથી ચોખા અને શુદ્ધ સફેદ ખાંડનો ઉપયોગ શરૂ કર્યો છે. 3. 23 ગામમાં પાકાં મકાનોની સંખ્યા વધી છે, એટલે કે ખેડૂતો પહેલાં કરતાં વધુ ખુશ છે. 4. 23 ગામની વસતિ પણ વધી છે, એટલે કે લોકો પાસે પૂરતાં સંસાધનો છે. 5. સ્થાનિક બજારમાં ઊપજ અને ગામડાંમાં જમીન પણ વધી છે. 6. આ વિસ્તારમાં રહેતા કાળીપરાજ સમાજની હાલત પણ સુધરી છે. કાલીપરાજના મોટા ભાગના લોકો એટલે કે કાળી ચામડીના લોકો જમીનવિહોણા દાડિયા મજૂર હતા અને દેવાદાર હતા.
જયકરનાં 6 કારણ સામે બારડોલીના ખેડૂતોના 6 જવાબો
1. રેલ અને રોડના ફાયદાના બદલામાં બારડોલીએ અગાઉ પણ ઘણો ટેક્સ ભર્યો છે. 2. પાકાં મકાનો અને રિફાઇન્ડ ખાંડના ઉપયોગથી ખેડૂતો પર શાહુકારોનું દેવું નોંધપાત્ર રીતે વધી ગયું છે. 3. વસતિમાં માત્ર 5 ગામનો વધારો થયો છે. એ પણ એક એવું ગામ છે, જ્યાં ધંધો થાય છે, એટલે કે જ્યાં દુકાનો છે અને એ સાવ ગામડાં નથી. આજની ભાષામાં આપણે નગર કહી શકીએ. 4. ખેતીમાં ઘટતી આવકની ભરપાઈ માટે લોકોએ દુધાળાં પશુઓને ઉછેરવાનું શરૂ કર્યું છે, તેથી જ તેમની સંખ્યા વધી છે. એ ખુશીની નિશાની નથી. 5. એનાથી વિપરીત, ખેતીમાં વપરાતા બળદ જેવાં પશુઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 6. અહેવાલમાં અનાજના ભાવમાં વધારો 1914 અને 1923ની વચ્ચે છે, જે પ્રથમ વિશ્વયુદ્ધ અને પૂર તથા અને દુષ્કાળને કારણે સામાન્ય નહોતો. એ દિવસોમાં ઊંચી માગ અને ઓછી ઊપજને કારણે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો.
ત્યારે પરિસ્થિતિ જાણવા માટે 575 ચોરસ કિમીમાં વસેલું ત્રણ નદીવાળા બારડોલીને જાણવું જરૂરી છે
પટેલે શા માટે બારડોલીની પસંદગી કરી?
સુરતનાં 137 ગામમાં કર વધાર્યો હતો, પરંતુ સત્યાગ્રહ માટે બારડોલી પસંદ કરવા પાછળ એક કથા છે. નિરંજનાબેન કહે છે કે સરદાર અમદાવાદથી આવ્યા અને પહેલા બારડોલી તાલુકાના નજીકના પોલીસ સ્ટેશન જોયા. દરેક જગ્યાએ હત્યાના કેસ નોંધાયા હતા. બારડોલી એવું સ્થળ હતું કે તેના પોલીસ સ્ટેશનમાં એકપણ હત્યાનો કેસ નોંધાયો નહોતો.
બસ, આ જ કારણ હતું કે તેમણે અહિંસક સત્યાગ્રહ માટે બારડોલી પસંદ કર્યું. આ પછી બારડોલીની આસપાસનાં ગામડાંમાં પણ સત્યાગ્રહી શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તમામ શિબિરોનું મુખ્ય મથક બારડોલીનો સ્વરાજ આશ્રમ હતો. અહીં રોજ સભાઓ થતી. વલ્લભભાઈએ આ આશ્રમમાંથી સત્યાગ્રહની દરેક વ્યૂહરચના તૈયાર કરી હતી.
જ્યારે ઈંગ્લેન્ડમાં ગુંજ્યું - 'બારડોલા ઈઝ ઈન્ડિયા'
બારડોલી આશ્રમમાં રહેતી કલાર્થી કહે છે કે સરદાર પટેલના સત્યાગ્રહના ચોથા મહિનામાં બારડોલીની એક મહિલાએ સભાની વચ્ચે કહ્યું હતું કે તમે અમારા નેતા છો અને આજથી તમે અમારા 'સરદાર' છો. આમ, બારડોલીની મહિલાઓ દ્વારા વલ્લભભાઈ પટેલને 'સરદાર વલ્લભભાઈ પટેલ'નું બિરુદ આપવામાં આવ્યું હતું, એટલે જ કહેવાય છે કે વલ્લભભાઈનો જન્મ નડિયાદમાં થયો હતો, જ્યારે સરદારનો જન્મ બારડોલીમાં થયો હતો. આ સત્યાગ્રહથી જ 'બારડોલા ઈઝ ઈન્ડિયા' સૂત્ર ઈંગ્લેન્ડ પહોંચ્યું.
ઈતિહાસકાર પી.ડી. નાયક કહે છે કે સરદાર પટેલ મહિલાઓની શક્તિને સારી રીતે જાણતા હતા. અંગ્રેજો સ્ત્રીઓ સામે હિંસક પગલાં લઈ શકતા નહોતા, તેથી જ સરદાર પટેલે મહિલાઓને સત્યાગ્રહમાં સામેલ કરવાનું કામ કર્યું. તેમણે મહિલા સંગઠનની રચના કરી અને તેમને સત્યાગ્રહમાં પ્રાથમિકતા આપી. ધીરે ધીરે લોકોના મનમાંથી અંગ્રેજોનો ડર દૂર થતો ગયો. લોકો સત્યાગ્રહમાં જોડાતા ગયા અને અંગ્રેજો સામે શાંતિપૂર્ણ રીતે જોરશોરથી લડ્યા તેમ જ સફળ પણ થયા. 12 ફેબ્રુઆરી 1928ના રોજ શરૂ થયેલો આ સત્યાગ્રહ 6 ઓગસ્ટ 1928 સુધીમાં પટેલ દ્વારા સફળ આંદોલનમાં પરિવર્તિત થયો હતો.
આ આશ્રમ અને આ શહેર આજે પણ 'સરદાર'નું છે
હું સ્વરાજ આશ્રમ પહોંચ્યો ત્યારે ખબર પડી કે પટેલ પણ પર્યાવરણવાદી હતા. તેમણે આશ્રમમાં પોતાના હાથે લીમડો, આંબો અને ચીકુનાં અનેક વૃક્ષો વાવ્યા, જે આજે પણ અહીં મોજૂદ છે. આ આશ્રમનાં સંચાલક યોગિનીબેન ચૌહાણ કહે છે કે 24 એકરમાં ફેલાયેલા આ આશ્રમમાં પટેલે સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પર ખૂબ ભાર મૂક્યો હતો. આ કારણે તેમણે આશ્રમમાં હેન્ડલૂમથી લઈને સિલાઈ-વણાટ જેવા અનેક નાના ઉદ્યોગો શરૂ કર્યા હતા. પટેલની પુત્રી મણિબેને અહીં નાનાં બાળકો માટે બાલ મંદિર શરૂ કર્યું, જ્યાં મફત શિક્ષણ મળે છે. આ ઉપરાંત અહીં એક કન્યા શાળા અને છાત્રાલય પણ છે, જ્યાં વિદ્યાર્થિનીઓને ગાંધીવાદી આદર્શો સાથે મફત શિક્ષણ આપવામાં આવે છે. બારડોલી સત્યાગ્રહની યાદોને તાજી રાખવા માટે આશ્રમની નજીક એક મ્યુઝિયમ પણ છે. મ્યુઝિયમના આસિસ્ટન્ટ ક્યુરેટર રતનજી પટેલે જણાવ્યું હતું કે આ મ્યુઝિયમમાં સરદાર પટેલના ઈતિહાસ સાથે સંબંધિત 562 બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સ પણ છે.
સરદાર મેમોરિયલ હોસ્પિટલમાંથી નિવૃત્ત થયેલા ડૉ. અમૃત પટેલ પણ સત્યાગ્રહને લગતો એક પ્રસંગ વર્ણવે છે – વર્ષ 1928માં ચળવળ દરમિયાન મીઠુબેન પીટ નામની મહિલા પણ અહીં આવી હતી. મીઠુબેને સરદાર પટેલની પ્રેરણાથી મરોલી ખાતે આશ્રમ સ્થાપ્યો હતો. તેમણે ગાંધીજીને આશ્રમના ભૂમિપૂજન માટે આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન ગાંધીજીએ તેમને કહ્યું- 'તમે આ ખાડો ખોદવાનો અર્થ જાણો છો ને?' ત્યારે મીઠુબેને કહ્યું- 'હા બાપુ, મેં નક્કી કર્યું છે કે મારે હવે અહીં જ રહીને જીવનભર દેશની સેવા કરવી છે. પરિણામ ગમે તે આવે, હું એને સ્વીકારવા તૈયાર છું. આ રીતે સરદાર પટેલની પ્રેરણાથી મીઠુબેનની જેમ હજારો મહિલાઓ પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઈ.
'બહેનો, હું તમારા પગ અને હાથ પર ગુલામીનાં ચિહનો જોવા નથી માગતો. તમે જે ભારે પિત્તળનાં ઘરેણાં પહેરો છો એ નકામાં છે. તેઓ ઘણીબધી ગંદકી એકઠી કરે છે, જેને કારણે ચામડીના રોગો થાય છે. હું તમને જલદીથી છુટકારો મેળવવાની સલાહ આપું છું. કોણ છે આ મહિલાઓ? તમારી માતાઓ, બહેનો અને પત્ની. શું તમને લાગે છે કે તમે તમારી સ્ત્રીઓને બુરખામાં રાખીને જ તેમની પવિત્રતાનું ધ્યાન રાખી શકો છો? જો હું કહી શક્યો હોત, તો મેં તમારી સ્ત્રીઓને કહ્યું હોત કે આવા કાયર પતિ સાથે રહેવા કરતાં છૂટાછેડા લેવાનું સારું છે.'' (સરદાર પટેલ) ''હવે આંદોલન ચરમસીમાએ પહોંચી ગયું છે. મહિલાઓએ વિરોધ કરવો જોઈએ. સ્ત્રીઓ પુરુષોને એ જ રીતે જુએ છે જે રીતે ભારતના લોકો સરકાર અને પોલીસને જુએ છે, પરંતુ આ તમારું રક્ષણ કરશે નહીં. (સરદાર પટેલ બારડોલીમાં સભામાં)
બારડોલી સત્યાગ્રહ સમયરેખા:
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.