તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • When Jiveshu Was 4 Years Old, He Left His Father, Went Home And Sold Biscuits, Worked As A Pizza Delivery And Waiter, Today He Is A Comedy Star.

ખુદ્દારીની વાત:જીવેષુ 4 વર્ષના હતા તો પિતાનો સાથ છૂટ્યો, ઘરે ઘરે જઈને બિસ્કિટ વેચ્યા, પિઝા ડિલિવરી અને વેઈટરનું કામ કર્યુ, આજે કોમેડીના સ્ટાર છે

નવી દિલ્હી14 દિવસ પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
  • કૉપી લિંક

દિલ્હીના રહેવાસી જીવેષુ અહલુવાલિયાનું બાળપણ આર્થિક તંગીમાં પસાર થયું. 4 વર્ષની વયમાં તેમના પિતાનું નિધન થયું. ઘરમાં માતા સિવાય અન્ય કોઈ આધાર આપનારૂં પણ નહોતું. થોડા વર્ષો સુધી તેમની માતાએ જેમ-તેમ કરીને તેમને પોષ્યા પરંતુ પછી પૈસાની વધુ મુશ્કેલી થવા લાગી. સોર્સ ઓફ ઈનકમ કંઈ જ નહોતી, આથી જીવેષુએ નાની વયમાં જ કામ શરૂ કરી દીધું. તેઓ ઘરે-ઘરે જઈને બિસ્કિટ, અગરબત્તી, જ્યૂસ અને વૉચ વેચવા લાગ્યા. તેના પછી એક વર્ષ સુધી PVRમાં નોકરી કરી, પછી પિઝા ડિલિવરી અને વેઈટરનું કામ કર્યુ.

એટલે કે દર વર્ષે તેમનો સંઘર્ષ ચાલતો રહ્યો અને એક પછી એક કામ બદલતા રહ્યા પરંતુ તેમણે ક્યારેય હાર ન માની. તમામ પડકારોનો સામનો કરતા ગયા. આજ જીવેષુ જાણીતા સ્ટેન્ડ અપ કોમેડિયન છે. દેશ-દુનિયામાં તેમનું નામ છે. 2 હજારથી વધુ શો કરી ચૂક્યા છે. અનેક એવોર્ડસ તેમના નામે છે. બોલિવૂડ ફિલ્મો અને ટેલિવિઝન એડ્સમાં પણ તેઓ નજરે પડી ચૂક્યા છે. આજની ખુદ્દારીની વાતમાં વાંચો જીવેષુની શૂન્યથી શિખર સુધીની સફર...

શેતરંજી પાથરીને ભાડા પર પુસ્તકો પૂરા પાડતા હતા

સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે જીવેષુ અહલુવાલિયાને દેશ અને દુનિયામાં સારી એવી ઓળખ મળી છે.
સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે જીવેષુ અહલુવાલિયાને દેશ અને દુનિયામાં સારી એવી ઓળખ મળી છે.

જીવેષુ કહે છે કે પિતાના નિધન પછી બધુ જ વિખેરાઈ ગયું. પોતાની પાસે કંઈ ખાસ બચ્યું નહોતું. એટલે સુધી કે મારા માટે લંચ બોક્સ, નવા પુસ્તકો અને ડ્રેસ ખરીદવા સુધીના પૈસા નહોતા. થોડા વર્ષો સુધી તો બધુ ઉધાર લઈને કામ ચાલ્યું. ઘરમાં સૂવા માટે પલંગ નહોતો કે ગાદલું નહોતું. એક રૂમમાં શેતરંજી પર સૂવું પડતું હતું. થોડા વર્ષો સુધી એમ જ ચાલતું રહ્યું.

સરકારી સ્કૂલમાંથી ધો. 10 કર્યા પછી મારે કોઈ રીતે કંઈકને કંઈક કમાવાનું જ હતું, કેમકે પૈસા વિના હું આગળ ભણી શકું તેમ નહોતો અને ખુદને સર્વાઈવ કરી શકું તેમ નહોતો. આથી મેં એક કોમિક લાયબ્રેરી શરૂ કરી. હું એક ગેરેજની સામે શેતરંજી પર પુસ્તકો રાખતો હતો. જેનાથી મને થોડા ઘણા પૈસા મળી જતા હતા પરંતુ ગુજરાન ચલાવવા માટે એ ઓછા હતા.

બ્લેક ટિકિટ વેચવાના આરોપમાં નોકરીમાંથી કાઢી મૂકાયા
તેના પછી જીવેષુએ કંઈક અલગ કરવાનું વિચાર્યુ અને તેઓ ઘરે ઘરે જઈને બિસ્કિટ અને અગરબત્તી વેચવા લાગ્યા. આખો દિવસ ફરીને અને સામાન વેચ્યા પછી તેમને માંડ 30 રૂપિયા મળતા હતા. તેનાથી તેઓ તેમની જરૂરિયાતની ચીજો અને પરિવારનો ખર્ચ કાઢતા હતા. આ જ રીતે થોડા વર્ષ સુધી તેમનું કામ ચાલતું રહ્યું, જેમ તેમ કરીને તેમની લાઈફ આગળ વધતી રહી. તેના પછી તેમની નોકરી PVR મોલમાં લાગી. તેમના માટે આ મોટી નોકરી હતી. તેમને અહીં શો દરમિયાન ટોર્ચ બતાવવાનું કામ મળ્યું હતું પણ અહીં પણ તેઓ વધુ દિવસ ન રહી શક્યા. બ્લેક ટિકિટ વેચવાના આરોપમાં તેમને નોકરીમાંથી હાંકી કઢાયા. તેમના માટે આ મોટો સેટબેક હતો.

એક પછી એક અનેક જોબ બદલવી પડી

પોતાની માતા સાથે જીવેષુ. તેઓ જ્યારે ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું. તેના પછી તેમની માતાએ જ તેમને ઉછેર્યા.
પોતાની માતા સાથે જીવેષુ. તેઓ જ્યારે ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું. તેના પછી તેમની માતાએ જ તેમને ઉછેર્યા.

જીવેષુ કહે છે કે ત્યારે મેં નક્કી કરી લીધું કે આજ પછી ખોટું કામ નહીં કરૂં. ચોરી ક્યારેય નહીં કરૂં, ન તો અન્યો પાસે અને ન તો ખુદ પાસે અને ખુદના કામથી પણ. અને ત્યારથી લઈને અત્યાર સુધી મેં એક દિવસ, એક ક્ષણ માટે પણ કામચોરી કરી નથી. ન ઓફિસમાં અને ન ઓફિસની બહાર. PVRમાંથી નીકળ્યા પછી તેમણે પિઝા ડિલિવરીનું કામ મેળવ્યું, પછી એક હોટેલમાં વેઈટર બન્યા. આ રીતે ત્રણ વર્ષ સુધી તેમણે કામ કર્યુ. તેના પછી એક મિત્રની મદદથી તેમની જોબ એક કોલ સેન્ટરમાં લાગી. તેઓ ત્યાં કામ કરવા લાગ્યા અને સાથે પોતાનો અભ્યાસ કરી રહ્યા હતા. જો કે તેમને ભણવાનો વધુ સમય મળતો નહોતો, આ જ કારણ રહ્યું કે તેઓને ગ્રેજ્યુએશનમાં માત્ર 45% માર્ક્સ મળ્યા.

લગ્નના એક વર્ષમાં જ છૂટાછેડા થઈ ગયા
તેઓ કહે છે કે હું આગળ MBA કરીને સારી નોકરી કરવા માગતો હતો પરંતુ મુશ્કેલી એ હતી કે આટલા ઓછા માર્ક્સમાં મને ન તો નોકરી મળતી અને ન તો ક્યાંય MBA માટે ઓફર. આથી મેં કોલ સેન્ટરમાં જ નોકરી ચાલુ રાખી. જો કે જીવેષુની કિસ્મત ચમકી અને પોતાની મહેનતથી તેઓ એ કંપનીમાં આગળ વધતા ગયા. 14 વર્ષની આ નોકરી દરમિયાન તેઓ કંપનીના ડાયરેક્ટરની પોસ્ટ પર પણ પહોંચી ગયા. તેમનું ખુદનું ઘર અને ખુદની કાર પણ આવી.

જીવેષુ કહે છે કે મારી લાઈફમાં ઉતારચડાવ ખૂબ આવ્યા પરંતુ મેં ક્યારે હિંમત હારી નહીં અને હંમેશા આગળ વધતો રહ્યો.
જીવેષુ કહે છે કે મારી લાઈફમાં ઉતારચડાવ ખૂબ આવ્યા પરંતુ મેં ક્યારે હિંમત હારી નહીં અને હંમેશા આગળ વધતો રહ્યો.

આ દરમિયાન તેમના લગ્ન પણ થઈ ગયા પરંતુ આ સંબંધ વધુ દિવસ સુધી ન ચાલ્યો. એક વર્ષમાં જ તેમના છૂટાછેડા થઈ ગયા. તેઓ કહે છે કે પોતાની કંપનીમાં હું સેંકડો લોકોને સંભાળતો હતો, મેનેજ કરતો હતો પરંતુ પર્સનલ લાઈફમાં ખુદની વાઈફને સંભાળી ન શક્યો. આ જ તો જીવન છે અને તેની હકીકત પણ આ જ છે. તેનાથી તમે મોં ન ફેરવી શકો.

અને એક દિવસ અચાનક બદલાઈ જિંદગી
માર્ચ 2013 જીવેષુ માટે ટર્નિંગ પોઈન્ટ રહ્યું. વાસ્તવમાં એક દિવસ તેઓ એક કોમેડી શો જોવા ગયા હતા. બ્રેક દરમિયાન તેમણે આયોજકોને આગ્રહ કર્યો કે તેમને પણ પરફોર્મ કરવાનો મોકો આપવામાં આવે. તેમને તક મળી પણ ગઈ અને પોતાના તરફથી તેમણે લોકોને હસાવવાની કોશિશ પણ કરી. ત્યારે તેમને લોકોનો સારો રિસ્પોન્સ મળ્યો.

જીવેષુ કહે છે કે મને આ ફિલ્ડ સારૂં લાગ્યું અને નક્કી કર્યુ કે હવે આગળ આ ફિલ્ડમાં નસીબ અજમાવવામાં આવે. જો સફળ થયા તો ઠીક નહીંતર એક વર્ષ પછી ફરી પોતાની જગ્યાએ આવી જઈશ. આમ વિચારીને તેમણે નોકરી છોડી દીધી. તેઓ અલગ અલગ સ્થળે જવા લાગ્યા અને કોમેડી શોમાં પાર્ટિસિપેટ કરવા લાગ્યા. અહીં પણ તેમની લાઈફમાં ચડાવઉતાર આવતા રહ્યા પણ તેમણે કોશિશ છોડી નહીં.

જીવેષુનું વજન ખૂબ વધી ગયું હતું. તેમનું સુગર લેવલ પણ ઘણું વધી ગયું હતું. ડેઈલી વર્કઆઉટ પછી તેમણે ઘણાખરા અંશે પોતાનું વજન ઓછું કર્યુ.
જીવેષુનું વજન ખૂબ વધી ગયું હતું. તેમનું સુગર લેવલ પણ ઘણું વધી ગયું હતું. ડેઈલી વર્કઆઉટ પછી તેમણે ઘણાખરા અંશે પોતાનું વજન ઓછું કર્યુ.

આ સેક્ટરમાં તેમને મોટી સફળતા મળી 2014માં, જ્યારે તેમને રેડિયો મિર્ચી કોમેડી કિંગનો એવોર્ડ મળ્યો. તેના પછી તેમણે ક્યારે પાછું વળીને જોયું નથી. એક પછી એક તેમને ઓફર મળતી ગઈ અને તેઓ આગળ વધતા ગયા. જો કે એક સમયે તેમનું વજન ખૂબ વધી ગયું અને ડાયાબિટીસના શિકાર બની ગયા. જેને લઈને લોકો તેમની મજાક પણ ઉડાવતા હતા. પરંતુ તેમણે મહેનત કરી, વર્કઆઉટ કર્યુ અને ખુદનું વજન 30 કિલો ઓછું કર્યું. તેમનું સુગર લેવલ પણ નોર્મલ થઈ ગયું.

2000થી વધુ શો, અનેક ફિલ્મો અને ટીવી એડ્સમાં કરી ચૂક્યા છે કામ
કોમેડીની દુનિયામાં જીવેષુને સારી ઓળખ અને સફળતા મળી છે. તેઓ ભારત અને ભારતની બહાર 2 હજારથી વધુ શો કરી ચૂક્યા છે. લાખો લોકો તેમના પ્રશંસકો છે. તમાશા ફિલ્મથી તેમણે બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતું. તેના પછી હેપી ફિર ભાગ જાએગીમાં પણ તેમને કામ કરવાની તક મળી. આ ઉપરાંત તેઓ મેક માય ટ્રિપ, ફિલિપ્સ સહિત અનેક મોટી કંપનીઓની જાહેરાત માટે પણ કામ કરી ચૂક્યા છે.

ફિલ્મ અભિનેતા રણબીર સિંહ સાથે એક ટીવી એડ શો દરમિયાન જીવેષુ. જીવેષુ બોલિવૂડ ફિલ્મો પણ કરી ચૂક્યા છે.
ફિલ્મ અભિનેતા રણબીર સિંહ સાથે એક ટીવી એડ શો દરમિયાન જીવેષુ. જીવેષુ બોલિવૂડ ફિલ્મો પણ કરી ચૂક્યા છે.
અન્ય સમાચારો પણ છે...