• Gujarati News
  • Dvb original
  • Wheat Prices Skyrocket, Benefiting Only Traders; Why Does The Price Fall As Soon As The Crop Is Ready?

ભાસ્કર ઓપિનિયનરોટલી મોંઘી થઈ:ઘઉંનો ભાવ આસમાને, ફાયદો માત્ર વેપારીઓને; પાક તૈયાર થતાં જ ભાવ કેમ ઘટી જાય છે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

શેરબજાર વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. રૂપિયામાં પણ ડોલરની તુલનામાં સારો સુધારો આવ્યો છે, પરંતુ દુઃખની વાત એ છે કે ઘઉંનો ભાવ પણ મહત્તમ સ્તરે પહોંચ્યો છે. 2842 રૂ. ક્વિન્ટલ. દુઃખ એટલા માટે છે કે આ દેશે ક્યારેય ખેડૂતોના કલ્યાણનો વિચાર કર્યો નથી.

કહી શકીએ કે એવી માનસિકતા હજુ સુધી વિકસી નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગી ચૂકી છે, આપણને કોઈ ચિંતા થતી નથી. પહેલા જેટલું જ ફરીએ છીએ, પરંતુ ઘઉંના ભાવ વધતા આપણને હેરાનગતિ થવા લાગે છે. જ્યારે ખેડૂતને આ ભાવવધારા સાથે કોઈ લેવાદેવા નથી, એનો લાભ પણ તેને મળતો નથી.

આજે જ્યારે ઘઉંનો ભાવ આસમાને છે ત્યારે તેમણે એનું વાવેતર કર્યું છે. દિવાળી પછી દેશમાં ઘઉં વાવવામાં આવે છે. ત્રણ મહિનામાં પાક આવશે. ત્યાં સુધી ઘઉં સસ્તા થઈ જશે. ખેડૂત તો એ જ બે હજાર રૂપિયા ક્વિન્ટલના ભાવે વેચી શકશે. તેમનાં ખાતર, દવાઓ વગેરે મોંઘાં થઈ જશે એની કોઈને ચિંતા નથી. ચોક્કસપણે સરકારને તો નથી જ.

અત્યારે ભાવમાં જે વધારો થયો છે એનો ફાયદો માત્ર વેપારીને થશે, જે થઈને રહેશે. ખરેખર, રિપોર્ટ દર્શાવે છે કે આ વખતે સરકારનો ઘઉંનો સ્ટોક લગભગ અડધો થઈ ગયો છે. સ્વાભાવિક છે કે વેપારીઓએ ઘણો ઘઉંનો સ્ટોક રાખ્યો હશે. તેઓ બ્લેક માર્કેટિંગમાં નિષ્ણાત છે. તેઓ છ મહિનાથી એક વર્ષ સુધી અનાજનો સંગ્રહ કરવાની ક્ષમતા પણ ધરાવે છે.

કહી શકાય કે વેપારીઓએ પોતાનો નફો વધારવા ઘઉંના ભાવને આ સ્તરે પહોંચાડ્યો છે. સરકાર પોતાના હિસ્સાની ખરીદી કરત તો આજે આ દિવસ આવ્યો ન હોત. જ્યાં સુધી સરકારી ખરીદીનો સવાલ છે તો એ અસહ્ય પીડામાંથી પસાર થવા જેવી છે.

પહેલા પોતાના વાવેતર વિસ્તારના પાકને વેચવામાં નંબર લગાવો. પછી નંબર જલદી આવી જાય તેના માટે અધિકારીઓને પૈસા દેખાડો. નંબર આવી જાય ત્યારે ત્રણ-ત્રણ દિવસ ડાઉન આગળ ટ્રેક્ટર મૂકી ત્યાં જ સૂવાનું, ત્યાં જ નાહવાનું. તેમ છતાં ખરીદી કરતી મંડીઓના પેટમાંથી પાણી નથી હલતું. થાક્યા પછી પણ ખેડૂત તેના ઘઉંનું વજન કરનારા હમાલને પૈસા ખવડાવે છે.

શું સરકાર, તેમના મંત્રી, કલેક્ટર અને બાકી અધિકારીઓને આ ભ્રષ્ટ પરંપરા નજર નથી આવતી. લોકો કહે છે કે આ ખાધેલા પૈસાનો ભાગ પર સુધી જાય છે. આ ઉપર જાય છે એનો કોઈ હિસાબ નથી કે ક્યાં સુધી જાય છે. ખેડૂતોની આ મજાકમાંથી મુક્તિ મેળવવા માટે ચોક્કસપણે કોઈ રસ્તો શોધવો જોઈએ. જય જવાન, જય કિસાનના નારા આપતી સરકારો માત્ર નારા આપીને જ ઊંઘી જાય છે અને લાચાર ખેડૂત વર્ષો સુધી એની સજા ભોગવતો રહે છે. આ સજા બંધ થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...