ભાસ્કર ઓપિનિયનવસતિ ગણતરી:દેશમાં વસતિ ગણતરીની લંબાતી તારીખોનું આખરે રહસ્યું શું છે?

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વસતિ ગણતરીની વધતી તારીખોને જોઈ હાલ ચર્ચાઓ ગરમાઈ છે. કેન્દ્ર સરકાર સતત 2021થી તારીખોને વધારી રહી છે. ક્યારેક કોવિડના નામે તો ક્યારેક અન્ય કોઈ કારણે. આ વખતે ફરીથી ટાળી દેવાઈ છે. જોકે અગાઉની વસતિ ગણતરી 2011માં થઈ હતી. ત્યારે દેશની વસતિ 121 કરોડ હતી. હવે અનુમાન છે કે આપણે વસતિમાં ચીનથી આગળ નીકળવાના છે.

ભારતમાં પહેલી વસતિ ગણતરી 1881માં થઈ હતી. ત્યારે વસતિ 25.38 કરોડ હતી. સવાલ એ ઊઠે છે કે કોઈ પણ દેશની વધતી વસતિ તેના માટે ફાયદાકારક છે કે નુકસાનકારક? આપણે નાનપણથી એ સાંભળ્યું અને વાચ્યું છે કે વસતિવધારો એક વિસ્ફોટ જેવો છે. આના પર કાબૂ મેળવવામાં ન આવ્યો તો દેશ ગરીબીમાં ઊતરી જશે.

ઘણા નિષ્ણાતોનું માનવું છે કે વસતિમાં વધારો થવો કોઈ પણ દેશ માટે ફાયદાકારક જ હોય છે, નુકસાનકારક નહીં. માની લો કે, એક વ્યક્તિ ઘરમાં કમાવાવાળી છે. તેનાં ચાર બાળકો છે. આગળ ચાલીને ચારેય કમાવવા લાગ્યાં તો આ વાત પરિવાર માટે ફાયદાકારક જ છે. નુકનાસકારક તો ત્યારે હતું જ્યારે ઘરમાં કમાવાળી વ્યક્તિ ફક્ત એક હતી અને જમનારો આખો પરિવાર હતો. હવે આવું નથી.

હવે તો ઘરની દરેક વ્યક્તિ, જો તે મહિલા હોય કે પુરુષ, બધાં નોકરી કે વ્યવસાયમાં લાગેલાં છે. વસ્તુઓને ચેનલાઈઝ કરવાની જરૂરત હોય છે. જે થઈ પણ રહી છે. આ કારણે વસતિવધારો હવે અભિશાપ નથી, પણ વરદાન છે. કોઈ પણ દેશને આગળ વધારવા માટે સૌથી જરૂરી વાત છે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સની સંખ્યા વધારવી. જેવું ચીને કર્યું.

આજથી 60 વર્ષ અગાઉ ભારત અને ચીનની ઈકોનોમી લગભગ બરાબર હતી. પરંતુ વસતિ સૌથી વધુ થતાં ચીન આપણાથી ઘણું આગળ નીકળી ગયું. કેમ કે ભારત વિશ્વનું સૌથી મોટું કન્ઝ્યુમર બજાર છે એટલે ચીને આપણાને જ બજાર માન્યું. આજે હાલાત એ છે કે આપણે જે વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છે, તેમાંથી 80 ટકા વસ્તુઓ ચીનમાં જ બને છે. ત્યાં સુધી કે કાંસકો જે દરેક ઘરમાં ચાર-પાંચ તો હોય જ છે, તે પણ ચીનમાંથી બનીને આવી રહ્યો છે.

આપણે ખાલી દિવાળી પર ચીની સિરીઝોનો બહિષ્કાર કરી એ સમજીએ છે કે, ચીની વસ્તુઓને ભારતમાંથી ભગાવી દેવાઈ છે અને હવે તેની ઈકોનોમી ડગડગી જશે. જોકે આવું નથી. જો વસતિ સાથે આપણે અર્થતંત્રને પણ ચીનથી આગળ લઈ જવું છે તો આપણી ત્યાં મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ વધારવાં પડશે.

સાચું છે, પાછલાં પચાસ વર્ષોમાં આપણે સર્વિસ સેક્ટરમાં સૌથી વધુ કામ કર્યું છે અને આખું વિશ્વ આ મામલે આપણું ઉપકાર માને છે. પરંતુ ફેક્ટ્રીઓ શરૂ કરવાથી આપણું અર્થતંત્ર ઘણું ઝડપથી આગળ વધશે. ચીનથી આગળ વધવાનો એક જ રસ્તો છે. તેને અપનાવ્યા વગર આપણે આગળ નથી વધી શકતા.

જ્યાં સુધી વસતિ ગણતરીની તારીખો આગળ વધારવાનો સવાલ છે, કેન્દ્ર સરકાર પછાત વર્ગની સંખ્યા સામે આવવાથી ડરી રહી છે. હમણાં માત્ર અનુસૂચિત જાતિ અને જનજાતિની જ સંખ્યા વસતિ ગણતરીમાં આવે છે. હવે ઘણાં રાજ્યો જાતિગત ગણતરીની માગ કરી રહ્યાં છે. ખાસ કરીને, પછાત વર્ગની ગણતરી. કેન્દ્ર સરકાર આ મામલામાં પડવા માગતી નથી, એટલે તારીખો બદલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...