તમિલનાડુમાં રાજકારણ ગરમાયું છે. સમસ્યા રાજ્યપાલના ભાષણને લઈને છે. તેમના ભાષણ દરમિયાન એટલો હોબાળો થયો કે, રાજ્યપાલે ભાષણ અધુરૂં મુકીને વિધાનસભા છોડીને જતું રહેવું પડ્યું. સવાલ એ ઉઠે છે કે, રાજ્યપાલે એવું તો શું કહી દીધું કે, હોબાળો આટલો વધી ગયો. હકિકતમાં, રાજ્યપાલે તમિલનાડુ રાજ્યનું નામ જ બદલી નાખવાનું કહી દીધું. તેમણે કહ્યું, આ રાજ્યનું નામ તમિલનાડુની જગ્યાએ તમિઝતગમ હોવું જોઈએ.
શાસક પક્ષ અને કોંગ્રેસે આનો વિરોધ કર્યો. કહ્યું કે રાજ્યપાલ અહીંયા RSS અને ભાજપના એજન્ડા ચલાવવા માગે છે. એવું અમે થવા નહીં દઈએ.
આ પછી તો રાજ્યપાલ પર આરોપોનો વરસાદ થઈ ગયો. રાજકીય પક્ષોએ કહ્યું કે, રાજભવનથી ભાજપના એજન્ડા ચલાવામાં આવી રહ્યા છે. રાજ્યપાલ કહે છે કે, પાછલા પચાસ વર્ષોમાં દ્રવિડ દળોએ અહીંયાના લોકો સાથે વિશ્વાઘાત કર્યો છે. અમે રાજ્યપાલને કહેવા માગીએ છે કે, તે બીજેપીના માણસ તરીકે કામ કરવાનું બંધ કરી દે. આમ પણ આ નાગાલેન્ડ નથી, પ્રાઉડ તમિલનાડુ છે. રાજ્યપાલ આરએન રવિ નાગાલેન્ડનો પણ હવાલો સંભાળે છે.
આ કારણે પક્ષોએ કહ્યું કે, નાગાલેન્ડવાળી ચતુરાઈ અહીંયા નહીં ચાલે. હકિકતમાં, રાજ્યપાલ જેવા બંધારણીય પદ પર જ્યાં સુધી રાજકીય નિમણુંકો કે રિટાયર્ડ રાજકારણીઓને પોસ્ટીંગ આપવામાં આવશે, ઝઘડા આવાં જ થતા રહેશે અને મહામહિમની આવી રીતે જ દુર્દશા થતી રહેશે. પહેલા આ પદ પર કોઈ વિષયના નિષ્ણાત કે વરિષ્ઠ વિદ્વાનની નિમણુંક થતી હતી, પરંતુ હવે કેન્દ્રમાં જેની સરકાર હોય, તે જ પક્ષના કોઈ વૃદ્ધ વ્યક્તિને નિમણુંક કરવામાં આવી રહ્યા છે. સમસ્યા આ કારણે વધી ગઈ છે.
રાજ્યપાલ પદ પર પહેલા કોંગ્રેસે પણ ઘણી રાજકીય નિમણુંકો કરી, પરંતુ તે સમયે સમસ્યા એ કારણે નહોતી આવતી કેમકે, મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસની જ સરકાર હતી. હવે આવું નથી. કોઈ રાજ્યોમાં સરકાર બીજા પક્ષની છે અને રાજ્યપાલોની નિમણુંક બીજા પક્ષે કરી છે. સમસ્યા આ કારણે છે. સરકાર અને રાજ્યપાલની વિચારધારા એક સમાન નથી હોતી, એટલે વિવાદ થાય છે.
વિવાદ એ કારણે પણ થાય છે કેમકે, રાજ્યપાલ કેન્દ્ર સરકારની વિચારધારા ચલાવે છે અને બીજા પક્ષની રાજ્ય સરકાર આ વિચારધારા સાથે સહમત નથી થતી. તો પછી તેનો ઈલાજ શું છે? ઈલાજ એક જ છે રાજ્યપાલ જેવા પદો પર નિષ્પક્ષ વ્યક્તિની નિમણુંક થવી જોઈએ. જેવું રાષ્ટ્રપતિ પદ પર ડો. એપીજે અબ્દુલ કલામની નિમણુંક કરાઈ હતી. એવું નથી કે દેશમાં નિષ્પક્ષ લોકોની ખોટ છે. મળે છે, પરંતુ તેની માટે ઈચ્છાશક્તિ હોવી જોઈએ, જેની હાલ તો ખોટ, એકદમ સાફ જોવા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.