રક્ષાકવચ:ઈઝરાયેલને રોકેટ હુમલાથી બચાવે છે આયરન ડોમ, જાણો આ ડિફેન્સ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે

2 વર્ષ પહેલા

હમાસે એક પછી એક 100થી વધુ રોકેટ છોડ્યા અને ઈઝરાયેલે તેનો હવામાં જ ખાતમો બોલાવી દીધો. આ શક્ય બન્યું આયરન ડોમથી. એ આયરન ડોમ, જેને માથે ઈઝરાયેલના આકાશની સુરક્ષાની જવાબદારી છે. આ આયરન ડોમ શું છે અને કેવી રીતે કામ કરે છે તે જોઈએ.

આયરન ડોમ શું છે?
આયરન ડોમ એ શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ છે. જે રોકેટ, તોપના ગોળા અને મોર્ટારને નષ્ટ કરવા બનાવવામાં આવી છે. આ ડિફેન્સ સિસ્ટમ કેટલીક બેટરીને કારણે ચાલે છે. આ બેટરી એટલે ચાર્જિંગ કરી શકાય તેવી બેટરી નહીં, પણ રોકેટને રોકનારા એક યૂનિટને બેટરી કહે છે. આ બેટરીમાં મુખ્ય ત્રણ ભાગ હોય છે. રડાર, કન્ટ્રોલ સેન્ટર અને લોન્ચર.

આ ત્રણેય પાર્ટ કેવી રીતે કામે કરે છે?
રોકેટ ફાયર થતાની સાથે જ રડાર એક્ટિવ થઈ જાય છે. રડાર એ રોકેટની સ્પીડ અને રસ્તાની જાણકારી મેળવે છે, અને આ જાણકારી આગળ ફોરવર્ડ કરે છે.

રડારથી સીધો મેસેજ કન્ટ્રોલ સેન્ટરને મળે છે. અહીં હાઈસ્પીડ કમ્પ્યૂટર હોય છે. કન્ટ્રોલ સેન્ટરમાં એ અંદાજ લગાવાય છે કે, રોકેટ ક્યાં પડવાનું છે? જો રહેણાક વિસ્તાર કે મહત્વની બિલ્ડિંગ પર પડવાનું હોય તો તેને રોકી લેવામાં આવે છેષ અને જો ખુલ્લી જગ્યામાં પડવાનું હોય તો તેને જવા દેવામાં આવે છે. આ નિર્ણય કેન્ટ્રોલ સેન્ટરમાં રાખેલા કમ્પ્યૂટર કરે છે.

કન્ટ્રોલ સેન્ટરથી લોન્ચરને મેસેજ મળે છે. આ લોન્ચર ઈન્ટરેપ્ટર્સથી સજ્જ હોય છે. સિગ્નલ મળતાં જ ઈન્ટરરેસ્પ્ટર લોન્ચ થઈ જાય છે. ઈન્ટર્નલ રડાર અને કન્ટ્રોલ સેન્ટરની મદદથી આ ઈન્ટરસેપ્ટર દુશ્મનના રોકેટ સુધી પહોંચીને બ્લાસ્ટ થઈ જાય છે અને તેનો હવામાં જ ખાતમો બોલાવી દે છે.

આપને જણાવી દઈએ કે બેટરીના ત્રણેય પાર્ટ રડાર, કન્ટ્રોલ સેન્ટર અને લોન્ચર એક જગ્યાએ હોતા નથી. ત્રણેય પાર્ટ અલગ અલગ જગ્યાએ તૈનાત હોય છે. આ પાર્ટને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ પણ કરી શકાય છે. આ ત્રણેય પાર્ટ વચ્ચે હાઈસ્પીડમાં વાયરલેસ ડેટા ટ્રાન્સફર થતા હોય છે.

આયરન ડોમનો સક્સેસ રેટ શું છે?
આ ડિફેન્સ સિસ્ટમનો સક્સેસ રેટ 90 ટકાથી વધારે છે. એટલે કે, 100 પૈકી 90થી વધુ ટાર્ગેટનો હવામાં જ ખેલ ખતમ કરી નાખે છે. મહત્ત્વની વાત તો એ છે કે, ગમે તેવા વેધરમાં તે કામ કરી શકે છે. એક હકીકત એ પણ છે કે, એક રોકેટને નષ્ટ કરવાનો ખર્ચ રૂપિયા 37 લાખથી 65 લાખ જેટલો છે.

આ ડિફેન્સ સિસ્ટમ કોણે બનાવી છે?
અમેરિકાની આર્થિક મદદથી ઈઝરાયેલના ડિફેન્સ ફર્મ રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ અને ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝે આ ડિફેન્સ સિસ્ટમ બનાવી છે. વર્ષ 2011માં તેને ડિફેન્સમાં સામેલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...