ભાસ્કર ઓપિનિયનધર્મપરિવર્તન અને કાયદો:સરકાર શું કરી રહી છે? બળજબરીથી ધર્મપરિવર્તન કરનારાઓ સામે કડક પગલાં કેમ નથી લેવાતાં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બળજબરીથી થતા ધર્માંતરણ પર સુપ્રીમ કોર્ટે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. જ્યાં સુધી બંધારણની વાત છે, એમાં ધર્મપરિવર્તન યોગ્ય ગણાવાયું છે. કોઈપણ વ્યક્તિ પોતાનો ધર્મ બદલવા માટે સ્વતંત્ર છે, પરંતુ બળજબરીથી ધર્મપરિવર્તન યોગ્ય નથી.

સુપ્રીમ કોર્ટે એને ગંભીર મુદ્દો ગણાવતાં બળજબરીથી ધર્મપરિવર્તન કરાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ બળજબરીપૂર્વકના ધર્માંતરણમાં ધાકધમકી અથવા લાલચનો પણ સમાવેશ થાય છે. અરજીમાં માગ કરવામાં આવી હતી કે બળજબરીથી ધર્મપરિવર્તન કરાવનારાઓને સજા કરવા માટે અલગ કાયદો બનાવવો જોઈએ. કોર્ટ આ અંગે પછીથી વિચારણા કરશે.

કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ધર્મપરિવર્તનના આ કેસો આદિવાસી વિસ્તારોમાં સૌથી વધુ છે. આ અંગે કોર્ટે સરકારને પ્રશ્ન પૂછ્યું છે કે તે શું કરી રહી છે? સરકાર પાસે આનો કોઈ જવાબ નહોતો. એ પછી જવાબ ફાઇલ કરશે. ખરેખર તો, લિવ-ઈનનો ટ્રેન્ડ પશ્ચિમી દેશોમાંથી આવ્યો છે, જ્યાં બાળકો 18-19 વર્ષનાં થતાં જ તેમનાં માતા-પિતાથી અલગ રહેવા લાગે છે. આપણા દેશમાં એવું નથી. અહીં સંયુક્ત કુટુંબ છે અને માતા-પિતા ઈચ્છે છે કે બાળકો જીવનભર તેમની સાથે રહે.

બીજી તરફ, દિલ્હી પોલીસ દ્વારા એક સનસનીખેજ કેસ સામે આવ્યો છે, જેમાં આફતાબ નામના યુવકે તેની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધાની છ મહિના પહેલાં નિર્દયતાથી હત્યા કરી હતી. નિર્દયતાથી એવી હત્યા કરી કે શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી નાખ્યા. ટુકડાઓ ફ્રિજમાં રાખ્યા અને રોજ રાત્રે બે-બે ટુકડા જંગલમાં ફેંકવા જતો હતો.

પુખ્ત થતાંની સાથે જ આપણા દેશમાં પણ બાળકો પોતાનું કામ કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ જ્યારે દિલ્હીમાં બનેલા કેસો સામે આવે છે ત્યારે ધ્રૂજી જવાય છે. ખરેખર તો નાની ઉંમરે આપણાં બાળકોને જીવનની સમજ નથી હોતી, એ પરિપક્વતા પછી જ આવે છે. તેઓ સાચું કે ખોટુંને સમજવામાં અસંભવ હોય છે. ત્યારે આવા કિસ્સાઓ બને છે.

જ્યારે આવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે મુશ્કેલી એ બાળકો પર આવી છે, જેઓ પરિવાર સાથે રહે છે અને બધું જ સમજે છે. તેમને જીવનની સમજ પણ હોય છે. માતા-પિતા અને સંબંધીઓ પણ આવાં બાળકો પર કડક બનવા લાગે છે, કારણ કે ઉદાહરણ સામે આવે છે. આવા કિસ્સામાં બાળકો પર કડકાઈનું માધ્યમ ન બનવું જોઈએ, પરંતુ જ્યારે આવી જઘન્ય હત્યાકાંડ સામે આવે છે ત્યારે પરિવારજનોમાં ડર રહે એ સ્વાભાવિક છે, તે પણ શું કરે? તેમણે દરેક સમયે તેમનાં બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે. ઉપાયો પણ શોધવા પડશે, તે કરે પણ છે. છેવટે આપણે કોઈ પશ્ચિમી દેશમાં નથી રહેતા કે પુખ્ત થતાં જ બાળકોને તેમની રીતે છોડી દઈએ અને તેઓ જે ઈચ્છે એ કરતાં જાય!

અન્ય સમાચારો પણ છે...