કરિયર ફન્ડા:શું છે વાંચવાનો બેસ્ટ ટાઈમ; યોગ્ય પ્લાનિંગથી વધશે એકાગ્રતા, આવશે વધુ માર્ક્સ

12 દિવસ પહેલા
  • શિક્ષણવિદ સંદીપ માનુધને

સુબહ હોતી હૈ શામ હૌતી હૈ, ઉમ્ર યૂંહી તમામ હોતી હૈ- મુંશી અમીરુલ્લાહ તસ્લીમ

કરિયર ફન્ડામાં સ્વાગત!

મારા માટે અભ્યાસનો બેસ્ટ ટાઈમ શું છે, જેનાથી હું મારું પરફોર્મન્સ સુધારી શકું? પ્રિય સ્ટુડન્ટ્સ, શું તમને પણ આ પ્રશ્નનો જવાબ નથી મળતો? આજે હું તમને યોગ્ય સમાધાન આપીશ, બસ આખો લેખ ધ્યાનથી વાંચો.

વિજ્ઞાન શું કહે છે, અને પ્રેક્ટિકલ શું થાય છે

1) વૈજ્ઞાનિક રિસર્ચ કહે છે કે સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા વચ્ચે અને સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી વ્યક્તિનું મગજ શીખવાના મોડમાં હોય છે, તેથી આ અભ્યાસ માટેનો સૌથી યોગ્ય સમય છે.

2) પરંતુ પ્રેક્ટિકલી જોવામાં આવે તો આ ફેક્ટર્સ કામ કરે છે- પહેલો તમારા દિવસની પેટર્ન શું છે- એટલે કે તમારે સ્કૂલ-કોલેજ જવાનો સમય મુજબ તમારી પાસે વાંચવા માટે સમય કયો છે, અને બીજું તમારી બાયોલોજિકલ સાયકલ શું છે- એટલે કે તમે ક્યારે સૌથી વધુ એલર્ટ અને એનેર્જેટિક અનુભવ કરો છો.

આ લેખમાં અમે કોલેજ, સ્કૂલ અને કોચિંગના કમ્પલ્સરી ટાઈમની નહીં, તમારી સ્વેચ્છાએ નક્કી કરેલા ટાઈમની વાત કરીશું.

સાધુ બાબા, પારસ પથ્થર અને સ્ટુડન્ટ

પહેલાં એક રસપ્રદ વાર્તા સાંભળો.

1) જંગલમાં આવેલા એક આશ્રમમાં એક જ્ઞાની સાધુ રહેતા હતા. જ્ઞાન પ્રાપ્તિની લાલસામાં છાત્ર તેમની પાસે આવતા હતા. એક ઘણો જ આળસુ છાત્રની માતા તેને લઈને આવી, અને બાબા પાસે સમાધાન માગ્યું.

2) જ્ઞાની સાધુએ આળસુ બાળકને પોતાની પાસે બોલાવ્યો અને તેમને એક પથ્થર આપતા કહ્યું, "આ કોઈ સામાન્ય પથ્થર નથી, પરંતુ પારસ પથ્થર છે. લોખંડની કોઈ પણ વસ્તુને જો તે અડકી લે, તો તે સોનાની બની જાય છે. હું તારાથી પ્રસન્ન છું. તેથી બે દિવસ માટે આ પારસ પથ્થર તને આપી રહ્યો છું. આગામી બે દિવસ પછી તારી પાસેથી આ પારસ પથ્થર માગી લઈશ. જેટલી ઈચ્છા થાય, તેટલું સોનું બનાવી લે."

3) આળસુ છાત્ર ઘણો જ રાજી થયો. તેને વિચાર્યું, આ પથ્થરથી હું એટલું સોનું બનાવી લઈશ કે મારે જીવનભર કામ કરવાની જરૂર જ નહીં પડે. પછી તેને પોતાની ટેવ મુજબ વિચાર્યું કે હજુ તો પૂરાં બે દિવસ છે. એમ કરું, એક દિવસ આરામ કરું. જ્યારે બીજો દિવસ આવ્યો, તો તેને વિચાર્યું કે આજે માર્કેટ જઈને ઘણું બધું લોખંડ લઈ આવીશ અને પારસ પથ્થરથી અડકીને તેનું સોનું બનાવી દઈશ, પરંતુ આ કામમાં વધુ સમય નહીં લાગે. તેથી પહેલા ભરપેટ ભોજન કરી લઉં. ભરપેટ ભોજન કરતાં જ તેને ઉંઘ આવવા લાગી. એવામાં તેને વિચાર્યું કે હજુ મારી પાસે સાંજ સુધીનો સમય છે. થોડીવાર માટે સૂઈ લઉં છું.

4) પછી શું? તે ગાઢ નીંદરમાં સૂઈ ગયો. જ્યારે તેની આંખ ખુલી, તો સૂર્ય અસ્ત થઈ ગયો હતો અને બે દિવસનો સમય પણ પૂર્ણ થઈ ગયો હતો. સાધુએ કહ્યું, "સૂર્યાસ્તની સાથે જ બે દિવસ પૂરાં થઈ ગયા છે. તું મને તે પારસ પથ્થર પાછો સોંપી દે." આળસું રડવા લાગ્યો.

5) આ રીતે, જીવનમાં આળસ સામે લડાઈ સતત થતી હોય છે, અને તમે આ લડાઈમાં હારતા નહીં. તક રૂપી પારસ વેસ્ટ થઈ જશે!

બોલિવૂડનું ફેમસ સોન્ગ છે "આને વાલા પલ જાને વાલા હૈ, હો સકે તો ઈસમે જિંદગી બિતા દો, પલ જો યે જાને વાલા હૈ"!

કઈ રીતે ખબર પડશે, કયો સમય વાંચવા માટે બેસ્ટ છે

1) પહેલાં તમારું શિડ્યૂલમાં જુઓ કે તમે કયા સમયે અભ્યાસ માટે સમય કાઢી શકો છો.

2) ક્રોનોબાયોલોજી (યોગ્ય સમયનું વિજ્ઞાન) મુજબ મનુષ્ય શરીરનું વિભિન્ન ક્ષેત્રોમાં પ્રદર્શન અમારા DNA સાથે જોડાયેલું છે અને આપણી બાયોલોજિકલ ક્લોક (જે આપણી શરીરમાં એક આંતરિક ઘડિયાળ છે જે આપણને ભૂખ, તરસ, ઉંઘ સહિત વાતનો અનુભવ કરાવે છે) પર નિર્ભર કરે છે.

3) તેથી એક વખત શિડ્યૂલમાં ઉપલબ્ધ ટાઈમની જાણ થતા તે જુઓ કે તેમાં કયો સમય તમારા શરીરની બાયોલોજિકલ ક્લોક પર ફિટ બેસે છે.

સવાર, બપોર, સાંજ- એક એનાલિસિસ

1) સવાર- સવારના સમયે વાંચતી વખતે મગજ ફ્રેશ અને સ્ફુર્તિલું હોય છે, વાતાવરણમાં પ્રાકૃતિક ઠંડક અને રોશનીને કારણે વાંચવામાં મન યોગ્યથી લાગે છે, વાતાવરણ પણ શાંત હોય છે. શાસ્ત્રોમાં તેને બ્રહ્મમુર્હૂત કહેવાય છે, જો કે જેવું પ્રચલિત છે 'સવારનો સમય વાતાવરણમાં ઓક્સીજન વધુ હોય છે' તે વાત સાચી નથી. એક અન્ય ફાયદો પણ એ છે કે સોશિયલ મીડિયાનું ડિસ્ટ્રેક્શન ઓછું હોય છે.

અનેક લોકો છે જેને સવારે ઉઠવામાં મુશ્કેલી પડે છે, કેમકે તેમનું રાતનું શિડ્યૂલ પરમિટ નથી કરતું.

તો તમારી બાયો ક્લોક, તમારું શિડ્યૂલ અને તમારી ટેવથી જ નક્કી કરો, કોઈના કહેવાથી નહીં.

2) બપોર- બપોરના સમયમાં અભ્યાસ કરવાના ફાયદા છે (i)તમે ગ્રુપ સ્ટડી કરી શકો છો, અને (ii)જો તમને અભ્યાસમાં કંઈ ડાઉટ્સ હોય છે, તો તમે ટીચર્સ અને મિત્રોને પૂછી શકો છો.

પરંતુ જો ખાવા પર નિયંત્રણ નહીં અને હેવી લંચ લો છો તો મુશ્કેલી પડી શકે છે.

3) રાત- અનેક ક્રિએટિવ લોકો રાતના સમયે કામ કરે છે. ફાયદા- (i)ડિસ્ટબર્નસ ઓછું થાય (મોટા ભાગે દરેક લોકો સુતાં હોય છે), (ii)અભ્યાસ પછી સુઈ જવાથી મગજને સુચનાઓ એરેન્જ કરવાનો સમય મળે છે અને મેમરીમાં સુધારો થાય છે, અને (iii)સોશિયલ મીડિયા પણ કમ્પેરેટિવલી ઈનએક્ટિવ હોય છે.

જો કે જો પર્યાપ્ત ઉંઘ (કલાકોમાં) ના લેવાથી હેલ્થ પર અસર પડી શકે છે અને દિવસના સમયે એકાગ્રતા રહેતી નથી.

તો આજનું કરિયર ફન્ડા એ છે કે અભ્યાસના ટાઈમનું પ્લાનિંગ દરેક સ્ટુડન્ટે પોતાના પર્સનલ બાયો ક્લોક, આદતો અને નીડ્સથી નક્કી કરવી જોઈએ.

કરીને દેખાડિશું!