તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિલ્હીની સરહદ પર ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનને એક મહિનો થઈ ચૂક્યો છે. અહીં હવે વૃદ્ધોની તુલનામાં યુવા પ્રદર્શનકારી વધુ છે. ટીકરી બોર્ડર અને સિંધૂ બોર્ડર પર ઘણે દૂર સુધી ફેલાયેલી ટ્રોલીઓના કાફલાના બન્ને બાજુ હવે ટ્રાફિક છે. ટ્રેક્ટર પર બેઠેલા યુવાન જોર જોરથી સંગીત વગાડીને નારેબાજી કરતા કરતા પસાર થઈ રહ્યાં છે. ઘણી વખત તેમના હાથમાં લાકડીઓ પણ હોય છે. તેમના નારા ઉગ્ર થઈ જાય છે.
આવા જ એક ટ્રેક્ટરને અટકાવતા એક વૃદ્ધ પ્રદર્શનકારે કહ્યું કે, અમને અહીં આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના મોતનું દુઃખ છે, અહીં કોઈ ઉજવણી નથી કરી રહ્યાં. આ સાંભળીને યુવાનોએ લાઉડસ્પીકર પર વાગી રહેલું સંગીત બંધ કરી દીધું અને ટ્રેક્ટરને પાછળ ફરાવી લીધું. બીજા દિવસે એક વૃદ્ધ ખેડૂત નેતા મંચ પરથી જાહેરાત કરી રહ્યાં હતા, ટ્રેક્ટર પર સ્પીકર બાંધીને હુલ્લડબાજી ના કરશો.આપણે ગાંધી અને ભગતસિંહના રસ્તા પર ચાલવાનું છે. ધીરજ અને ત્યાગ આપણો રસ્તો છે. આપણા ખેડૂતો મરી રહ્યાં છે. આ આંદોલન છે કોઈ ઉજવણી નહીં.
ગુરવિંદર સિંહ ચાર યુવાનો સાથે ઈનોવા કારમાં આવ્યા છે. તેઓ કહે છે કે મારું આખું ગામ, ખાનદાન અહીંયા છે. હું આજે પહેલી વખત આવ્યો છું, મને પાછું જવાનું મન નથી થઈ રહ્યું. અમારા ગામના બીજા અન્ય યુવાનો પણ આવી રહ્યાં છે. શું તેમને વૃદ્ધ ખેડૂતોને ઠંડીમાં રસ્તા પર સૂતા જોઈને ગુસ્સો આવે છે? તેઓ કહે છે કે‘ગુસ્સો હોત તો અમે હુલ્લડબાજી કરી રહ્યાં હોત, ગુસ્સો નથી, અમે વૃદ્ધોની જેમ ધીરજ રાખી રહ્યાં છીએ’
હરિયાણાના સિરસાથી આવેલા રાકેશ કુમાર પોતાના ગ્રુપ સાથે બે સપ્તાહથી ટીકરી બોર્ડર પર આંદોલનમાં ખડેપગે છે. તેઓ કહે છે કે, ‘વૃદ્ધોને ઠંડીમાં થથરતા જોઈને ખરાબ લાગે છે. ગુસ્સો પણ આવે છે. અહીં ઘણી પરેશાની છે, પણ હવે પોતાના હક માટે આટલું તો કરવું જ પડશે’
રાકેશ કહે છે કે, ખેડૂત પાછળ નહીં ખસે, સરકારે જ આ વિશે વિચારવું પડશે. સરકારે જોવું જોઈએ કે બે યુવાન ઘરે જઈ રહ્યાં છે, તો તેમના બદલે દસ આવી રહ્યાં છે. રાકેશના સમૂહમાં દિવસભર આંદોલનની જ વાતો થાય છે.તે બધા એકબીજાને એ જ પૂછતા રહે છે કે સરકાર ક્યારે માનશે અને તેઓ ક્યારે ઘરે પાછા ફરશે. ક્યારેક ક્યારેક તેઓ અકળાઈ પણ જાય છે પણ પછી વૃદ્ધોને જોઈને પોતાનું મન શાંત કરી લે છે.
રોહતાસ પણ બે સપ્તાહ પહેલા આંદોલનમાં જોડાયા હતા. તેઓ કહે છે કે ટીવી પર આંદોલનના સમાચાર જોઈને મારું લોહી ઊકળી રહ્યું હતું. મારાથી ઘરે ન રહેવાયું અને હું અહીંયા આવી ગયો. તેઓ કહે છે કે, ખેડૂતોને આ હાલમાં જોઈને ગુસ્સો આવી જાય છે. સૌથી વધુ ગુસ્સો એ વાત પર આવે છે કે સરકાર અમારા માટે કંઈ નથી કરી રહી. હાલ દિલમાં શું છે, તે જણાવી શકાય તેમ નથી. રોહતાસને લાગે છે કે તે દેશ માટે અને ખેડૂતો માટે લડી રહ્યાં છે અને આ લડાઈમાં જો તેમનો જીવ પણ જશે, તો તેની તેમને ચિંતા નથી. પરિવારને તેમની ચિંતા થાય છે તો સમજાવી દે છે કે, દેશથી વધીને મારા માટે બીજું કંઈ નથી.
ટીકરી બોર્ડર પર પોલીસ અને ખેડૂતોના મંચ વચ્ચે થયેલી બેરિકેડિંગથી એક ઘેર બની ગયો છે જેમાં ડઝનો યુવાનો હાથમાં લાકડી લઈને ઊભા રહે છે. તેઓ અહીં ખેડૂત આંદોલનકારો અને પોલીસ વચ્ચે ઊભા છે અને વ્યવસ્થા સંભાળી રહ્યાં છે.પ્રદીપ સિંહ દરરોજ સવારે 11 વાગ્યે અહીં પહોંચે છે અને પછી રાતે 4 વાગ્યા સુધી અહીં રહે છે. તેઓ કહે છે કે,અમે સૌથી આગળ છીએ, જો કંઈ થયું તો સૌથી પહેલા અમે જ સામે આવીશું. પંજાબના મોગાથી આવેલા પ્રદીપે કહ્યું તે, અત્યાર સુધી ધરણા શાંતિપૂર્ણ છે, એટલા માટે ડરવાની કોઈ વાત નથી. આ બેરિકેડ અમે જાતે લગાવ્યા છે જેથી કોઈ પોલીસ પર પથ્થર ના ફેંકી શકે, મશ્કરી ના કરી શકે અથવા હુલ્લડબાજીથી હોબાળો ન થઈ જાય.
છેલ્લે તે ક્યાં સુધી આમ હાથમાં લાકડી લઈને ઊભા રહેશે? પ્રદીપે કહ્યું કે, અમારા નેતા જે નિર્ણય કરશે અમે એ જ કરીશું, જો તે કહેશે કે આગળ વધવાનું છે તો વધીશું, અને અહીંયા રોકાવાનું કહેશે, તો એમ કરીશું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.