તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિજિટલ ડિબેટ:ગુજરાતમાં AAPનો એક્શન પ્લાન શું છે? ગોપાલ ઈટાલિયાએ પાંચ પોઈન્ટમાં સ્ટ્રેટેજી સમજાવી

3 મહિનો પહેલા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાં થોડી સફળતાં મળતાં હવે આમ આદમી પાર્ટીની નજર આગામી વિધાનસભા ચૂંટણી પર છે. ઈતિહાસ એવું કહે છે કે, ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય સફળ થયો નથી ત્યારે આપના નેતાઓ કહે છે કે, ગુજરાતમાં હવે ત્રીજો પક્ષ તો કૉંગ્રેસ છે. પાર્ટીને મજબૂત બનાવવા ગુજરાતમાં મોટા પાયે ભરતીમેળો પણ ચાલી રહ્યો છે. આ સ્થિતિમાં દિવ્ય ભાસ્કરે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સાથે ડિજિટલ ડિબેટ કરી. આ ડિબેટમાં વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ પણ જોડાયા. આ ડિબેટમાં ગોપાલ ઈટાલિયાએ ગુજરાતમાં AAPનો એક્શન પ્લાન શું છે તે અંગે કેટલાક મુદ્દાઓ જણાવ્યા હતા. મતદારો આમ આદમી પાર્ટી પર શા માટે વિશ્વાસ રાખશે એ અંગે પણ વાત કરી. સાથે સાથે એક વાત એવી પણ કરી કે, ભાજપ-કૉંગ્રેસમાં જે અસંતુષ્ટ નેતાઓ છે તેમના માટે આમ આદમી પાર્ટીના દ્વાર ખુલ્લા છે.

અન્ય સમાચારો પણ છે...