તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • What Happened To Jammu And Kashmir 2020: For The Third Time In A Decade, More Than 200 Terrorists Were Killed In One Year; The Incidence Of Stoning Was Less Than 87%

ભાસ્કર ડેટા સ્ટોરી:જમ્મુ-કાશ્મીર માટે કેવું રહ્યું 2020: એક દશકામાં ત્રીજી વખત 200થી વધુ આતંકી એક વર્ષમાં ઠાર થયા; પથ્થરમારાની ઘટના 87%થી પણ ઓછી થઈ

8 મહિનો પહેલાલેખક: પ્રિયંક દ્વિવેદી
  • કૉપી લિંક

જમ્મુ કાશ્મીરમાં 30 વર્ષથી જોવા મળેલા આતંકને ખતમ કરવા માટે સેના અને પોલીસે એક નવી પેટર્ન અપનાવી છે. હવે કોઈ પણ ઘટના કે હુમલો થાય તે પહેલાંથી જ આતંકીઓને ઠાર કરવામાં આવે છે. જેનું પરિણામ એ આવ્યું છે કે આતંકી ઘટનાઓમાં ઘટાડો થયો છે અને આતંકીઓના મોતના આંકડામાં વધારો. આંકડાઓ પણ આ વાતનો પુરાવો આપે છે. જમ્મુ-કાશ્મીર પોલીસના DGP દિલબાગ સિંહે પ્રેસ કોન્ફરન્સમાં વાર્ષિક જે આંકડા રજૂ કર્યા, તે જણાવે છે કે જમ્મુ-કાશ્મીરમાં હવે આતંકવાદ ઓછો થઈ રહ્યો છે.

DGP દિલબાગ સિંહ મુજબ 2020માં જમ્મુ-કાશ્મીરમાં 100થી વધુ ઓપરેશન ચલાવવામાં આવ્યાં. જેમાંથી 90 ઓપરેશન કાશ્મીર અને 13 જમ્મુમાં થયા. આ દરમિયાન કુલ 225 આતંકી ઠાર થયા. જેમાંથી 207 કાશ્મીર અને 18 જમ્મુમાં માર્યા ગયા. આ દશકામાં ત્રીજી વખત એવું થયું છે જ્યારે વર્ષભરમાં 200થી વધુ આતંકીઓ માર્યા ગયા છે. આ પહેલાં 2018માં 257 અને 2017માં 213 આતંકીઓ ઠાર થયા હતા.

જો કે, 2020માં આતંકી વિરૂદ્ધની કાર્યવાહીમાં આપણાં 62 જવાન પણ શહીદ થયા છે. જેમાંથી 44 જવાન પેરામેલિટ્રી ફોર્સના હતા અને 16 જવાન જમ્મુ-કાશ્મીર પોલીસના હતા.

આ વર્ષે માત્ર 143 આતંકી ઘટનાઓ ઘટી, 30 વર્ષમાં સૌથી ઓછી
જમ્મુ કાશ્મીરમાં 1990 પછી આતંકવાદનો ફેલાવો વધ્યો. 1990માં 4 હજાર 148 આતંકી ઘટનાઓ ઘટી. 564 આતંકીઓ માર્યા ગયા. સુરક્ષાદળોના પણ 155 જવાન શહીદ થયા. ત્યારથી અત્યાર સુધીમાં અહીં 71 હજાર 410 આતંકી ઘટનાઓ ઘટી છે. 25 હજાર 137 આતંકીઓ માર્યા ગયા છે.

2020માં જમ્મુ-કાશ્મીરમાં માત્ર 143 આતંકી ઘટનાઓ ઘટી. આ આંકડા 30 વર્ષમાં સૌથી ઓછા છે. 2020 એટલા માટે પણ યાદ કરાશે કેમકે આ પહેલું વર્ષ હતું જ્યારે આતંકી ઘટનાઓમાં ઘટાડો નોંધાયો અને આતંકીઓ વધુ મર્યા. હંમેશા એવું થતું કે જેટલી આતંકી ઘટનાઓ ઘટતી હતી, તેનાથી ઓછા જ આતંકીઓ ઠાર થતા હતા.

પથ્થરમારાની ઘટનાઓમાં પણ 87%નો ઘટાડો નોંધાયો
દિલબાગ સિંહના જણાવ્યા મુજબ 2020માં જમ્મુ કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનાઓ 255 જેટલી ઘટી. જે 2019ની તુલનાએ 87% ઓછી છે. 2019માં પથ્થરમારાની 1 હજાર 999 ઘટનાઓ ઘટી હતી. જેમાં પણ 1 હજાર 193 ઘટનાઓ આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ ઘટી હતી.

અન્ય સમાચારો પણ છે...