ભાસ્કર ઓપિનિયનનિર્ભયા ફંડનો દુરુપયોગ:સરકારો શું આવી હોય? - નિર્દય, નિરંકુશ, નિર્લ્લજ અને અસંવેદનશીલ...

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકાર કોઈપણ પક્ષની હોય, તેનો સ્વભાવ બદલાતો નથી, જે સામાન્ય જનતા ઘણા સમયથી જાણે છે અને સમજે છે. માત્ર વચનો આપે છે, પણ એનો અમલ નથી કરતી. સરકારો શું આવી હોય છે? - નિર્દય, નિરંકુશ, નિર્લજ. કાન, નાક અને આંખો વિનાની, અસંવેદનશીલ. નિર્ભયાને કોણ નથી ઓળખતું! આખો દેશ આ બાળકી માટે રસ્તા પર ઊતર્યો. કેન્દ્ર સરકારે નિર્ભયાના નામે નિર્ભયા ફંડ બનાવ્યું હતું.

મહારાષ્ટ્ર સરકારની મુંબઈ પોલીસે આ નિર્ભયા ફંડમાંથી ત્રીસ કરોડના ખર્ચે જૂન 2022માં 220 બોલેરો, 35 અર્ટિગા, 313 પલ્સર બાઇક અને 200 એક્ટિવા વાહનો ખરીદ્યાં. જૂનમાં ખરીદવામાં આવેલાં આ વાહનોને બીજા જ મહિને એટલે કે જુલાઈમાં જુદાં જુદાં પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યાં હતાં. એનો ઉદ્દેશ એ હતો કે મુંબઈ પોલીસ એનાથી મહિલાઓની સુરક્ષા કરશે. આ જ મહિનામાં મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ હતી.

ભારતીય જનતા પાર્ટીની મદદથી શિવસેના બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી અને એનો એક ટુકડો ભાજપની મદદથી રાજ્યમાં સરકાર બનાવવામાં સફળ રહ્યો હતો. સહકારથી હવે શું કહેવું, ભાજપ અને શિવસેનના તૂટેલાં જૂથોની ગઠબંધન સરકાર અસ્તિત્વમાં આવી. તેમના મંત્રીઓ અને ધારાસભ્યોને એસ્કોર્ટ્સ સુરક્ષા સાથે Y+ આપ્યો અને નિર્ભયા ફંડમાંથી ખરીદેલાં મોટા ભાગનાં ફોર-વ્હીલર્સ તેના હેઠળ મૂક્યાં.

એનો અર્થ એ છે કે મહિલાઓની સુરક્ષા માટે ખરીદેલાં વાહનો હવે મહારાષ્ટ્રના મંત્રીઓ અને ધારાસભ્યોને સેવા આપે છે. હવે પ્રશ્નો એ ઊભા થાય છે કે નિર્ભયા ફંડ કેમ બનાવવામાં આવ્યું? એનો હેતુ શું હતો? એનાથી કેટલી મહિલાઓનું રક્ષણ થયું હશે. છેવટે કોઈને કંઈ પડી નથી. સરકાર તરફથી વાહનો મોકલવાનો આદેશ આવ્યો હશે. કોઈ પોલીસ અધિકારી કે અન્ય કોઈ જવાબદાર વ્યક્તિએ કેમ નહિ વિચાર્યું કે મહિલાઓની સુરક્ષાનો હેતુ આ રીતે પરાસ્ત થઈ શકે છે? જો સરકાર કોઈને સુરક્ષા આપવા માગતી હોય તો ચોક્કસ આપે, પરંતુ પોતાના ફંડનો અને પોતાનાં વાહનોનો ઉપયોગ કરીને.

નિર્ભયા ફંડનો આ રીતે નાશ કરવાનો અધિકાર કોઈપણ સરકારને કોણે આપ્યો? જોકે સરકારોમાં આ રોગ ઘણો જૂનો છે. તેઓ એક વિભાગના ભંડોળને ડાઇવર્ટ કરે એ પણ જૂનું છે, પરંતુ આવા ભાવનાત્મક અને સંવેદનશીલ મુદ્દે સરકારની કામગીરી નિંદનીય છે. ખરેખર આવું ફંડ જનતાના ગુસ્સાને શાંત કરવા માટે બનાવવામાં આવ્યું છે. લોકો સમજે છે કે સરકાર સંવેદનશીલ છે, પરંતુ થોડા મહિનાઓમાં જનતા બધું ભૂલી જાય છે અને સરકારો ફરીથી આવા ભંડોળનો દુરુપયોગ કરવાનું શરૂ કરે છે.

અન્ય સમાચારો પણ છે...