તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તારીખ હવે નજીક આવી રહી છે, આગામી વર્ષે એપ્રિલ-મેમાં વ્યૂહરચના ઘડાશે. તાજેતરમાં બિહાર ચૂંટણી જીત્યા પછી ભાજપનું મનોબળ હાઇ છે. હવે તેમની સામે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલનો કિલ્લો તોડવાનો પડકાર છે. તેના દિગ્ગજ નેતાઓએ બંગાળમાં ધામા નાખ્યા છે, સાથે જ TMCએ પણ પ્રહાર કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. આ બધાની વચ્ચે કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીએ પણ પોતાના ગઠબંધનની જાહેરાત કરી દીધી છે, એટલે કે પશ્ચિમ બંગાળમાં આ વખતે TMC, ભાજપ અને લેફ્ટ-કોંગ્રેસ ગઠબંધન વચ્ચે મુકાબલો ત્રિકોણીય થવા જઈ રહ્યો છે.
પશ્ચિમ બંગાળ એક સમયે ડાબેરીઓનો ગઢ હતો. 34 વર્ષ સુધી લેફ્ટની સરકાર રહી, પણ 2006 પછી તેના પતનનો સમય શરૂ થયો, ત્યાર પછી તે ક્યારે ઉપર ન આવી શકી. ભલે લોકસભા હોય, વિધાનસભા હોય કે પછી પંચાયત ચૂંટણી, દરેક જગ્યાએ તેનો પ્રભાવ ઘટી રહ્યો છે.
જોકે આ વખતે બિહાર ચૂંટણીમાં ડાબેરીનું પ્રદર્શન સારું રહ્યું છે. 29 બેઠકો પર ચૂંટણી લડ્યા પછી ડાબેરીએ 55થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે 16 બેઠક પર જીત નોંધાવી છે. આનાથી તેનો આત્મવિશ્વાસ જરૂર વધ્યો છે. ગત વિધાનસભામાં લેફ્ટ અને તેના સહયોગીઓને 32 બેઠક મળી હતી. હવે એ જોવાનું રસપ્રદ હશે કે ડાબેરી આવનારી ચૂંટણીમાં બિહારમાં સારું પ્રદર્શન કરશે કે નહીં.
કોંગ્રેસ અને લેફ્ટનું ગઠબંધન કેટલું કારગત નીવડશે
એવું નથી કે લેફ્ટ અને કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં પહેલી વખત મળીને ચૂંટણી લડી રહ્યાં છે. આ પહેલાં 2016ની વિધાનસભા ચૂંટણી બન્નેએ સાથે મળીને લડી હતી. જોકે 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ અલગ થઈ ગયાં હતાં. આ ગઠબંધન સામે સૌથી મોટો સવાલ એ છે કે ભાજપ તેના માટે મોટો પડકાર છે કે પછી તૃણમૂલ કોંગ્રેસ.
વરિષ્ઠ પત્રકાર શિખા મુખર્જી કહે છે, બંગાળમાં ડાબેરી અને કોંગ્રેસનું મળવાનું અને છૂટા પડવાનો સિલસિલો ચાલતો રહે છે. આ વાત વોટર્સને પણ ખબર છે કે આ માત્ર પોલિટિકલ ડેવલપમેન્ટ છે, કોઈ સ્થાયી ગઠબંધન નથી, પણ ગત વખતની તુલનામાં આ વખતનું કોંગ્રેસનું લેફ્ટ ગઠબંધન અલગ છે. 2016ની ચૂંટણીમાં આ પક્ષોને પૂરતો સમય નહોતો મળ્યો, પણ આ વખત બન્ને પક્ષ પોતાના વોટર્સ સુધી ગઠબંધનનો મેસેજ પહોંચાડી શકે એ માટે તેમની પાસે 5 મહિનાનો સમય છે.
તેઓ કહે છે, આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર છે કે બંગાળમાં વોટિંગ ટકાવારી વધુ હોય છે. આ વખત મમતા બેનર્જીથી અમુક લોકો નારાજ છે. બીજી બાજુ, સેક્યુલર્સ વોટર્સ છે, જે હિન્દુ અને મુસલમાનોમાં પણ છે. તેમનો મત આ ગઠબંધનના પક્ષમાં શિફ્ટ થઈ શકે છે. જેવી રીતે બિહારની ચૂંટણીમાં આપણને જોવા મળ્યું.
બિહારની જેમ ઓવૈસી ફેક્ટર બંગાળમાં કામ કરશે
બિહાર ચૂંટણીમાં મુસ્લિમ ફેક્ટરનો મોટો રોલ રહ્યો છે. આમાં પણ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીનો. મુસ્લિમ બહુમતીવાળી 20 સીટ પર AIMIMએ ચૂંટણી લડી, 5 પર તેને સફળતા મળી. ભલે સંખ્યાના પ્રમાણમાં આ આંકડો નાનો છે, પણ આ આંકડાએ મહાગઠબંધનનું ચૂંટણીગણિત બગાડી દીધું.
હવે બંગાળ ચૂંટણીમાં પણ ઓવૈસીની એન્ટ્રી થઈ ગઈ છે. તેમણે પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. અહીં પણ મોટી સંખ્યામાં મુસ્લિમ વોટર્સ છે. લગભગ 60 બેઠક પર તેમનું વર્ચસ્વ છે. ઘણી સીટો પર એ હાર-જીતમાં નિર્ણાયક છે. 2019ની લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં ભાજપે 7 સીટ જીતી હતી. 2016માં TMCને 212 બેઠક મળી હતી, જેમાંથી 98 બેઠક પર મુસ્લિમ વોટ નિર્ણાયક ભૂમિકા અદા કરે છે.
શિખા મુખર્જી કહે છે, બિહારના સરહદવાળા વિસ્તારમાં જ્યાં મુસલમાનોની વસતિ વધુ છે ત્યાં ઓવૈસીને ફાયદો થયો છે, પણ બંગાળની સ્થિતિ અલગ છે. અહીં બે પ્રકારના મુસલમાન છે. એક જે બાંગ્લા બોલે છે અને એક જે બિનબાંગ્લાભાષી છે. બાંગ્લાભાષી મુસલમાન ઓવૈસીને સપોર્ટ નહીં કરે. જ્યારે બિહારની પાસે આવેલા વિસ્તારમાં બિનબાંગ્લાભાષી મુસ્લિમ છે, તેમની પાસે ઓવૈસીને આશા છે, પણ બિહારની જેમ ઓવૈસીના ખાતામાં વોટ શિફ્ટ થશે એ કહેવું મુશ્કેલ છે.
શું ઓવૈસીની એન્ટ્રીથી ભાજપને ફાયદો થશે? શિખા મુખર્જી કહે છે કે આની સંભાવના ઓછી લાગે છે, કારણ કે બિહારની જેમ અહીંના હિન્દુ વોટ પોલરાઈઝ્ડ નહીં હોય. હા, જો ભાજપ એ માહોલ બનાવવામાં સફળ થશે કે જો મમતા જીતશે તો મુસ્લિમો માટે જોખમ બની જશે તો આ એક ફેક્ટર હોઈ શકે છે, પણ આ લોકો કહી રહ્યા છે કે મમતા સાથે નારાજગીને કારણે અમુક મુસલમાન ઓવૈસીને મત આપશે, તેમના માટે લેફ્ટ કોંગ્રેસનું ગઠબંધન પણ એક વિકલ્પ છે.
બંગાળમાં ચૂંટણીમાં મોદી ફેક્ટર કેટલું કારગત સાબિત થશે
બિહાર ચૂંટણીમાં ભાજપનો કોઈ પોતાનો ચહેરો ન હતો. નીતીશ સીએમ ઉમેદવાર હતા, પણ આખું કેમ્પેનિંગ મોદીના નામે જ ચાલ્યું. મોદીએ કુલ 12 જનસભા કરી, જેમાંથી મોટા ભાગની બેઠકો પર NDAને જીત મળી, સાથે જ TMC પણ મોદી પર પ્રહાર કરવાનું ચૂકતી નથી.
હવે સવાલ એ છે કે શું બંગાળમાં મોદીના નામે કમળ ખીલશે? વરિષ્ઠ પત્રકાર શુભાશિષ મોઈત્રા કહે છે કે બંગાળમાં લડાઈ મોદી અને મમતા વચ્ચે જ છે, જેમાં બે મત નથી. ભાજપ માટે મોદી ફેક્ટર જરૂર કામ કરશે, પણ એના જોરે સત્તા મળશે એવું લાગતું નથી, કારણ કે લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીના મુદ્દા અલગ હોય છે અને આવું ઘણાં રાજ્યોમાં આપણને જોવા પણ મળ્યું છે. તેઓ કહે છે કે જો ચૂંટણી ડેવલપમેન્ટથી ખસીને એ મુદ્દા પર થાય, જેના પર ભાજપ ભાર આપી રહી છે, તો એની થોડીગણી અસર થઈ શકે છે. ભાજપને સત્તા હાંસલ કરવા માટે 2019 કરતાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે, જે એના માટે સરળ નહીં હોય.
ખેડૂત આંદોલનની કેટલી અસર થશે બંગાળની ચૂંટણી પર
આ દિવસોમાં દિલ્હી-હરિયાણા બોર્ડર પર લગભગ 1 મહિનાથી ખેડૂતો ધામા નાખીને બેઠા છે, જે અંગે રાજકારણ પર થઈ રહ્યું છે. એવામાં સવાલ એ છે કે શું ખેડૂતોનું આંદોલન બંગાળમાં ચૂંટણીનો મુદ્દો બની શકે છે? શુભાશિષ મોઈત્રા આનાથી સ્પષ્ટ ઈનકાર કરી રહ્યા છે. તેઓ કહે છે, બંગાળમાં તેની કોઈ અસર નહીં થાય, જેનું કારણ સ્પષ્ટ છે કે અહીં પંજાબ અને હરિયાણાની જેમ ખેડૂત નથી, ન તો અહીં જવાબદારી છે. એટલા માટે તેમના માટે આ મુદ્દો નહીં હોય. હા, આને રાજકીય મુદ્દો બનાવવાનો પ્રયાસ વિપક્ષી પાર્ટી જરૂર કરી રહી છે, પણ આ વોટમાં ફેરવાઈ શકશે, એની આશા ઘણી ઓછી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.