• Gujarati News
  • Dvb original
  • We Will Not Apologize For The Death Of Indian Journalist Danish Siddiqui, He Was In The Enemy's Tank And I Don't Know Who Shot Him: Taliban Spokesman

ભાસ્કર એક્સક્લૂઝિવ:ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીના મોત માટે અમે કોઈ જ માફી નથી માગવાના, તેઓ દુશ્મનની ટેંકમાં હતા અને ખબર નહિ કોની ગોળીથી મર્યા છે: તાલિબાની પ્રવક્તા

3 મહિનો પહેલાલેખક: પૂનમ કૌશલ
  • કૉપી લિંક

20 વર્ષના લાંબા સમયની રાહ જોયા પછી અમેરિકાએ અફઘાનિસ્તાનથી પોતાની સેના હટાવવાના નિર્ણય પછી દેશના મોટા ભાગોમાં યુદ્ધ જેવી સ્થિતિ છે અને તાલિબાને અફઘાનિસ્તાનનાં મોટા ભાગ પર કબજો કરી લીધો છે. વ્યૂહાત્મક રીતે અફઘાનિસ્તાન ભારત માટે મહત્વપૂર્ણ રહ્યું છે. પાછલા 2 દાયકાથી ભારતે અફઘાનિસ્તાનમાં 2200 કરોડથી વધુનું રોકાણ કર્યુ છે. જો તાલિબાન અફધાનની સત્તા પર આવે તો ભારત સરકાર પર શું અસર પડશે? ભાસ્કરે તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદ સાથે ખાસ વાતચિત કરી.

કેવી રીતે થઇ વાતચીત
ઇન્ટરવ્યુ પહેલાં તાલિબાનના પ્રવક્તા સાથે અમારી કેવી રીતે વાતચીત થઇ તે અંગે થોડી ચર્ચા થઈ કરીએ. તાલિબાનના બે સત્તાવાર પ્રવક્તાઓ છે. પહેલા જબીઉલ્લાહ મુજાહિદ અને બીજા સુહેલ શાહીન. જબીઉલ્લાહ અફઘાન મુદ્દાઓ વિશે વાત કરે છે, જ્યારે સુહેલ કતારની દોહા ઓફિસ સાથે સંકળાયેલા છે અને શાંતિ મંત્રણા અંગે નિવેદનો આપે છે.

ભાસ્કરના સંવાદદાતાએ જબીઉલ્લાહનો સંપર્ક સાધ્યો. ઘણી કોશિશો કર્યા પછી તેઓ વાતચીત કરવા માટે તૈયાર થયા. તેમની શરત હતી કે તેઓ ટૂકડે-ટૂકડે ઇન્ટરવ્યુ આપશે. અમે કાબુલમાં એક પત્રકારની મદદ વડે અમારા સવાલો જબીઉલ્લાહ સુધી પહોચાડ્યા અને તેમના જવાબોને ટ્રાંસલેટ કરવામાં આવ્યા. ચાલો જોઇએ તાલિબાની પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદ સાથે વાતચીત

સવાલ: અફઘાનિસ્તાનના કેટલા ભાગો પર હાલમાં તાલિબાનનો કબજો છે?
જવાબ: આ સમયે અમારી માટી(અફઘાનિસ્તાન)નો 85% ભાગ તાલિબાનના કંટ્રોલમાં છે.

સવાલ: તાલિબાન આ સમયે ભારત સાથે કોઇ વાતચીત કરી રહ્યુ છે?
જવાબ: હાલમા હું માત્ર એટલુ જ કહી શકુ કે અમે દૂનિયાના દરેક દેશ સાથે વાત કરીએ છે અને કરવા માટે તૈયાર છે કે જે દેશ અમારા સાથે સારા સંબંધ ઇચ્છે છે. શરત માત્ર એટલી જ છે કે તેઓ અમારા આંતરીક બાબતોમાં દખલગીરીના કરે.

સવાલ: શું તાલિબાને ભારતીય વિદેશ મંત્રાલય સાથે કોઇ વાત કરવાનો પ્રયત્ન કર્યો છે?
જવાબ: અત્યાર સુધી કોઈ ભારતીય સંસ્થા કે પ્રતિનિધિ સાથે તાલિબાનની કોઈ વાતચીત થઈ નથી.

સવાલ: ભારતે અફઘાનિસ્તાનમાં ભારે રોકાણ કર્યું છે. શું તાલિબાન આ રોકાણની સુરક્ષાની બાંયધરી આપે છે?
જવાબ: અમે અમારી ભૂમિ પરના દરેક કાયદેસર રોકાણને સર્મથન આપીએ છીએ, જેનાથી દેશના આર્થિક વિકાસમાં મદદ થઇ શકે. અમે અફઘાન રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપે તેવા દરેક રોકાણનું રક્ષણ કરીશું.

સવાલ: ભારત માટે તાલિબાનની વ્યૂહરચના શું છે?
જવાબ: અમારી વ્યૂહરચના કોઈ પણ દેશમાં દખલ કરવાની નથી. અમે કોઈ દેશને નુકસાન પહોંચાડવા માંગતા નથી અને અમે અમારા દેશને કોઈ નુકસાન પહોંચાડે તેની મંજૂરી આપીશું નહીં. અમે ભારત સહિત અમારા તમામ પડોશી દેશો અને વિશ્વ સાથે સારા સંબંધો રાખવા માંગીએ છીએ.

સવાલ: ભારતની વર્તમાન સરકાર વિશે તાલિબાનની શુ પ્રતિક્રિયા છે?
જવાબ: અમે કોઇ પણ દેશના આંતરીક બાબતોમાં દખલ કરવા માંગતા નથી, ભારતની સરકારને ત્યાની પ્રજાએ પસંદ કરી છે, તેના વિશે અમે કઇ ના કહી શકીએ.

સવાલ: આરોપ છે કે તાલિબાને ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકી મૃત્યુ પછી દાનિશ સિદ્દીકીના મૃતદેહને કચડી નાખ્યો હતો? શું એ સાચું છે કે તાલિબાને દાનિશ સિદ્દીકીના મૃત્યુ માટે માફી માંગી છે?
જવાબ: યુદ્ધમાં દાનિશ સિદ્દીકીનું મોત થયું હતું અને તેને કોની ગોળી વાગી હતી તે જાણી શકાયું નથી. તેના મૃતદેહ સાથે કોઇ છેડછાડ કરવામાં આવી નથી. કોઈએ તેનું શરીર સળગાવી દીધું નથી. અમે તમને તેમના મૃતદેહોની તલવીરો બતાવી શકીએ છીએ, તેમના પર આગના કોઈ નિશાન નથી. તેમની હત્યા બાદ તેનો મૃતદેહ લડાયક વિસ્તારમાં પડી રહ્યો હતો. અમે તેમને પછીથી ઓળખી ગયા. ત્યારબાદ તેમના મૃતદેહને રેડ ક્રોસને સોંપવામાં આવ્યો હતો.

અમે દાનિશ સિદ્દિકીની મોત માટે કોઇ પણ પ્રકારની માફી નહી માંગીએ કેમકે હજી સુધી પુષ્ટિ નથી થઇ કે તેઓ અમારી ગોળીથી મર્યા છે. તેમણે અમારી પાસે યુદ્ધક્ષેત્રમાં આવવાની પરવાનગી પણ નહોતી લીધી. તેઓ દુશ્મનની ટેન્કમાં સવાર હતા. તેઓ તેમની મોતના પોતેજ જવાબદાર છે.

અફઘાનિસ્તાનમાં મૃત્યુ પામેલ ભારતીય પત્રકાર દાનિશ સિદ્દિકી
અફઘાનિસ્તાનમાં મૃત્યુ પામેલ ભારતીય પત્રકાર દાનિશ સિદ્દિકી

સવાલ: તાલિબાન અફઘાનિસ્તાન સરકાર સાથે શાંતિવાર્તા કરવામાં ભારતની મદદ ઇચ્છશે?
જવાબ: શાંતિ પ્રક્રિયાને સરળ બનાવવા અમે દરેકની મદદ ઇચ્છીએ છીએ. પરંતુ શરત એ છે કે તેઓ અફઘાનિસ્તાનમાં શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરવાના પક્ષમાં હોય. ભારતે કાબુલ એડમિનિસ્ટ્રેશનને (અફઘાની સરકાર)ને હથિયાર અને સૈન્ય મદદ ના મોકલવી જોઈએ, કેમ કે તેઓ એ અમારા વિરુદ્ધમાં વાપરશે. ઉદાહરણ તરીકે ભારતે વૉર પ્લેન અફઘાનિસ્તાનને આપ્યાં છે, આવાં કામોથી આપણા સંબંધો પર નકારાત્મક અસર પડશે.

સવાલ: તાલિબાન કાશ્મિર બાબતે શું વિચારે છે?
જવાબ: કાશ્મીર કાશ્મીરીઓનો મુદ્દો છે. કોઈએ કાશ્મીરીઓના અધિકારોને કચડી નાખવા જોઈએ નહીં. અમે કાશ્મીર મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ ઇચ્છીએ છીએ. અમે પણ કાશ્મીરીઓ જે ઇચ્છે તેની તરફેણમાં છીએ. કાશ્મીર મુદ્દાનો ઉકેલ કાશ્મીરીઓની સર્વસંમતિથી થવો જોઈએ.

સવાલ: તાલિબાની પ્રવક્તા તરીકે તમે ભારતને કંઇ કહેવા ઇચ્છશો?
જવાબ: અમે કહેવા માંગીએ છીએ કે ભારતના લોકોએ અફઘાનિસ્તાનમાં નકારાત્મક હસ્તક્ષેપ ન કરવા માટે તેમની સરકાર પર દબાણ લાવવું જોઈએ. ભારતે અફઘાન સરકારને લશ્કરી સાધનો પૂરા પાડવા જોઈએ નહીં જેનો ઉપયોગ યુદ્ધમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને મારવા માટે થાય છે. ભારતને શસ્ત્રો મોકલવાને બદલે તેમણે અફઘાનિસ્તાનને આર્થિક અને માનવીય સહાય મોકલવી જોઈએ જે સામાન્ય લોકોને ઉપયોગી થઈ શકે.

સવાલ: કહેવામાં આવે છે કે તાલિબાન પર પાકિસ્તાનનું નિયંત્રણ હોય છે. શું પાકિસ્તાન ભારત- અફઘાનિસ્તાન સંબંધોને પ્રભાવિત કરી શકે છે?
જવાબ: આ ખોટી વાતો છે. અમે તાલિબાન પર પાકિસ્તાનના નિયંત્રણને બિલકુલ નથી માનતા.પાકિસ્તાન લાખો અફઘાન શરણાર્થીઓનો યજમાન દેશ પણ છે. એટલા માટે અમે પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છીએ છીએ. ભારત પણ અમારા માટે એક અલગ મહત્વ ધરાવે છે. અમે ભારત સાથે સામાન્ય અને આદરપૂર્ણ સંબંધ ઇચ્છીએ છીએ. જે સંબંધો સિદ્ધાંતો પર આધારિત હોય છે.

સવાલ: છેલ્લા તાલિબાન શાસન દરમિયાન મહિલાઓ પર અત્યાચારની ઘણી વાર્તાઓ સામે આવી હતી. શું આ વખતે મહિલાઓ પ્રત્યે તાલિબાનનું વલણ બદલાશે?
જવાબ: અમે ઇસ્લામમાં મહિલાઓ અને પુરુષોને આપવામાં આવેલા અધિકારોનું સન્માન કરીએ છીએ. ઇસ્લામ દ્વારા મહિલાઓને આપવામાં આવેલા અધિકારો તેમને આપવામાં આવશે.

સવાલ: તાલિબાન સરકારમાં મહિલાઓનું સ્થાન શું હશે, શું તેઓ ઓફિસોમાં કામ કરી શકશે?
જવાબ: ઇસ્લામિક કાયદા અનુસાર મહિલાઓ ઓફિસો, શિક્ષણ સંસ્થાઓ, તબીબી સંસ્થાઓ અને અન્ય સ્થળોએ કામ કરી શકે છે, તેમાં કોઈ શંકા નથી. તેમને કામ કરવાની તક મળશે. અમે મહિલાઓને સલામત વાતાવરણ આપવા માટે કામ કરીશું.

સવાલ: 1996ના તાલિબાન અને 2021ના તાલિબાન વચ્ચે શું તફાવત છે? શું તાલિબાને તેની વ્યૂહરચના અને વલણ બદલ્યું છે?
જવાબ: 1996માં તાલિબાન અફઘાનિસ્તાનમાં અંધાધૂંધી અને અવ્યવસ્થતાનો અંત લાવવા માંગતા હતા. તે સમયે પણ અમે વિશ્વ અને અન્ય દેશો સાથે વધુ સારા રાજકીય અને આર્થિક સંબંધો ઇચ્છતા હતા, પરંતુ કમનસીબે કેટલાક દેશોએ જાણી જોઈને સમસ્યાઓ ઉભી કરી હતી. આ દેશો અમારા આંતરિક બાબતોમાં દખલ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

સવાલ: અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા માટે તાલિબાનની યોજના શું છે?
જવાબ: અમારા તમામ પ્રયાસો અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા માટે છે. અમે અમારા દેશમાં જે પણ યુદ્ધ નું કારણ બની રહ્યું છે તેનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને અફઘાનિસ્તાનમાં સંપૂર્ણ શાંતિ રહેશે.

અન્ય સમાચારો પણ છે...